કોરોના ગાઈડલાઈનના ધજાગરા! સુરતમાં આરોગ્ય મંત્રી અને બેંક કર્મચારીઓ ફોટો પડાવવામાં ભાન ભૂલ્યા


Updated: July 31, 2020, 3:51 PM IST
કોરોના ગાઈડલાઈનના ધજાગરા! સુરતમાં આરોગ્ય મંત્રી અને બેંક કર્મચારીઓ ફોટો પડાવવામાં ભાન ભૂલ્યા
આરોગ્ય મંત્રી સાથે બેન્ક કર્મચારીઓની તસવીર

અહીં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે માસ્ક વગર ફોટો સેશન કર્યું હતું. જેને લઈને અનેક વિવાદો ઉભો થયો છે.

  • Share this:
સુરતઃ કોરોના કહેર (coronavirus) સુરતમાં (surat) દિવસે ને દિવસે વધી રહ્યો છે. ત્યારે લોકોને કોરોના ગાઈડલાઇન (Guideline) પાલન કરવા માટે તંત્ર દ્વારા અનેક વખત સૂચના આપવામાં આવી છે. ત્યારે શહેરના લોકો ચોકસ પાલન કરે છે પણ આ ગાઈડ લાઇન પાલન કરવાની લોકોની શીખ આપતા લોકો ગાઈડ લાઇન પાલન કરતા નથી. ત્યારે આજે વરાછા (Varachha) બેન્કના (bank) કર્મચારી અને ગુજરાતના આરોગ્ય મંત્રી (Health Minister of Gujarat) ત્યારે સવાલ ઉભા થવા પામ્યા છે કે શું આમની સામે તંત્ર કાર્યવાહી કરશે કે પછી દર વખતની જેમ ચૂપ રહશે

કોરોના મહામારીમાં (corona pandemic) સુરતમાં દરરોજ કોરોના સક્ર્મણને લઇને સતત દર્દીની સંખ્યા વધી રહી છે. તેવામાં તંત્ર દ્વારા લોકોને કોરોના ગાઈડલાઇનનું કડક પાલન કરવાની સૂચના આપવામાં આવી છે. જો ગાઈડ લાઇન પાલન નથી કરવામાં આવતું તેવા લોકો સામે તંત્ર કડક કાર્યવાહી કરી પહેલા દંડ અને બાદમાં કાયદાકીય કાર્યવાહી કરતી હોય છે. ત્યારે સરકાર દ્વારા આત્મનિર્ભર યોજના શરૂ કરવામાં આવી છે. ત્યારે સુરતના વરાછા વિસરતામાં આવેલા વરાછા બેન્ક દ્વારા આજે સહાય યોજનાના ચેક વિતરણ કાર્યકર રાખવામાં આવીયો હતો.

આ પણ વાંચોઃ-તહેવારો પહેલા ગૃહિણીઓ માટે સારા સમાચાર, પહેલીવાર સીંગતેલના ભાવમાં આટલો બધો થયો ઘટાડો

આ પણ વાંચોઃ-રાજકોટઃ લોકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા જસદણમાં નવતર પ્રયોગ, ચાની લારી પર ઉપલબ્ધ છે હર્બલ ટી

આ ચેક ગુજરાતના આરોગ્ય મંત્રીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા. જોકે આ કાર્યકમ પૂર્ણ થયા બાદ બેન્કના કર્મચારી અને સંચલકોએ એક ફોટો સેશન કર્યું હતું. જોકે આ ફોટો સેશનમાં આ તમામ લોકો કોરોનાની ગાઈડલાઇન ભૂલી ગયા હતા. જોકે અહીં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે માસ્ક વગર ફોટો સેશન કર્યું હતું. જેને લઈને અનેક વિવાદો ઉભો થયો છે.

આ પણ વાંચોઃ-પતિને જીવતો કે મૃત મોકલ, નહીં તો તારા બાળકનું માથું મોકલીશ': પત્નીએ પરિચિત મહિલાના બાળકનું અપહરણ કર્યુંકારણકે અહીં તમામ નિયમોના ધજાગરા ઉડાડવામાં આવ્યા હતા. જો કોઈ સન્માનીય વ્યક્તિ આજ પ્રકારે કરે તો તેને દંડ અને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે.

વીડિયોમાં જુઓ ગુજરાત સરકારને શું મોટો ફટકો પડ્યો છે?

ત્યારે અહીં કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે બાબતે સવાલો ઉભા થવા પામ્યા છે. જોકે અનેક વખત કોરોના ગાઈડ લાઇનના નિયમો તોડ્યા બાદ પણ આજ દિન સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. તેવામાં આ મામલે કાર્યવાહી કરવામાં આવશે કે કેમ એ જોવું જ રહ્યું.
Published by: ankit patel
First published: July 31, 2020, 3:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading