Home /News /south-gujarat /

સુરતમાં કોરોના વાયરસના કેસમાં બપોર સુધી જ ધડાકો, 139 કેસ સામે આવ્યા

સુરતમાં કોરોના વાયરસના કેસમાં બપોર સુધી જ ધડાકો, 139 કેસ સામે આવ્યા

પ્રતિકાત્મક તસવીર

સુરત શહેરની સાથે સાથે ગ્રામ્યમાં પણ કોરોનાને કેસમાં ઉછાળો, સાત તારીખે બપોર સુધી સુરત જિલ્લામાં કુલ પોઝિટિવ કેસ 6,895 થયા.

સુરત : રાજ્યમાં અમદાવાદ (Ahmedabad) બાદ સુરત શહેર હૉટસ્પોટ (Surat City Hotspot) બન્યું છે. સુરતમાં દરરોજ થોકબંધ પોઝિટિવ (Corona Positive Case) કેસ બહાર આવી રહ્યા છે. જેના કારણે હૉસ્પિટલો (Hospitals)માં બેડ ખૂટી પડતા તંત્ર દ્વારા ખાનગી હૉસ્પિટલમાં બેડ રિઝર્વ કરવાની સાથે કોમ્યુનિટી હોલમાં કોવિડ કેર સેન્ટર (Covid Care Center) ઊભા કરવામાં આવી રહ્યા છે. કોરોના સામે સરકાર તેમજ તંત્રના પ્રયાસો વચ્ચે પણ તે અટકાવાનું નામ નથી લઈ રહ્યો. આજે મંગળવારે બપોર સુધીમાં કોરોના સુરતમાં ખૂબ જ આક્રમક બન્યો હોય તેમ 139 પોઝિટિવ કેસ સામે આવી ચુક્યા છે.

જેમાં સુરત શહેરમાં 94 અને ગ્રામ્ય વિસ્તારમાં 45 કેસ છે. આ સાથે શહેર જિલ્લામાં કુલ પોઝિટિવ કેસનો આંકડો 6,895 થયો છે અને શહેરમાં 5,988 અને ગ્રામ્યમાં 908 થયો છે. સુરત શહેરમાં ગઈકાલે 201 કેસ સાથે કોરોના પોઝિટિવ કેસનો આંકડો 5,894 ઉપર પહોંચ્યો હતો. જ્યારે આજે બપોર સુધીમાં વધુ 94 કેસ સામે આવી ચુક્યા છે. જે અત્યાર સુધીમાં બપોરના સમય દરમિયાન આવતા આંકડામાં સૌથી વધુ છે.

આ પણ વાંચો : 'સ્વામી આપ ક્યાંથી પસાર થવાના છો? અમારે બદલી કરાવવી છે,' સોશિયલ મીડિયામાં પત્ર વાયરલ

જોકે, હજુ તો આખો દિવસ બાકી છે. છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં કોરોનાના બેવડી સદીમાં કેસો બહાર આવી રહ્યા છે. સાથે સાથે મૃત્યુનો આંકડો પણ રોજના 9ની આસપાસ પહોંચી રહ્યો છે. કોરોના કેસની સાથે મૃત્યુની સંખ્યામાં પણ વધારો થતો હોવાથી તંત્રની ચિંતા ખૂબ જ વધી ગઈ છે.

વીડિયો જુઓ : સુરતમાં 10મી તારીખે ખુલશે હીરા બજાર

અહીં ઉલ્લેખનીય છે કે સુરત શહેરની સાથે કોરોના ગ્રામ્યમાં પણ કોરોનાએ ભારે કહેર મચાવ્યો છે. ગ્રામ્યમાં પણ દિવસેને દિવસે કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આજે બપોર સુધીમાં સુરત ગ્રામ્યમાં વધુ 45 કેસ બહાર આવ્યા છે. આ સાથે ગ્રામ્યમાં કેસની સંખ્યા 901 ઉપર પહોંચી છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Coronavirus, COVID-19, Hospitals, SMC, Surat Municipal corporation, સુરત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन