લૉકડાઉન : સુરત પોલીસનો મોટો નિર્ણય, મકાન માલિક ભાડું માંગશે તો પોલીસ મધ્યસ્થી કરશે


Updated: March 28, 2020, 8:15 AM IST
લૉકડાઉન : સુરત પોલીસનો મોટો નિર્ણય, મકાન માલિક ભાડું માંગશે તો પોલીસ મધ્યસ્થી કરશે
ફાઇલ તસવીર

સુરત પોલીસની સરાહનીય પહેલ, જે વ્યક્તિને ભાડા બાબતે સમસ્યા હોય તે પોલીસ કંટ્રોલરૂમને જાણ કરે, પોલીસ મધ્યસ્થી કરશે

  • Share this:
સુરત : સુરતમાં (Surat) કોરોના વાઇરસને (Coronavirus) લઈને સુરત રોજગાર બંધ રહેતા લોકો વતન તરફ હિજરત (Migration) શરૂ કરી છે ત્યારે સુરતમાંથી દરોજ મોટી સંખ્યામાં લોકો શહેર છોડીને જવા લાગ્યા છે ત્યારે લોકો આવક ન હોવાને લઇને ભાડાના મકાનમાં ભાડું ભરવું પડે તે માટે લોકો વતન તરફ નીકળી પડ્યા છે ત્યારે લોકો ને અટકાવવા માટે સુરત પોલીસ આગળ આવી છે અને મકાન માલિક ભાડું માંગે તો પોલીસ (Police) કરશે મધ્યસ્થી

કોરોના વાઇરસને લઇને 21 દીવસનું લોકડાઉન આપવામાં આવ્યુ છે ત્યારે શ્રમજીવી પરિવારોની આવક બંધ થઇ જતાં તેઓ જે મકાન માં રહેતા હતા તેનું ભાડું આપવાની સાથે ખાવા પીવાની તકલીફ પડતા આ તમામ લોકો મોટી સંખ્યામાં પોતાના વતન તરફ હિજરત કરવા લાગ્યા છે ત્યારે લોકો જે રીતે ટ્રેન અને બસ બંધ હોવા છતાંય લોકો પગપાળા પોતાના વતન તરફ જવા લાગ્યા છે ત્યારે આવા લોકોની હિજરત અટકાવા માટે સુરત પોલીસ આગળ આવી છે.

આ પણ વાંચો :  Coranavirus : વૈજ્ઞાનિકોની ચેતવણી, લૉકડાઉનની છૂટછાટ covid-19નો બીજો રાઉન્ડ આણશે!

સુરત પોલીસ કમિશનરે જાહેરાત કરી છે કે મકાન કે કોઈ પણ વ્યક્તિને ભાડા  માટે તકલીફ હોય તો પોલીસ કન્ટ્રોલ રૂમનો સંપર્ક કરવો જેને લઈને પોલીસ મકાન માલિકને મળી ભાડુઆત અને મકાન માલિક વચ્ચે મધ્યસ્થી કરીને મકાન માલિક ભાડું નહીં માંગે તેવી મદદ કરાવશે અને આ સંકટ પૂરતો હલ કાઢી આપશે.

આ પણ વાંચો :  કોરોનાની તસવીર : ભારતમાં કોવિડ-19ની પ્રથમ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ તસવીર જાહેર

તે ઉપરાંત લોકો ને પોતાના ઘરમાં રહે જેને લઇને કોરોના સંક્રમિત થવાની સંભાવના ઓછી રહેશે .રાજ્ય સરકારે તમામ વ્યવસ્થા કરી હોવાથી કોઈએ ક્યાંય પણ ન જવા અપીલ કરી છે પોલીસ તેમના પ્રશ્નોનું નીરકારણ કરશે. શહેરને ચારે તરફથી કોર્ડન કરાયું છે. જેથી લોકોને પોતાના સલામત સ્થળે જ રહેવું તેવી જાણકારી પણ પોલીસે આપી હતી
First published: March 28, 2020, 7:56 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading