Home /News /south-gujarat /

surat news: સરથાણા કપલ બોક્ષમાં રત્નકલાકારે સગીરા પર રેપ મામલે ચોંકાવનારો ખુલાસો, એક નહી બે વખત કરાયો હતો દુષ્કર્મ

surat news: સરથાણા કપલ બોક્ષમાં રત્નકલાકારે સગીરા પર રેપ મામલે ચોંકાવનારો ખુલાસો, એક નહી બે વખત કરાયો હતો દુષ્કર્મ

પકડાયેલા આરોપીઓની તસવીર

surat crime news: સુરતની 16 વર્ષની તરૂણી સાથે ઇન્સ્ટાગ્રામ (Instagram) પર મિત્રતા કેળવ્યા બાદ યુવાને સરથાણાના હાર્ટ ટુ હાર્ટ કાફેના કપલ બોકસમાં (Heart to Heart Cafe Couple Boxes) શરીરસંબંધ બાંધી વીડિયો બનાવી લીધો હતો.

Surat crime news: સુરતની તરુણી સાથે સોશિયલ મીડિયા (social media) પર મિત્રતા કરી કપલ બોકસમાં શરીરસંબંધ બાંધી વીડિયો (physical relation) બનાવી વાયરલ કરવાની ઘટનામાં ચોકાવનારી માહિતી સામે આવી છે. રેપના વીડિયોથી બ્લેકમેલ (blackmail) કરી બીજા બેએ પણ દુષ્કર્મ કર્યું હતું. જેથી પોલીસે વધુ બેની ધરપકડ (two arrested) કરી છે.

સુરતની 16 વર્ષની તરૂણી સાથે ઇન્સ્ટાગ્રામ (Instagram) પર મિત્રતા કેળવ્યા બાદ યુવાને સરથાણાના હાર્ટ ટુ હાર્ટ કાફેના કપલ બોકસમાં (Heart to Heart Cafe Couple Boxes) શરીરસંબંધ બાંધી વીડિયો બનાવી લીધો હતો. તે વીડિયો મિત્રને મોકલ્યા બાદ મિત્રએ તરુણીને ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી પણ તેણે નહી સ્વીકારતા વીડિયો વાયરલ કરી દીધો હતો. સિંગણપોર વિસ્તારમાં રહેતા અને વરાછા ખાતે રતકલાકાર તરીકે કામ કરતા યુવાનની પુત્રી સાથે આ ઘટના બનવા પામી છે.

શનિવારના રોજ પિતાને સુરેન્દ્રનગરમાં રહેતા એક મિત્રએ ફોન કરી કહ્યું હતું કે તમારી દીકરીનો વીડિયો મોકલું છું, તે જોવાય તેવો નથી, તમારી પત્નીને જોવા આપશો. મિત્રએ મોકલેલો વીડિયો માતાએ જોતા તેમાં પુત્રી નગ્નાવસ્થામાં કોઈ છોકરા સાથે શરીર સંબંધ બાંધતી હતી. છોકરા વિશે પૂછતા બે વર્ષ અગાઉં ઈન્સ્ટાગ્રામ પર મિત્ર બનેલા સચીન કુકડીયા હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો: યૂકેમાં હવે જલ્દી ડિસ્ચાર્જ થઈ રહ્યા છે કોરોના દર્દીઓ, શું કોરોનાના અંતની શરૂઆત છે ઓમિક્રોન?

આ યુવકે તરુણીને પહેલા બહેન બનાવી હતી. અને તેને મળવા બોલાવતા બંને સિંગણપોર સિલ્વર સ્ટોન આર્કેડ પાસે મળ્યા હતા. જ્યાંથી યુવક તેને સરથાણા જકાતનાકા સ્થિત અવધ વાઇસરોયના ધ હાર્ટ ટુ હાર્ટ કાફેમાં કપલ બોક્સમાં લઇ જઈને તરુણી સાથે બળજબરી પૂર્વક લગ્નની લાલચ આપી તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો અને ચોરી છૂપીથી વીડિયો પણ બનાવી દીધો હતો. જો કે તરુણીએ ખોટું થયું તેમ કહેતા યુવકે ગભરાવાની જરૂર નથી મેં ઘણી છોકરીઓ સાથે સંબંધ બાંધ્યો છે તેવું જણાવ્યું હતું.

આ પણ વાંચો: PM Modi Security Breach મામલે સુપ્રીમ કોર્ટમાં હવે સોમવારે સુનાવણી થશે, CJIએ આપી કમિટિ બનાવવાની સલાહ

આ ઘટના નાદ યુવકના અન્ય એક મિત્રએ ફ્રેન્ડ બનવા માટે દબાણ કરતા તરુણીએ ઇનકાર કર્યો હતો જેથી તેનો વીડિયો વાયરલ કરી દીધો હતો. તે મળતા તેના પિતાએ જાણ કરી હતી. બનાવ સંદર્ભે પોલીસે તરુણીના મિત્ર સચીન ભરતભાઇ કુકડીયા, કાફેમાં કપલ બોક્સ બુક કરાવનાર કિશન રામજીભાઇ ડાભી અને અને વીડિયો વાયરલ કરનાર મિત્ર વૈભવ અશોકભાઇ બગદરિયાને ઝડપી પાડયા હતા.

આ પણ વાંચો: Corona New Variant: વૈજ્ઞાનિકે કહ્યું- ફ્રાંસનો IHU વેરિઅન્ટ ચિંતાજનક નથી, ઓમિક્રોન પહેલા જ થઈ હતી ઓળખ 

આ ઘટનામાં ચોકાવનારી માહિતી સામે આવી છે. રેપના વીડિયોથી બ્લેકમેલ કરી બીજા બેએ પણ દુષ્કર્મ કર્યું હતું,  પોલીસ તપાસમાં ખુલ્યું હતું કે આરોપી વૈભવે તેના રિક્ષા ચાલક મિત્ર મયુરને કિશોરી સાથે ગુજારેલા બળાત્કારનો વીડિયો આપ્યો હતો. આ વીડિયોના આધારે મયુરે કિશોરીને બ્લેકમેલ કરીને બળાત્કાર ગુજાર્યો હતો. આરોપી રિક્ષાચાલક મયુરે તે વીડિયો તેના મિત્ર લાલાને આપ્યો હતો.

લાલાએ પણ અન્ય આરોપીઓની જેમ કિશોરીને બ્લેકમેલ કરીને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. સરથાણા પોલીસે આરોપી મયુર અને લાલાની પણ ઘરપકડ કરી છે. આ કેસમાં અત્યાર સુધી 6 આરોપીઓની ધરપકડ કરાઇ છે.
Published by:ankit patel
First published:

Tags: Crime news, Rape-case, Surat news

આગામી સમાચાર