સુરતઃ છૂટાછેડા માટે દંપતી કોર્ટમાં 10 વર્ષ સુધી લડ્યું, કોર્ટે છૂટાછેડા મંજૂર કર્યા, પતિએ ચૂકવ્યા રૂ.12.50 લાખ

સુરતઃ છૂટાછેડા માટે દંપતી કોર્ટમાં 10 વર્ષ સુધી લડ્યું, કોર્ટે છૂટાછેડા મંજૂર કર્યા, પતિએ ચૂકવ્યા રૂ.12.50 લાખ
પ્રતિકાત્મક તસવીર

પતિ-પત્ની દસ વર્ષથી અલગ રહેતાં હોય તેમના વચ્ચે મનમેળ થઇ શકે તેમ નથી. બંને વચ્ચે અનેક વખત થયેલા સમાધાનના પ્રયત્નો પણ નિષ્ફળ ગયા છે. આ સંજાગોમાં છૂટાછેડા આપવા ન્યાયના હિતમાં રહેશે.

  • Share this:
સુરતઃ શહેરમાં એક દંપતી (divorce of katargam couple) વચ્ચે લાંબા સમયથી ચાલતા છૂટાછેડાના કેસમાં કોર્ટે બંનેના છૂટાછેડા મંજૂર કર્યાની ઘટના સામે આવી હતી. એટલું જ નહીં કાયમી ખાધા-ખોરાકી પેટે સાડા બાર લાખ રૂપિયા જેટલી માતબક રકમ પણ પતિએ ચૂકવી હોવાનું સામે આવ્યું હતું. પતિ પત્નીના છૂટાછેડાની (Divorce) આ ઘટના સમગ્ર (family court case) વિસ્તારમાં ચર્ચાનો વિષય બની હતી.

મળતી માહિતી પ્રમાણે સુરતના કતારગામ વિસ્તારમાં રહેતાં સંજયના લગ્ન નજીકમાં રહેતીસંગીતા (બંને પક્ષકારોના નામ બદલેલ છે) સાથે તા.11-2-2008ના રોજ થયા હતાં. જેમાં તેમને ઍક પુત્ર (હાલ ઉ.વ.10)નો પણ જન્મ થયો હતો. શરૂઆતમાં સારી રીતે ઘર સંસાર ચાલ્યા બાદ દંપતી વચ્ચે ખટરાગ શરૂ થઇ ગયો હતો, અનેસંગીતા તા.4-7-2010થી પોતાના પિયર રહેવા જતી રહી હતી.પિયરમાંથી જસંગીતાઍ પોતાના તથા બાળકના ભરણપોષણ માટે અત્રેની કોર્ટમાં કેસો કર્યા હતાં. જેમાં ખોરાકી મંજૂર પણ થઇ હતી. આ દંપતી દસ વર્ષથી અલગ રહેતું હતું. દરમિયાન પતિ સંજયે ઍડવોકેટ અશ્વિન જાગડિયા મારફતે સુરતની ફેમિલી કોર્ટમાં ત્યાગ અને ક્રૂરતાના ગ્રાઉન્ડ પર છૂટાછેડાનો દાવો કર્યો હતો.

આ પણ વાંચોઃ-

જેમાં ચાલુ દાવે ઍવી રજૂઆત કરવામાં આવી હતી કે, પતિ-પત્ની દસ વર્ષથી અલગ રહેતાં હોય તેમના વચ્ચે મનમેળ થઇ શકે તેમ નથી. બંને વચ્ચે અનેક વખત થયેલા સમાધાનના પ્રયત્નો પણ નિષ્ફળ ગયા છે. આ સંજાગોમાં છૂટાછેડા આપવા ન્યાયના હિતમાં રહેશે.

આ પણ વાંચોઃ-

સાથે પતિઍ પત્ની અને બાળક માટે આજીવન ભરણપોષણ પેટે નાણાંકિય મદદ કરવાની પણ તૈયારી દર્શાવી હતી. જેમાં પત્ની તરફથી સહમતી મળતાં બંનેને પરસ્પર સંમતિથી અત્રેની કોર્ટમાં છૂટાછેડાનો દાવો કર્યો હતો. દરમિયાન કોરોનાને કારણે લોકડાઉન આવી જતાં કાર્યવાહી અટકી પડી હતી.

પરંતુ બાદમાં ઓનલાઇન કાર્યવાહી કરીને કેસની સુનાવણી કરવામાં આવી હતી. છૂટાછેડા દાખલ કરતી વખતે પતિઍ પત્નિ-પુત્રના કાયમી ભરણપોષણ પેટે રૂ.12,50,000 જેટલી માતબર રકમ પણ ચૂકવી હતી.

જેની કોર્ટે નોંધ લીધી હતી અને બંને પક્ષકારોને સાંભળ્યા બાદ કોર્ટે છૂટાછેડાના દાવા ઉપર મંજૂરીની મહોર મારી હતી. આમ દસ વર્ષ સુધી કોર્ટમાં લડ્યા બાદ આખરે દંપતી કાયમી અને કાયદેસર રીતે અલગ થયું હતું.
Published by:ankit patel
First published:January 09, 2021, 17:56 pm

ટૉપ ન્યૂઝ