Coronavirus : રાજ્યમાં કોરોનાથી પ્રથમ મોત, સુરતમાં 69 વર્ષનાં વૃદ્ધનું મોત, વડોદરામાં વૃદ્ધાનું મોત, કોરોનાનો રિપોર્ટ પેન્ડીંગ

News18 Gujarati
Updated: March 22, 2020, 5:19 PM IST
Coronavirus : રાજ્યમાં કોરોનાથી પ્રથમ મોત, સુરતમાં 69 વર્ષનાં વૃદ્ધનું મોત, વડોદરામાં વૃદ્ધાનું મોત, કોરોનાનો રિપોર્ટ પેન્ડીંગ
પ્રતિકાત્મક તસવીર

વડોદરામાં 65 વર્ષીય મહિલાનું મોત થયું જેમનો કોરોના રિપોર્ટ પેન્ડીંગ હતો, સુરતના વૃદ્ધ દિલ્હી-જયપુરથી પ્રવાસ કરી આવ્યા હતા.

  • Share this:
સુરત/વડોદરા : રાજ્યમાં (Gujarat) કોરોના વાયરસના (coronavirus)એ ભરડો લઈ લીધો છે. ગઈકાલે રાજ્યમાં કોરોના વાયરસનાં જે પોઝિટિવ કેસ હતા તે વધીને પોઝિટિવ કેસનો (Positive case)ની સંખ્યા 18 થઈ છે. દરમિયાન રાજ્યમાં કોરોના વાયરસના કારણે પ્રથમ મોત (First Death due to corona) થયું છે. પ્રાપ્ત અહેવાલો મુજબ સુરતનાં 69 વર્ષીય વૃદ્ધ (69 years old man died due to corona virus) કોરાના વાયરસના કારણે મોત થયું છે. પ્રાપ્ત અહેવાલ મુજબ સુરતના આઠવા લાઇન્સ વિસ્તારના વૃદ્ધ હૉસ્પિટલમાં દાખલ હતા.

વિદેશ યાત્રા નહોતી કરી

પ્રાથમિક અહેવાલો અનુસાર આ વૃદ્ધે વિદેશ પ્રવાસ નહોતો કર્યો પરંતુ તેઓ દિલ્હી અને જયપુરથી યાત્રા કરી સુરત આવ્યા હતા. 17મી માર્ચે તેમની તબિયત લથડતા વૃદ્ધને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દરમિયાન તેમનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

રિપોર્ટ પહેલા અસ્થમા હતો

સુરતના આ દર્દીને કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો તે પહેલાં અસ્થમાની બીમારી હતી. દરમિયાન હૉસ્પિટલમાં નિદાન સમયે જાણવા મળ્યું હતું કે તેમની કિડની પણ ફેલ થઈ ગયેલી હતી. આ દર્દીને સારવાર દરમિયાન તબીબોને અનેક સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો અંતે તેમણે શ્વાસ છોડી દીધો હતો.



વડોદરામાં 65 વર્ષનાં મહિલાનું મોત કોરોનાનો રિપોર્ટ પેન્ડીંગ

દરમિયાન વડોદરામાં 65 વર્ષીય મહિલાનું મોત થયું છે. મહિલાને શંકાસ્પદ કોરોના જણાતા સારવાર લઈ રહ્યા હતા દરમિયાન તેમનું મોત થયું. રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી કે સુરત અને વડોદરામાં બે મોત થયા છે. વડોદરામાં મૃત્યુ પામેલા મહિલાનો કોરોના વાયરસનો રિપોર્ટ
First published: March 22, 2020
વધુ વાંચો
अगली ख़बर