રાજ્યમાં કોરોના વાયરસનો કહેરવધતો જ જાય છે. જેને લઈને સુરત મનપાએ શહેરમાં ડોર ટુ ડોર સરવે કરી શકમંદ દર્દીઓેને શોધવાની કામગીરી આરંભી છે. અને આ કામગીરી આશાવર્કર બહેનોને સોપવામાં આવી છે.જો કે આ કામગીરી દરમ્યાન ઉનમાં આશાવર્કર બહેનો સાથે દુરવ્યવહાર થઇ રહ્યો છે. સર્વે કરવા ગયેલી બહેનોનાં આઈકાર્ડ ઝુટવી તેનોને ગાળો આપવાની ફરિયાદો ઉઠી છે. ત્યારે આ આશાવર્કર બહેનોની સુરક્ષા સામે સવાલો ઉભા થવા પામ્યા છે.
સુરત સહિત રાજ્યમાં કોરાના વાઈરસનો કેર વધતા તંત્ર દ્વારા ડોર ટુ ડોર સરવે કરી શકમંદ દર્દીઓેને શોધવાનું શરૂ કર્યું છે. સુરત શહેરમાં ડોર ટુ ડોર સરવેની કામગીરી આશાવર્કરોને સોંપાઈ છે. પરંતુ આ કામગીરી દરમ્યાન આશાવર્કર બહેનોની સુરક્ષા સામે સવાલો ઉભા થવા પામ્યા છે.
આ કામગીરીમાં આશાવર્કરોને ઘરના સભ્ય, બાળકો, વૃદ્ધો કે સગર્ભા મહિલા તથા કોઈને શરદી-ખાંસી, તાવની તકલીફ છે કે નહીં સહિતની માહિતી એકત્ર કરી રિપોર્ટ બનાવવાનો હોય છે. એક દિવસમાં એક આશાવર્કર આશરે ૨૫૦થી વધુ ઘરોનો સરવે કરે છે.
આ પણ વાંચો : પોલીસની વિરાંગનાઓ : પડધરીના ASI, કૉન્સ્ટેબલના એક હાથમાં ઘોડિયું, બીજા હાથમાં ફરજની કલમ
જો કે આ કામગીરી દરમિયાન આશાવર્કર બહેનો સાથે દુરવ્યવહાર કરવામાં આવી રહ્યો છે. શહેરના ઉન વિસ્તારમાં કોરોનાના સર્વે માટે ગયેલી આશાવર્કર બહેનોના આઈકાર્ડ ફાડી નાખી તેઓને ગાળો આપવામાં આવી હોવાની ફરિયાદ આવી છે. ઉન વિસ્તારમાં આવેલા રહેમતનગર, વસીમનગર, નુરાનીનગર, મદનીનગર, તિરુપતિનગર સી, ડી, ઈ, એફ જેવા વિસ્તારોમાં લોકો તેમને મારવા દોડવા હતા. સાથે જ સર્વેના કાગળો ફાડી નાખ્યા હતા. જેને લઈને સર્વેની કામગીરી કરવી મુશ્કેલી બની છે.
આશાવર્કર બહેનોએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં કોરોના વાયરસને સર્વે માટે ગયેતા ત્યારે તેઓ આ સર્વેને NCR, NPR, CAAનો સર્વે સમજી બેઠા હતા. અને સર્વેમાં કોરોના સંબંધિત માહિતી માંગવામાં આવે છે. ત્યારે તેઓ ચોખ્ખી નાં જ પાડી દે છે.
આ પણ વાંચો : coronavirus : વૈજ્ઞાનિકોની ચેતવણી, કોરોનાનો નેગેટિવ રિપોર્ટ આવે તો પણ ચિંતા કરજો, વાયરસ હોઈ શકે છે!
લોકો માહિતી નથી આપતા તેથી તેઓને સર્વે કરવામાં તકલીફ પડી રહી છે. અને ચોક્કસ આકડા આપી શકાતા નથી. આ ઉપરાંત અન્ય એક આશાવર્કર બહેને જણાવ્યું હતું કે તેઓ કામગીરી કરવા ગયા ત્યારે લોકોએ તેઓને ગાળ આપી તેઓનો આઈકાર્ડ ઝૂંટવી લઈ ‘ખાને કે દેતે નહીં હો, સિર્ફ સરવે કરતે હો, ચલો ભાગો યહાંસે’ એમ કહી મોબાઈલ ફોનમાં ફોટા પાડવા સાથે ગેરવર્તન કરાય છે. જો કે આ મામલે આશાવર્કરોએ ઉન હેલ્થ સેન્ટરના ઉપરી અધિકારીઓને પણ જાણ કરી છે, પરંતુ તેમની સુરક્ષાના નામે મીંડું છે. ત્યારે આ ઘટનાને જોતા આશાવર્કર બહેનોની સુરક્ષા સામે સવાલો ઉભા થવા પામ્યા છે.