સુરતમાં જીવતો બોમ્બ! કોરોના પોઝિટિવ દર્દીએ લખાવ્યું ખોટું સરનામું, પોલીસ કરી રહી છે શોધખોળ

સુરતમાં જીવતો બોમ્બ! કોરોના પોઝિટિવ દર્દીએ લખાવ્યું ખોટું સરનામું, પોલીસ કરી રહી છે શોધખોળ
પ્રતિકાત્મક તસવીર

આરોગ્ય વિભાગને ખોટી માહિતી આપવા ઉપરાંત અન્ય લોકોને પણ વાયરસથી સંક્રમિત થવાનો ભય હોવાથી ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

  • Share this:
સુરત : કોરોના લઇને એક બાજુ લોકડાઉન ચાલી રહ્યું છે. સુરત સિવિલમાં કોરોના હોવાની શંકાના આધારે નવી સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ કરાવનાર દર્દીનો  રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો .પરંતુ આરોગ્ય વિભાગની ટીમ દર્દીના ઘરે પહોંચી તો જાણવા મળ્યું હતું કે, તેણે નામ-સરનામું અને મોબાઇલ નંબર ખોટા લખાવ્યા હતા. જેથી આરોગ્ય વિભાગને ખોટી માહિતી આપવા ઉપરાંત અન્ય લોકોને પણ વાયરસથી સંક્રમિત થવાનો ભય હોવાથી ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

કોરોના વાઇરસનું સક્ર્મણ ન થાય તે માટે તંત્ર દ્વારા લોકડાઉન આપવાંમાં આવ્યુ છે ત્યારે કોઈ દર્દીને કોરોના પોઝિટિવ આવે ત્યારે તેને તાતકાલિક દાખલ કરીને સારવાર આપવામાં આવે છે.  તેના સંપર્કમાં આવેલા લોકોને ક્વૉરન્ટીન કરવામાં આવે છે જેથી આ વાયરસ અન્ચ કોઈને લાગે નહિ. ત્યારે ગત તા. 25નાં રોજ કોરોના વાયરસના લક્ષણો ધરાવતા એક યુવાને પોતાનો મેડિકલ ટેસ્ટ નવી સિવિલ હોસ્પિટલમાં કરાવ્યો હતો. યુવાને ટેસ્ટ કરાવતી વખતે પોતાનું નામ અનિલ ભાઇલાલ ચૌહાણ ઉ.વ. 25 રહે. 13, ક્રિષ્ણાનગર સોસાયટી, ભાઠેના અને મોબાઇલ નં. 8932860066 લખાવ્યો હતો.અનિલનો મેડિકલ ટેસ્ટમાં કોરોનો પોઝીટીવ હોવાનો રિપોર્ટ આવ્યો હતો. જેથી સરકારની ગાઇડલાઇન મુજબ કોરોનાના દર્દીઓને સિવિલ હોસ્પિટલ ખાતે અલાયદા વોર્ડમાં સારવાર હેઠળ દાખલ કરવાનો હોવાથી મનપાના લિંબાયત ઝોનના ઉમરવાડા વોર્ડ 1 ના સેનેટરી ઇન્સ્પેકટર મહેશ છગન રાણાએ અનિલ ચૌહાણે લખાવેલા મોબાઇલ નંબર પર સંર્પક કર્યો હતો. પરંતુ ફોન નંબર અન્ય કોઇનો હોવાનું જણાતા સેનેટરી ઇન્સ્પેકટર મહેશ રાણા ટીમ સાથે અનિલે જે સરનામું લખાવ્યું હતું તે ભાઠેનાના ક્રિષ્ણાનગર ખાતે પહોંચ્યા હતા. પરંતુ ત્યાં પહોંચ્યા તો અનિલ ભાઇલાલ ચૌહાણ નામની એક પણ વ્યક્તિ રહેતી ન્હોતી અને સરનામું પણ ખોટું લખાવ્યું હતું.

આ પણ વાંચો - બારડોલી:14 વર્ષની તરૂણી અને 17 વર્ષનો તરૂણ બે વર્ષથી સાથે રહેતા હતા, સગીરાને ગર્ભ રહેતા ભાંડો ફૂટ્યો

કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવતા અને નામ-સરનામું અને મોબાઇલ નંબર ખોટો લખાવનાર યુવાન હાલમાં જીવતા બોમ્બ સમાન ખુલ્લેઆમ ફરી રહ્યો છે. આ બાબતને ગંભીરતાથી લઇ સેનેટરી ઇન્સ્પેકટર મહેશ રાણાએ ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે, આ યુવાન બાજારમાં જાહેરમાં ફરીને અન્ય કોઈને ચેપ આપે તેવી શક્યતા છે. ત્યારે આવ લોકો સામે તંત્ર દ્વારા લાલ આંખ કરીને તેની શોધકોર શરુ કરી છે. જોકે તંત્ર ને ખોટી માહિતી આપવા મામલે તેને વિરુદ્ધ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે.

આ પણ જુઓ : 
Published by:News18 Gujarati
First published:April 30, 2020, 12:21 pm

ટૉપ ન્યૂઝ