સુરતમાં coronaનો પ્રકોપ યથાવતઃ વધુ 268 લોકો થયા સંક્રમિત, જાણો કયા વિસ્તારમાં કેટલા કેસ? કોરોનાએ ક્યાં વધારી ચિંતા?

સુરતમાં coronaનો પ્રકોપ યથાવતઃ વધુ 268 લોકો થયા સંક્રમિત, જાણો કયા વિસ્તારમાં કેટલા કેસ? કોરોનાએ ક્યાં વધારી ચિંતા?
પ્રતિકાત્ક તસવીર

શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 24299  જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 90  કેસ સાથે દર્દી સંખ્યા 9150 પર પહોંચી છે.

  • Share this:
સુરતઃ શહેરમાં કોરોનાના દર્દી (corona patient) સતત વધી રહ્યા છે. ત્યારે આજે વધુ 268 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ (corona positive) આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં (surat coronavirus update) 178 જયારે ગ્રામીણ વિસ્તારમાં 90 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 33449  પર પહોંચી છે. જયારે આજે 3 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક (corona death toll) 977 પર પહોંચ્યો છે. તેવામાં આજે 286  દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.

કોરોના વાયરસને લઇને લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 268દર્દી નોંધાયા છે જેમાં શહેર વિસ્તારમાં 178  કેસ નોધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 24299  જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 90  કેસ સાથે દર્દી સંખ્યા 9150 પર પહોંચી છે.કુલ દર્દી સંખ્યા 33449 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે 3 દર્દીના કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક 977  થયો છે. જેમાંથી  272 મૃત્યુ જિલ્લાના છે અને 705 શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી 179 જ્યારે જિલ્લામાં આજે 107  દર્દીને રજા આપતા, કુલ 286 દર્દીઓ   કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 30388 જેમાં શહેર વિસ્તરમાં  22290 જયારે ગ્રામીય વિસ્તારના 8098 દર્દી છે.

આ પણ વાંચોઃ-બનાસકાંઠાઃ જેસોરના જંગલમાં પ્રેમી યુગલે કરી આત્મહત્યા, ત્રણ દિવસથી લટકતી હતી લાશો, યુવક-યુવતી કોણ છે?

ક્યા વિસ્તારમાં કેટલા કેસ?
આજે સેન્ટ્રલ ઝોન 11, વરાછા એ ઝોનમાં 20, વરાછા બી 2  23  રાંદેર ઝોન 24  કતારગામ ઝોનમાં 28 લીબાયત ઝોનમાં 18, ઉધના ઝોનમાં 16 અને અથવા ઝોનમાં 38  કેસ નોંધાયા.

આ પણ વાંચોઃ-સુરતઃ પોલીસ કર્મીની પત્નીનો ફાંસો ખાઈ આપઘાત, નવું મકાન લેવા અંગે પતિ-પત્ની વચ્ચે હતા અબોલા

આ પણ વાંચોઃ-પતિએ ક્રૂરતાની હદ વટાવીઃ પત્ની-પુત્રીની કરી હત્યા, લાશોના ટૂકડા બોરામાં ભરી 24 કલાક સુધી રાખ્યા ઘરમાં

જોકે ગતરોજ કતારગામ ઝોનમાં અને વરાછા ઝોનમાં સંક્રમણનું પ્રમાણ ઘટી રહ્યું છે. ત્યારે રાંદેર અને અઠવા ઝોનમાં સતત વધી રહ્યું છે.  ત્યારે તંત્રની ચિંતા પણ સતત વધી રહી છે. અહીંયા કોરોનાગાઈડઇન પાલન નથી થતું તેવું લાગી રહ્યુ છે. તંત્ર દ્વારા ટિમો બનાવી માસ્ક અને સોશિયલ ડિસ્ટનના ભંગ બદલ દંડની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.જોકે જિલ્લામાં ચોર્યાસી 17 ઓલપાડ 14 કામરેજ 19,  પલસાણા 9 બારડોલી 17, મહુવા 2, માંડવી 2 અને માંગરોળ 9 અને ઉમરપાડા 1 કેસ નોંધાતા  જિલ્લા માં સતત કેસ વધી રહિયા છે  પોઝિટિવ કેસ સામે આવતા અને કોરોના વાયરસ આવ્યા બાદ, સુંરત જિલ્લા આરોગ્ય વિભાગ  પણ દોડતું થઇ ગયું છે. થોડા દિવસ પહેલા આજ રીતે કેસ વધુ આવ્યા બાદ નિયત્રંણ હતું, પણ આજે ફરી એકવાર કેસ વધતા તંત્રની ચિંતા વધી છે.
Published by:ankit patel
First published:October 16, 2020, 20:58 pm