મહેસાણાઃપટેલ દંપતી આપઘાત કેસમાં બે જમીન દલાલની ધરપકડ

VINOD LEUVA | News18 Gujarati
Updated: April 9, 2017, 3:13 PM IST
મહેસાણાઃપટેલ દંપતી આપઘાત કેસમાં બે જમીન દલાલની ધરપકડ
મહેસાણામાં સુરતના દંપતીના આપઘાતકેસમાં પોલીસ ફરિયાદ બાદ આજે બે જમીન દલાલની ધરપકડ કરવામાં આવી છે.જયરામ દેસાઈ અને લાલો કપાડા ઝડપાયા છે.હજુ 4 આરોપી પોલીસ પકડથી દૂર છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: April 9, 2017, 3:13 PM IST

મહેસાણામાં સુરતના દંપતીના આપઘાતકેસમાં પોલીસ ફરિયાદ બાદ આજે બે જમીન દલાલની ધરપકડ કરવામાં આવી છે.જયરામ દેસાઈ અને લાલો કપાડા ઝડપાયા છે.હજુ 4 આરોપી પોલીસ પકડથી દૂર છે.જમીનના સોદામાં કરોડો રૂપિયા ફસાતાં ભીસમાં મુકાયેલા સુરતમાં વર્ષોથી રહેતા દંપતીએ  મહેસાણા સાગર રેસીડેન્સીમાં આવીને આપઘાત કરી લીધો હતો. સુસાઇડનોટમાં માનસીક તણાવમાં આવી પગલું ભર્યાનો ઉલ્લેખપણ છે. ત્યારે મૃતકના પુત્રએ સુરતના 6 શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોધાવી છે. અંકલેશ્વર ખાતે આવેલ જમીનમાં ૧.૧૬ કરોડના સોદાને લઈ માનસિક તનાવમાં દંપતી હતું. દંપતીએ સ્યુસાઇડ નોટમાં લખ્યું હતું કે મારું નામ પટેલ સુરેશભાઈ ભવાનદાસ છે. હું અત્યારે કામરેજ ખાતે G 802 દાદા ભગવાન કોમ્પલેક્ષમાં રહું છું. ત્યારબાદ સમગ્ર મામલાનો ઉલ્લેખ પણ કર્યો છે.

મહેસાણામાં આવેલ સાગર રેસીડેન્સીમાં એક પટેલ દંપતીએ સુરતથી આવી પોતાના ભાઈના ઘરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી મોતને વ્હાલું કર્યું છે. આ મામલે મૃતકના મોત પાછળ ઘટના સ્થળેથી મળી આવેલી એક પાંચ પત્તાની સુસાઇનોટને લઈ દુષ્પ્રેરણાની આશંકાઓ સેવાઈ રહી છે ત્યારે સુસાઇડ નોટની વાત કરીએ તો મળી આવેલ સુસાઇડ નોટમાં આ પટેલ દંપતી વર્ષો થી સુરત રહતો હતો.
મહેસાણાઃદંપતી આપઘાત કેસમાં છ ભૂમાફિયા સામે પોલીસ ફરિયાદ

અને અંકલેશ્વરમાં આવેલી તેમની 11 વીધા જમીનના કોઈ સોદા મામલે તેમની સાથે ૧.૧૬ કરોડનો ગોટાળો થયો હોવાનને લઈ માનસિક રીતે પોતાને અસ્વસ્થ માની તેઓ એ આરોપીઓના નામ જોગ સુસાઇડનોટ લખી ગળે ફાંસો ખાધો હતો. તો આ બાબતે મૃતકના પુત્ર ચિંતન પટેલે મહેસાણા બી ડીવીજન પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે સુરતના જયરામ દેસાઈ, ધીરુ મેર અને તેમના અન્ય ચાર સાગરીતો લાલભાઈ, જીતુભાઈ , મુકેશ પટેલ અને કરશન ખોખાણી વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુન્હો નોધાવ્યો હતો.First published: April 9, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर