સુરત : કોરોનામાંથી સાજા થયેલા અનેક દર્દીઓ મ્યુકરમાઇકોસીસની ઝપટમાં, 200 જેટલા કેસ આવ્યા
સુરત : કોરોનામાંથી સાજા થયેલા અનેક દર્દીઓ મ્યુકરમાઇકોસીસની ઝપટમાં, 200 જેટલા કેસ આવ્યા
એક્સરેની તસવીર
મ્યુકરમાઇકોસીસ નામની બીમારી એક પ્રકારનું ફંગલ છે.જે ખૂબ જ ઝડપથી પ્રસરી છે.ખાસ કરીને કોરોનાની સારવાર લીધા બાદ સ્વસ્થ થયેલા દર્દીઓને વધુ જોખમ આ બીમારીથી રહેલું છે
સુરતમાં (Surat) માંડ માંડ કોરોનાથી (Coronavirus) મહદ અંશે રાહત અનુભવી રહેલા લોકોમાં ફરી એક વખત ચિંતાનું મોજું ફરી વળ્યું છે.કારણ કે સુરત સહિત રાજ્યમાં મ્યુકરમાઇકોસીસ (mucormycosis) બીમારીએ માથું ઊંચક્યું છે.મ્યુકરમાઇકોસીસ નામની બીમારી એક પ્રકારનું ફંગલ છે.જે ખૂબ જ ઝડપથી પ્રસરી છે.ખાસ કરીને કોરોનાની સારવાર લીધા બાદ સ્વસ્થ થયેલા દર્દીઓને વધુ જોખમ આ બીમારીથી રહેલું છે. જેથી સમયસર તબીબી સારવાર મળી રહે તો આ બીમારીથી બચી શકાય છે.
સુરતમાં મળતી માહિતી પ્રમાણે અંદાજીત બસો જેટલા કેસો હાલ સામે આવ્યા છે.જ્યારે કતારગામની ખાનગી હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસીસ બીમારીનો ભોગ બનેલાં ચાલીસથી વધુ દર્દીઓ હાલ સારવાર લઈ રહ્યા છે.જ્યારે 60 જેટલા દર્દીઓ વેઇટિંગમાં હોવાનું જાણવા મળે છે.
સુરતમાં હાલ કોરોનામાંથી લોકોને આંશિક રાહત મળી છે.સુરતમાં મૃતયાંક પણ ઘટ્યો છે.જેના પગલે તંત્ર અને લોકોએ પણ રાહત અનુભવી છે.જો કે આ વચ્ચે મ્યુકરમાઇકોસીસ બીમારીએ માથું ઊંચક્યું છે. જે બીમારી કોરોનાની સારવાર લીધા બાદ સ્વસ્થ થયેલા દર્દીઓ માટે જોખમરૂપ સાબિત થઈ શકે છે.શહેરના તબીબો સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે હમણાં સુધી 200 જેટલા કેસ હાલ આવી ચુક્યા છે. જે કેસોમાં વધારો થવાની સંભાવના છે.સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ કિરણ હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસીસ બીમારીનો ભોગહાલ ચાલીસ જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
કિરણ હૉસ્પિટલના ટ્રસ્ટી મથુરભાઈ સવાણી અને ડૉ.ભાવિન પટેલ
જે પૈકી ચાર દર્દીઓના ઓપરેશન કરાવવાની ફરજ પડી છે.કાન,નાક,મોઢામાં દુખાવો સહિત આંખમાંથી લોહી નીકળવું ઉપરાંત નાક બંધ થઈ જવું જેવા લક્ષણો મ્યુકરમાઇકોસીસ બીમારીમાં રહેલા છે.સમયસર આ બીમારીમાં સારવાર નહિ કરાવવામાં આવે તો પ્રાણઘાતક સાબિત થઈ શકે છે.કતારગામની કિરણ હોસ્પિટલમાં હાલ 60 જેટલા દર્દીઓ વેઇટિંગ બોલાઈ રહ્યા છે.
જ્યારે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ચાલીસ જેટલા દર્દીઓ રાજકોટ,સુરેન્દ્રનગર, બોટાડ ,અને અન્ય રાજ્યો બહારના છે.આ બીમારીમાં દોઢ મહિનાની સારવાર લેવી પડે છે.જેમાં પ્રતિદિવસ 6 જેટલા ઇન્જેક્શન દર્દીને આપવામાં આવે છે.જેમાં પ્રત્યેક ઇન્જેક્શનની કિંમત માત્ર પાંચ થી સાત હજાર જેટલી થાય છે.પરિણામે દોઢ મહિનાની સારવાર દરમ્યાન 180 જેટલા લાખોની કિંમતના ઇન્જેક્શન પણ દર્દીને આપવામાં આવી રહ્યા છે.જેની સારવાર પણ ખૂબ જ ખર્ચાળ રહેલી છે.આ બીમારીનું સૌથી વધુ જોખમ ડાયાબીટીસના દર્દીઓને પણ રહેલું છે.આ બીમારીથી બચવા સૌથી વધુ સ્વચ્છતા રાખવી અને પૌષ્ટિક આહાર લેવો તે એકમાત્ર રામબાણ ઈલાજ છે,તેમ તબીબોનું કહેવું છે.
મોરબીમાં પણ 300 કેસ
મોરબીમાં આ બીમારીને લઈને ડોક્ટરો પણ અલર્ટ પર આવી ગયા છે હજુ કોરોના થી મોરબી ઉભું નથી થયું ત્યાં જ નવો રાક્ષસ મોરબીની શાંતિ ધમરોળવા તૈયારી કરી રહ્યો હોય તેમ ધીમે ધીમે મોરબીમાં મ્યુકરમાયકોસીસ પ્રસરી ગયો છે લોકો પાસેથી જાણવા મુજબ મોરબીમાં હાલ મ્યુકરમાયકોસીસના 300 જેટલા દર્દીઓ છે જે મોરબી અમદાવાદ રાજકોટ સારવાર લઈ રહ્યા છે.
તો બીજી બાજુ મોરબીના સ્પર્શ ક્લિનિકના સ્કિન સ્પેશ્યાલિસ્ટ ડો.જયેશ સનારીયાના જણાવ્યા અનુસાર આ મ્યુકરમાયકોસીસ એ પ્રથમ નાકમાંથી શરૂ થાય છે બાદમાં શરીરના જુદા જુદા ભાગો પર અસર કરે છે અને બસમાં આંખ કાન અને મગજ પર આવે છે જેના લીધે વ્યક્તિનો ચહેરો કદરૂપો કરી નાખે છે અંતે તેં દર્દી તડપી તડપીને મોત ને ભેટે છે આથી તમામ લૌકોએ સાવચેતી રાખવી જરૂરી છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર