કિર્તેશ પટેલ, સુરતઃ સુરત (surat) પાંડેસરા વિસ્તારમાં દંપતી (couple) દ્વારા માત્ર રૂ. 50 હજારની લેતીદેતી મામલે જ નજીકમાં જ રહેતી એક મહિલાની પોતાના જ ઘરમાં ગળું દબાવીને હત્યા કરી નાંખી ફરાર થયું હતું. પાંડેસરા પોલીસે હત્યાનો (Murder) ગુનો નોંઘી આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
સુરતના પાંડેસરામાં રહેતા રાકેશભાઈ જયંતિલાલ રાજપુતની પત્ની વર્ષાબેનએ પાંડેસરાની જીઆઈડીસીના (GIDC)ક્રિકેટ ગ્રાઉન્ડની સામે આરપીએલ કોલોનીમાં રૂમ નંબર - 31માં રહેતા દિનેશ દેવાઆશિષ રોય તેમજ તેંમની પત્ની અર્પણાને રૂ, 50 હજાર આપ્યા હતા. હાલમાં ખુબ જ મંદી હોવાથી વર્ષાબેને પોતાના રૂપિયાની માંગણી કરી હતી. પરંતુ રોય દંપતીએ પૈસા આપવામાં આનાકાની કરતાં હતા અને દરરોજનો વાયદો કરતાં હતા. વર્ષાબેન દરરોજ રોય દંપતીના ઘરે જઈને પોતાના રૂપિયાની ઉઘરાણી કરતાં હતા.
આ દરમિયાન મંગળવારે સવારે વર્ષાબેન રોય દંપતીના ઘરે પોતાના રૂપિયા લેવા માટે ગયા હતા. અને ત્યાં જ મગજમારી થઈ હતી. બીજી તરફ સાંજના સમયે પણ રૂપિયાની લેતી દેતી મામલે ઝગડો થયો હતો ત્યાં દંપતી એ વર્ષાબેનનું ગળું દબાવી હત્યા કરી ફરાર થઈ ગયા હતા.
વર્ષાબેનના પતિ રાકેશભાઈ પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. ત્યારે રોય દંપતીના ઘરમાં લાઈટ શરૂ હતી. પરંતુ ઘરની બહાર તાળુ માર્યું હતુ. રાકેશભાઈએ પોતાના ઘરે જઈને પત્નીની તપાસ કરતાં તે મળી ન હતી. જેથી પાડોશમાં શોધખોળ કરવા છતાં પણ તે નહીં મળતા આખરે રાકેશભાઈ દિનેશ રોયના ઘરે પહોંચી ગયા હતા.
ઘટના અંગે પાંડેસરા પોલીસે જાણ કરતાં પાંડેસરા પોલીસનો કાપલો ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરતાં રૂમ પાસે કોઈ મળ્યું ન હતુ. દિનેશભાઈ અને તેની પત્નીનો મૉબાઈલ પણ બંધ આવતો હતો. દરમિયાન દરવાજો તોડી નાંખવામાં આવતા રૂમમાં વર્ષાબેનની લાશ પડી હતી. વર્ષાબેનને ગળુ દબાવીને હત્યા કરી નાંખવામાં આવી હતી.બાદમાં બનાવ અંગે પોલીસે (police)રોય દંપતી સામે હત્યાનો ગુનો નોધી બંનેને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર