સુરત : લૉકડાઉનની રાહતના પહેલાં દિવસે જ 30 પોઝિટિવ કેસ, એક મોત, હવે ખરાખરીનો ખેલ

News18 Gujarati
Updated: May 19, 2020, 7:23 PM IST
સુરત : લૉકડાઉનની રાહતના પહેલાં દિવસે જ 30 પોઝિટિવ કેસ, એક મોત, હવે ખરાખરીનો ખેલ
પ્રતિકાત્મક તસવીર

બહાર નીકળનારા લોકો જો સાચવચેતી નહીં રાખે તો સંક્રમણ પ્રસરાશે. જિલ્લામાં પોઝિટવ કેસનો આંકડો 1200ને પાર

  • Share this:
સુરત : કોરોના વાઇરસનું સંક્ર્મણ અટકાવા માટે તંત્ર દ્વારા લોકડાઉન આપવામાં આવ્યુ છે ત્યારે આજથી ચોથા તબકના લોકડાઉણ શરુ થયું છે ત્યારે લોકડાઉનની રાહત મળ્યાના પહેલાં દિવસે સુરતમાં કોરોના પોઝિટિવ દર્દી સંખ્યા વધી છે. સુરતમાં શહેર વિસ્તારમાં 29 જયારે ગ્રામીણમાં
1 દર્દી સાથે 30 દર્દી નોંધાયા છે જેને લઇને દર્દી સંખ્યા કુલ 1203 પર પોચી છે જયારે એક દર્દીનું મોત થયા મરણ આંક 54 પર પહોંચ્યો છે

લૉકડાઉનમાં છૂટછાટ બાદ રાજ્યમાં સુરત શહેરનું નવું કન્ટેનમેન્ટ વિસ્તારનું લિસ્ટ આપવામાં આવ્યું છે. આ લિસ્ટ મુજબ રાજ્યના 1,89,608 મકાનો કન્ટેનમેન્ટ વિસ્તારોમાં આવશે. જ્યારે આ વિસ્તારમાં રહેતા 8,43,862 લોકો કન્ટેનમેન્ટ વિસ્તારમાં આવરી લેવામાં આવ્યો છે. જોકે, આવતીકાલતી સુરતમાં જ્યારે હીરા ઉદ્યોગ અને ટેક્સટાઇલની બજારો ખૂલશે ત્યારે ખરાખરીનો ખેલ થસે. જો કોઈ વ્યક્તિ સાવચેતી નહીં રાખે તો મોટું સંક્રમણ પ્રસરાવાની શક્યતા છે.

આ પણ વાંચો :  ખુશખબર! બુધવારથી સુરતમાં હીરા ઉદ્યોગ ધમધમશે, ટેક્સટાઇલ બજારો પણ ખૂલશે

50 ટકા સ્ટાફ સાથે હીરા ઉદ્યોગ ધમધમશે

સુરતમાં આજે તંત્ર દ્વારા ઉધોગો શરુ કરવાની મંજૂરી આપવામાં આવી છે ત્યારે આજે મનપા કમિશનર દ્વારા ઉધોગ પતિ સાથે એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં કોરોનાથી બચવા માટેની તકેદારી સાથે ઉદ્યોગો શરૂ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ બેઠકમાં જણાવાયું હતું કે, સુરત શહેર વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીઝ અથવા યુનિટ શરૂ થશે.આ પણ વાંચો :  BigNews : નીતિન પટેલનું મોટું નિવેદન, 'કન્ટેનમેન્ટ ઝોન સિવાય એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા પાસની જરૂર નથી'

જેમાં કન્ટેઈન્ટમેન્ટ ઝોનમાંથી કોઇપણ વ્યક્તિને કામ માટે રાખી શકાશે નહીં. સુરતમાં ટેક્સ્ટાઇલ માર્કેટની દુકાનો એકી બેકી તારીખ સાથે ખોલવાની મંજૂરી આપવામાં આવે છે. જ્યારે ડાયમંડ, વિવિંગ અને પાવર ઇન્ડસ્ટ્રીઝ રોજ શરૂ રહેશે પણ તેમાં 50 ટકા સ્ટાફ હાજર રાખી શકાશે.
First published: May 19, 2020, 7:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading