સુરતઃ લોકો ફટાફટ ઉપાડવા લાગ્યા છે PFના પૈસા, રૂ. 48.35 કરોડ ચૂકવાયા, જાણો શું છે કારણ


Updated: September 21, 2020, 3:14 PM IST
સુરતઃ લોકો ફટાફટ ઉપાડવા લાગ્યા છે  PFના પૈસા, રૂ. 48.35 કરોડ ચૂકવાયા, જાણો શું છે કારણ
અધિકારીની તસવીર

સુરત રેન્જ સુરત, તાપી, નવસારી અને  વલસાડમાંથી કચેરીનએ કોવિડ 19ના 25,200 દાવાની પતાવટની પ્રક્રિયાને હાથ ધરવામાં આવી.

  • Share this:
સુરતઃ ગુજરાતમાં સૌથી વધારે શ્રમિક સુરતમાં (surat) રહે છે અને કોરોના વાયરસને (coronvirus) કારણે તમામ લોકોની આર્થિક કમર તુટી પડી છે. તો કેટલાક લોકોની બચત પર સંકટ આવી પડ્યું છે. આ જ કારણે જ હવે લોકો સંકટ સમયે તેમની બચત મૂડી (PF fund) ઉપાડી રહ્યા છે. સરકારની ખાસ યોજના મુજબ સુરત રેન્જ EPFOએ 25,200 દાવાની પતાવટની પ્રક્રિયાને હાથ ધરવામાં આવી અને પીએફ ધારકોને 48.35 કરોડ આપવામાં આવ્યા છે.

પીએફ ધારકો પણ કોરોના સંકટ સમયે EPFOમાં તેમની બચત મૂડી ઉઠાવી રહ્યા છે. સુરત રેન્જ સુરત, તાપી, નવસારી અને  વલસાડમાંથી કચેરીનએ કોવિડ 19ના 25,200 દાવાની પતાવટની પ્રક્રિયાને હાથ ધરવામાં આવી. તમામ ઓનલાઇન પ્રક્રિયાના કારણે ઝડપી પતાવટ થતા પીએફ ધારકોને રાહત મળી છે.

માત્ર છ મહિનામાં પ્રોવિડન્ડ ફંડમાંથી કોવિડ ક્લેમ કરી પીએફ ધારકોએ 48.35 કરોડ રૂપિયા ઉપાડાયા છે. EPFO દ્વારા કોરોના સંકટ સમયે લોકોને તેમના પીએફ ફંડમાંથી પૈસા ઉપાડવામાં મુશ્કેલી ન પડે તે માટે તમામ પ્રયત્નો કરાઈ રહ્યા છે. પ્રક્રિયા ઝડપી બનાવવા માટે વિભાગે આજે એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ લોન્ચ કર્યું છે, જે દાવાની પતાવટની પ્રક્રિયાને ઝડપી બની રહી છે. લોકડાઉનના (lockdown) લીધે ઘણા નોકરીયાત લોકોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચોઃ-દિલ્હીથી ફ્લાઈટમાં સુરત આવતીને ચોરી કરતી ગેંગ ઝડપાઈ, લોકોને આવી રીતે બનાવતા હતા પોતાના શિકાર

એવામાં સરકારે લોકોને થઇ રહેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખતા પીએફ ખાતામાંથી પૈસા ઉપાડવાની પરવાનગી આપી હતી. ત્યારબાદ લાખો લોકોએ પીએફ ઉપાડવા માટે ઇપીએફઓ પાસે ઓનલાઇન અને એપ પર અરજી કરવામાં આવી હતી.કોવિડ 19 સિવાય અન્ય કારણો સર કરવામાં આવેલા 87600દવાઓ નો નિકાલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ-સુરતઃ TRB જવાનની દાદાગીરીનો વધુ એક વીડિયો વાયરલ, ટેમ્પોને અટકાવી ચાલકને માર્યો મારઆ પણ વાંચોઃ-ગજબનો કિસ્સોઃ ચોરી કરવા ઘરમાં ઘૂસેલા ચોરની થઈ એવી હાલત, જાણીને તમે પેટ પકડીને હસવા લાગશો

જેના થકી આ પીએમ ધારકોને 310 કરોડ રૂપિયા આઓવામાં આવ્યા.પીએફઓના વિભાગમાં કર્મચારીઓની મોટી અછત છે, તેમ છતાં અમે દાવાની પતાવટની કામગીરીમાં લેવાયેલો સરેરાશ સમય 10 દિવસથી ઘટાડીને 3 દિવસ કરી દીધો છે. તેમણે લોકડાઉન દરમિયાન અમે 50 ટકા કર્મચારીઓ સાથે સતત કામ કર્યું, પરંતુ દાવાની પતાવટમાં મોડું થવા દીધું નથી. માત્ર 72 જ કલાકમાં લોકોને ક્લેમ ની રકમ મળી જાય છે.

ઉલ્લેખનીય છે કે સુરતમાં ફરી કોરોનાના (Surat corona cases) કેસમાં ઉછાળો આવ્યો છે.આજે સવારે સુરત સીટીમાં 95 અને જિલ્લામાં 102 કેસ સાથે નવા 197 કેસ નોંધાયા છે જે સાથે કુલ કેસની સંખ્યા વધીને 26, 429 ઉપર પહોચી છે. જેમાં સુરત સીટીમાં 19,821 અને જિલ્લા્માં 6608 કેસનો સમાવેશ થાય છે. રાજયમાં સોથી પહેલો કેસ સુરત સીટીમાં અઠવા ઝોનમાં આવ્યો હતો ત્યારબાદ અઠવા ઝોનમાં નહિવત કેસ નોંધાતા હતા. સૌથી સેફ કહેવામાં આવતો અઠવાઝોનમાં (Athawa zone) હાલમાં કોરોનાઍ જબરજ્સ્ત રાફડા ફાટી નિકળયો છે અને ગણતરીના દિવસોમાં અઠવાઝોન ગઈકાલેની સ્થિતિમાં 3384 કેસ સાથે કતારગામ બાદ બીજા નંબરનો ઝોન વિસ્તાર બની ગયો છે.
Published by: ankit patel
First published: September 21, 2020, 3:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading