સુરતમાં તમામ રેકોર્ડ ધરાશાયી: 24 કલાકમાં 308ને વળગ્યો Corona, કતારગામ અને વરાછામાં ભયનો માહોલ


Updated: July 9, 2020, 10:56 PM IST
સુરતમાં તમામ રેકોર્ડ ધરાશાયી: 24 કલાકમાં 308ને વળગ્યો Corona, કતારગામ અને વરાછામાં ભયનો માહોલ
સુરતમાં (surat) કોરોનાના દર્દી (corona patient) સતત વધી રહ્યા છે. ત્યારે આજે વધુ 308 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ (corona positive) આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 212 જયારે ગ્રામીણ વિસ્તારમાં 96 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 7582 પર પહોંચી છે, જયારે આજે 4 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 287 પર પહોંચ્યો છે. જ્યારે આજે 136દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે. (કિર્તેશ પટેલ, સુરત)

સુરતમાં 212 જયારે ગ્રામીણ વિસ્તારમાં 96 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 7582 પર પહોંચી છે, જયારે આજે 4 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 287 પર પહોંચ્યો છે.

  • Share this:
સુરતઃ સુરતમાં (surat) કોરોનાના દર્દી (corona patient) સતત વધી રહ્યા છે. ત્યારે આજે વધુ 308 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ (corona positive) આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 212 જયારે ગ્રામીણ વિસ્તારમાં 96 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 7582 પર પહોંચી છે, જયારે આજે 4 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 287 પર પહોંચ્યો છે. જ્યારે આજે 136દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.

કોરોના વાયરસને (coronavirus) લઇને લોકડાઉનમાં (Lockdown) છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 308 દર્દી નોંધાયા છે. જેમાં શહેર વિસ્તારમાં 212 કેસ નોઁધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 6525 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 96 કેસ સાથે દર્દી સંખ્યા 1057 પર પહોંચી છે. કુલ દર્દી સંખ્યા 7582 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે 4 દર્દીના કોરોનાને લઇને મોત થયા છે. મોડી સાંજે વધુ નવ કોરોના દર્દીઓના મોત થતાં ગુરુવારના દિવસે કુલ 13 દર્દીઓના મોત થયા હતા. આમ મૃત્યુઆંક 296 થયો છે.

આ પણ વાંચોઃ-સુરતની હૃદયદ્રાવક ઘટના: અકસ્માતમાં પુત્રના મોતના સમાચાર બાદ પુત્ર વિયોગમાં માતાનું મોત

આજે શહેરમાંથી103 જ્યારે જિલ્લામાં આજે 33 દર્દીને રજા આપતા, કુલ 136 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા4488 જેમાં ગ્રામીય વિસ્તારના 493 દર્દી છે. આજે સેન્ટ્રલ ઝોન 28, વરાછા એ ઝોનમાં 32. વરાછા બી 30 રાંદેર ઝોન 20 કતારગામ ઝોનમાં 58 લીબાયત ઝોનમાં 21, ઉધના ઝોનમાં 7 અને અથવા ઝોનમાં 16 કેસ નોંધાયા.

આ પણ વાંચોઃ-અનોખા લગ્નઃ એક મંડપમાં એક દુલ્હાએ બે દુલ્હન સાથે લીધા ફેરા, એક સાથે લવ મેરેજ તો બીજી સાથે અરેન્જ મેરેજ

આ પણ વાંચોઃ-છેડતી કરવાનો અંજામ! પતિની સામે જ પોલીસકર્મીએ પત્નીની કરી છેડતી, પછી લોકોએ કરી આવી હાલતજોકે ગતરોજ કતારગામ ઝોનમાં આજે વધુ દર્દી નોંધાયા છે સાથે વરાછા બી ઝોન અને રાંદેર ઝોનમાં સાથે અથવા ઝોનમાં પણ દર્દીમાં પણ દર્દીમાં ઉછાળો આવ્યો છે સેન્ટર અને અથવા લીબાયત પણ દર્દીમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે તંત્રની ચિંતા પણ સતત વધી રહી છે. અહીં કોરોના ગાઈડઇનનું પાલન નથી થતું તેવું લાગી રહ્યુ છે, તંત્ર દ્વારા ટીમો બનાવી માસ્ક અને સોશિયલ ડિસ્ટનના ભંગ બદલ દંડની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

જોકે, જિલ્લામાં ચોર્યાસી 17, ઓલપાડ 11, કામરેજ 27, પલસાણા 15, બારડોલી 6, માંગરોળ 5, મહુવા 11અને ઉમરપાડામાં 4 કેસ નોંધાતા હતા. જોકે કોરોના આવ્યા બાદ જિલ્લા પહેલી વખત આટલા મોટા પ્રમાણ કેસ નોંધાયા છે. જિલ્લામાં સતત કેસ વધી રહ્યા છે. પોઝિટિવ કેસ સામે આવતા અને કોરોના વાયરસ આવ્યા બાદ, સુંરત જિલ્લા આરોગ્ય વિભાગ પણ દોડતું થઇ ગયું છે. થોડા દિવસ પહેલા આજ રીતે કેસ વધુ આવ્યા બાદ નિયત્રંણ હતું. પણ આજે ફરી એકવાર કેસ વધતા તંત્રની ચિંતા વધી છે.
Published by: ankit patel
First published: July 9, 2020, 8:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading