સુરત : લૉકડાઉનની રાહત વચ્ચે 40 નવા કેસ અને 1 મોત, 16 લાખ નાગરિકો ક્વૉરન્ટીન


Updated: May 18, 2020, 11:07 PM IST
સુરત : લૉકડાઉનની રાહત વચ્ચે 40 નવા કેસ અને 1 મોત, 16 લાખ નાગરિકો ક્વૉરન્ટીન
કાલથી સુરતમાં હીરા ઉદ્યોગ સહિત મોટાભાગના વિસ્તારોમાં શરતોને આધીન વેપાર ધંધા કરવાની છૂટ, કોરોનાનો કહેર યથાવત

કાલથી સુરતમાં હીરા ઉદ્યોગ સહિત મોટાભાગના વિસ્તારોમાં શરતોને આધીન વેપાર ધંધા કરવાની છૂટ, કોરોનાનો કહેર યથાવત

  • Share this:
કોરોના વાઇરસનું સંક્ર્મણ અટકાવા માટે તંત્ર દ્વારા લોકડાઉન આપવામાં આવ્યુ છે ત્યારે આજથી ચોથા તબકના લોકડાઉણ શરુ થયું છે ત્યારે લોકડાઉનનાં પહેલાં દિવસે સુરતમાં કોરોના પોઝિટિવ દર્દી સંખ્યા વધી છે. સુરતમાં શહેર વિસ્તારમાં 35 જયારે ગ્રામીણમાં 5 દર્દી સાથે 40 દર્દી નોંધાયા છે જેને લઇને દર્દી સંખ્યા કુલ 1173 પર પોચી છે જયારે એક દર્દીનું મોત થયા મરણ આંક 53 પર પહોંચ્યો છે

કોરોના વાઇરસને લઇને ગુજરાત અમદાવાદ બાદ સુરતમાં સતત દર્દીની સંખ્યા વધી રહી છે. આજે સુરતમાં 40 દર્દી નોંધાયા છે. જેમાં શહેર વિસ્તારમાં 35 દર્દી સાથે દર્દીની સંખ્યા  1090  જયારે ગ્રામીણ વિસ્તારમાં આજે  કોરોના પોઝિટિવ દર્દી નોંધાતા દર્દી સંખ્યા 83 પર પહોંચી છે. ત્યારે કુલ દર્દી સંખ્યા 1173 પર પહોંચવા પામી છે. દરમિયાન લૉકડાઉનના 55માં દિવસે પણ સુરતમાં 41 વિસ્તારોમાં કન્ટેઇનમેન્ટ એરિયા તરીકે રાખવામાં આવ્યા છે જેમાં મળીને કુલ 16 લાખ નાગરિકો ક્વૉરન્ટીનમાં છે.

જોકે આજે વધુ એક દર્દીનું મોત પણ નોંધાયું છે. શહેરના ઉમરવાડા સંજયનગર ઝૂંપડપટ્ટીમાં રહેતા 49 વર્ષીય મેહબૂબ ખાન ઉમરખાન શેખનો 13 મેના રોજ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેનું આજે મોત થયું છે. તેમને કેન્સરની બીમારી હતી.જોકે આ સાથે મારણ આંક 53 પર પહોંચ્યો છે  જેમાં લિંબાયત ઝોનમાં સૌથી વધુ 15 કેસ નોંધાયા છે. જ્યારે સેન્ટ્રલ ઝોનમાં 7, કતારગામ ઝોનમાં 7, વરાછા-એ ઝોનમાં 1 અને ઉધના ઝોનમાં 5 કેસ નોંધાયા છે.

આ પણ વાંચો :  લૉકડાઉનમાં રાહત : રાજ્યમાં કાલથી શું ખૂલશે અને શું બંધ રહેશે, સરકારની જાહેરાત અને નિયમ

જોકે દર્દી સંખ્યા જે રીતે વધી રહીં છે તેને જોતા તંત્ર દ્વારા 1714 ટિમ દ્વારા 362990 ઘરોમાં આજે સર્વે કરવામાં આવ્યા હતા. જોકે અત્યાર સુધીમાં તંત્ર દ્વારા 1383044 કરી લેવામાં આવ્યો છે. સિવિલ હૉસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં 243 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 38 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 1- વેન્ટિલેટર, 15- બીપેપ અને 22 દર્દીઓ ઓક્સિજન પર હોવાથી ડોક્ટરોની ટીમ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે શહેરમાં વધુ 21 દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થતા તેમને રજા આપી દેવામાં આવી છે. આ સાથે શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 760 વ્યક્તિઓએ કોરોનાને મ્હાત આપી છે.
First published: May 18, 2020, 11:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading