સુરત : પિતાના મૃત્યુ બાદ પુત્રને મૃતદેહ માટે 17 કલાક રઝળાવ્યો, હૉસ્પિટલ સામે ગંભીર આરોપો

સુરત : પિતાના મૃત્યુ બાદ પુત્રને મૃતદેહ માટે 17 કલાક રઝળાવ્યો, હૉસ્પિટલ સામે ગંભીર આરોપો
સુરતમાં માનવતા મરી પરિવારી હોવાના કિસ્સામાં વધુ એક કરૂણ કિસ્સાનો ઉમેરો

મહારાષ્ટ્રથી સુરતમાં સારવાર માટે આવેલા પરિવારે એડવાન્સ 2.70 લાખ રૂપિયા ભર્યા હતા છતાં પરિવારને 5.50 લાખના બીલ માટે હૉસ્પિટલે મૃતદેહ ન સોપ્યો હોવાની રાવ

  • Share this:
સુરતની (Surat)  એક ખાનગી હોસ્પિટલમાં (Hospital) કોરોના સારવાર માટે મહારાષ્ટથી (Maharashtra) આવેલા પરિવારને કડવો અનુભવ થયો છે. હૉસ્પિટલે પરિવારના આક્ષેપ મુજબ એડવાન્સમાં 2.70 લાખ રૂપિયા લઈ લીધા હતા ત્યારબાદ 17 દિવસની સારવારના અંતે મૃત્યુ પામનાર દર્દીનાં પરિવારને બાકીના 2.70 લાખ જેટલા રૂપિયાના બીલની વસૂલી માટે મૃતદેહ સોંપ્યો નહોતો. પરિવારે આ અંગે આક્ષેપ કર્યો કે માસૂમ બાળક પોતાના પિતાના મૃતદેહ માટે 17 કલાકથી દવાખાનાની બહાર ઊભો રહ્યો છે અને અંતે અમે પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરીને પોલીસ બોલાવી ત્યારે અમને ડેડબોડી આપવામાં આવી છે.

આવી ઉઘાડી લૂંટ અને માનવતા નેવે મૂકવાના કિસ્સાઓ સામે આવ્યા છે. ચોક્કસથી હૉસ્પિટલનો બાકી બીલ વસૂલવાનો હક હશે પરંતુ માણસનો જીવ જ નથી બચ્યો ત્યારે પૈસા મહત્ત્વના છે કે તેની મોતનો મલાજો એ માલેતૂજાર તબીબોને નહીં સમજાય. તબીબો દ્વારા ઝાડી ચામડીના બનીને પશુઓ જેવું વર્તન કરવામાં આવતું હોવાનો આ કિસ્સો ફક્ત સુરતનો નથી રાજ્યના ગામે ગામથી આવા કિસ્સાઓની વણઝરાર થઈ રહી છે.આ પણ વાંચો : સુરત : કર્ફ્યૂ ભંગની બીકમાં દીકરીની સારવાર માટે આખી રાત રાહ જોઈ, સવારે થયું મોત

આ અંગે મૃતકના સુરત ખાતે રહેતા સંબંધી પૃથ્વીરાજ રાજપૂતે પત્રકારોને જણાવ્યું કે 'મારા સ્વજનને મહારાષ્ટ્રથી 17 દિવસ પૂર્વે અહીંયા લાવવામાં આવ્યા હતા. 17 દિવસ પહેલાં આ પરિવારે 2.70 લાખની ડિપોઝિટ ચૂકવી હતી. ગઈકાલે બપોરે અમને જણાવ્યું કે તમારા સ્વજનનું મોત થયું છે. અમે જ્યારે મૃતદેહ માંગ્યો તો તબીબોએ કહ્યું કે પહેલાં બાકીના અઢી લાખ ભરો પછી જ મૃતદેહ મળશે'રાજપૂતના આક્ષેપો ગંભીર હતા અને તેથી જ આ આ અંગે હૉસ્પિટલે ખુલાસો આપવાની જરૂર હતી.જોકે, આ ખાનગી હૉસ્પિટલ મીડિયા સામે બોલાવ તૈયાર નથી તેવું જણાઈ રહ્યું  છે. દરમિયાનમાં રાજપૂતે સુરતના ધારાસભ્ય સંઘવી, પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ પાટિલ, આરોગ્ય મંત્રી કાનાણીને પણ આ સંદર્ભે ફરિયાદ કરવા ફોન કર્યા હોવાની વાત કરી હતી.

રાજપૂતે જણાવ્યું કે 'અમે અંતે પોલીસનો સહારો લીધો અને પોલીસને કંટ્રોલ રૂમમાં ફોન કરીને બોલાવી. પોલીસની બીકે આ તબીબોએ સ્ટ્રેચર પર મૃતદેહ મૂકી અને જતા રહ્યા અને પોલીસને એવું કહ્યું કે કાર્યવાહી ન કરશો મૃતદેહ આપી દઈએ છીએ. એટલે શું સામાન્ય માણસો પોલીસ બોલાવશે નહીં ત્યાં સુધી હૉસ્પિટલ મૃતદેહ પણ નહીં આપે'

સ્ટ્રેચર પર મૃત્યુ પછી પણ અંતિમ સંસ્કારની વાટે રહેલા આ મૃતદેહનો મોતનો મલાજો ન જળવાયો


આ પણ વાંચો : વલસાડ : પોલીસે પીછો કરીને દારૂ ભરેલો ટ્રક પકડ્યો, કોસ્ટલ હાઇવે પર ફિલ્મી દૃશ્યો સર્જાયા

ખેર રાજ્યમાં જે થઈ રહ્યું છે તે સૌ કોઈ નરી આંખે જોઈ રહ્યા છે. આરોગ્ય સંકટમાંથી આપણું રાજ્ય ક્યારે ઉગરશે એ તો સમય જ કહેશે પરંતુ હાલમાં જે કઈ પણ થઈ રહ્યું છે તે જોતા એવું કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી કે 'માનવતા મરી પરવારી'
Published by:Jay Mishra
First published:April 14, 2021, 17:00 pm

ટૉપ ન્યૂઝ