સુરત : લૉકડાઉનની છૂટ વચ્ચે 24 કલાકમાં 37 નવા કેસ, એક મોત, એક સાથે 43 દર્દીએ કોરોનાને હરાવ્યો

News18 Gujarati
Updated: May 20, 2020, 6:53 PM IST
સુરત : લૉકડાઉનની છૂટ વચ્ચે 24 કલાકમાં 37 નવા કેસ, એક મોત, એક સાથે 43 દર્દીએ કોરોનાને હરાવ્યો
પ્રતિકાત્મક તસવીર

સુરતમાં ચિંતાજનક સ્થિતિ વચ્ચે દર્દીઓના સાજા થવાની સંખ્યા વધી, એક સાથે 43 દર્દીને આજે ડિસ્ચાર્જ અપાતા મોટી રાહત

  • Share this:
કોરોના વાઇરસનું સંક્ર્મણ અટકાવા માટે તંત્ર દ્વારા લોકડાઉન આપવામાં આવ્યુ છે ત્યારે ગઈકાલથી ચોથા તબક્કાના લૉકડાઉનમાં છૂટ આપવામાં આવી છે ત્યારે છૂટછાટનાં બીજા દિવસે સુરતમાં કોરોના પોઝિટિવ દર્દી સંખ્યા વધી છે. સુરતમાં શહેર વિસ્તારમાં 35 જયારે ગ્રામીણમાં 2 દર્દી સાથે 37 નવા દર્દી નોંધાયા છે જેને લઇને દર્દી સંખ્યા કુલ 1240 પર પહોંચી છે જયારે એક દર્દીનું મોત થયા મરણ આંક 56 પર પહોંચ્યો છે

કોરોના વાઇરસને લઇને ગુજરાત અમદાવાદ બાદ સુરતમાં સતત દર્દીની સંખ્યા વધી રહી છે. આજે સાંજે 5.00 વાગ્યા સુધી નોંદાયેલા આંકડા મુજબ કોરોનાના છેલ્લા 24 કલાકમાં 37 નવા  દર્દી નોંધાયા છે. જેમાં શહેર વિસ્તારમાં 35 દર્દી સાથે દર્દીની સંખ્યા  1154  જ્યારે ગ્રામણિ સુરતમાં એટલે કે જિલ્લામાં કુલ સંખ્યા વધીને 86 થઈ છે.  હાલમાં સુરતના 8 લાખથી વધુ નાગરિકો લૉકડાઉનની છૂટ વચ્ચે પણ કન્ટેઇનમેન્ટમાં છે. દરમિયાન આજે સુરતમાંથી એક સાથે મોટી સંખ્યામાં લોકોને રજા આપવામાં આવી છે.

એક સાથે 43 દર્દીએ કોરોનાને હરાવ્યો

સુરત શહેર જિલ્લાના જે 1240 સંક્રમિતો નોંધાયા છે તેમાંથી અત્યારસુધીમાં આજે એક સાથે 43 દર્દીઓએ કોરાનાને હરાવ્યો છે. આજે શહેરની જુદી જુદી કોવિડ હોસ્પિટલમાંથી એક સાથે 43 દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું હતું જે સુરત માટે એક રીતે સારા સમાચાર છે. અત્યારસુધીમાં સુરતમાંથી 827 દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો :   સુરત : દેખાવો વખતે પરપ્રાંતીયનું મોત, પત્ની બાળક નિરાધાર બન્યા, ઓરિસ્સામાં અમરોલી પોલીસ સામે ગુનો દાખલ

હીરા ઉદ્યોગ અને ટેક્સટાઇલ માર્કેટ ખોલવાની મંજૂરીઆ તમામ ગતિવિધિઓની વચ્ચે સુરતને પૂન: ધબકતું કરવા માટે હવે હીરાઉદ્યોગ અને ટેક્સટાઇલ માર્કેટોને ખોલવા માટેની મંજૂરી આપી દેવામાં આવી છે. શહેરના તમામ ઉદ્યોગપતિઓએ ગઈકાલે પાલિકાના કમિશનર પાની સાથે બેઠક યોજી હતી અને તેના આધારે 50 ટકા સ્ટાફ સાથે હીરા ઉદ્યોગ અને ઓડ ઇવન એટલે કે દુકાનોની એકીબેકી સંખ્યાના આધારે ટેક્સટાઇલ માર્કેટ ખોલવાનો નિર્ણય કરી લીધો છે.

 
First published: May 20, 2020, 6:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading