સુરતમાં 'Corona બૉમ્બ' ફૂટ્યો! 24 કલાકમાં જ 582 કેસ, આ વિસ્તારોમાં ચિંતા વધી

સુરતમાં 'Corona બૉમ્બ' ફૂટ્યો! 24 કલાકમાં જ 582 કેસ, આ વિસ્તારોમાં ચિંતા વધી
પ્રતિકાત્મક તસવીર

સુરત શહેરમાં 480 જયારે ગ્રામીણ વિસ્તારમાં 102 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 60222 પર પહોંચી છે, જયારે આજે 02 લોકોના કોરોનાથી મોત (Corona Death) સાથે મરણ આંક 1153 પર પહોંચ્યો છે,

  • Share this:
સુરત : દેશભરમાં કોરોનાવેક્સિન (Corona Vaccination) આપવાનું શરૂ થઈ ગયું છે, પરંતુ સુરત શહેરમાં કોરોનાના દર્દી (Corona patient)ત્રીજા રાઉન્ડમાં સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 582 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરત શહેરમાં 480 જયારે ગ્રામીણ વિસ્તારમાં 102 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 60222 પર પહોંચી છે, જયારે આજે 02 લોકોના કોરોનાથી મોત (Corona Death) સાથે મરણ આંક 1153 પર પહોંચ્યો છે, તેવામાં આજે 338 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.

કોરોના વાઇરસ(Coronavirus)ને લઇને લોકો કોરોના ગાઈડ લાઇન પાલન નહિ કરવાને લઈને ત્રીજ વખત કોરોના સંક્રમણનું પ્રમાણ વધી રહ્યું છે. સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરોત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 582 દર્દી નોંધાયા છે, જેમાં શહેર વિસ્તારમાં 480 કેસ નોંધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 46138 જયારે ગ્રામ્ય વિસ્તારમાં આજે વધુ 102 કેસ સાથે દર્દી સંખ્યા 14084 પર પહોંચી છે.આ પણ વાંચો :  સુરત : આણંદના માથાભારે યુવકની સરથાણામાં હત્યા, CCTV Videoમાં ખૂની ખેલના દૃશ્યો કેદ

287 મૃત્યુ જિલ્લાના છે અને 866 શહેર વિસ્તારના છે. કુલ મૃતઆંક 1153 પર પહોંચ્યો છે. આજે શહેરમાંથી 316 જ્યારે જિલ્લામાં આજે 22 દર્દીને રજા આપતા, કુલ 338 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા જેમાં શહેર વિસ્તારમાં 56,194 જયારે ગ્રામ્ય વિસ્તારના 13032 દર્દી છે.

ક્યા વિસ્તારમાં કેટલા કેસ?

આજે સેન્ટ્રલ ઝોનમાં 40, વરાછા એ ઝોનમાં 36, વરાછા બી 2 31 , રાંદેર ઝોન 98, કતારગામ ઝોનમાં 33, લીંબાયત ઝોનમાં 64, ઉધના ઝોનમાં 62 અને અથવા ઝોનમાં 116 કેસ નોંધાયા છે.જોકે ગતરોજ સુરતમાં અથવા અને ખાસ કરીને રાંદેર ઝોનમાં સંક્રમણ વધી રહ્યું છે, જેને લઈને કેટલાક વિસ્તારને કંટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે, ત્યારે તંત્રની ચિંતા પણ સતત વધી રહી છે. અહીંયા કોરોના ગાઇડલાઇનનું પાલન નથી થતું તેવું લાગી રહ્યુ છે. તંત્ર દ્વારા ટિમો બનાવી માસ્ક અને સોશિયલ ડિસ્ટનના ભંગ બદલ દંડની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો :   સુરત : 8 લાખની લૂંટનો Live Video, હીરાના વેપારીનો થેલો ઝૂંટવી લૂંટારૂઓ ફરાર

જિલ્લામાં ક્યાં કેટલા કેસ?

જોકે જિલ્લામાં ચોર્યાસીમાં 21, ઓલપાડ 09, કામરેજ 24, પલસાણા 13, બારડોલી 14, મહુવા 05, માંડવી 04, અને માંગરોળ 12, અને ઉમરપાડા 00 કેસ નોંધાતા તંત્ર દ્વારા કોરોના ટેસ્ટિંગ અહીંયા પણ વધારવામાં આવ્યું છે. જોકે સતત વધી રહેલા કેસમાં બહાર ગામથી આવતા લોકોમાં સંક્રમણનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે અને જો લોકો નિયમો નહીં પાળે તો આગામી દિવસોમાં કોરોના વિસ્ફોટ થાય તેવું લાગી રહ્યું છે.
Published by:Jay Mishra
First published:March 24, 2021, 21:55 pm

ટૉપ ન્યૂઝ