સુરતઃ મનપાના કર્મચારીઓમાં વધતા કોરોના કેસથી ચિંતા વધી, SMCએ જાહેર કરી 'આવી' વિશેષ નોધ

સુરતઃ મનપાના કર્મચારીઓમાં વધતા કોરોના કેસથી ચિંતા વધી, SMCએ જાહેર કરી 'આવી' વિશેષ નોધ
ફાઈલ તસવીર

કોવિડ વોરિયર્સ તરીકે સતત ફીલ્ડમાં કામ કરનાર કર્મચારીઓમાં સંક્રમણનું પ્રમાણ વધતાં મનપા કમિશનર પણ ચિંતિત બન્યા છે.

  • Share this:
સુરતઃ શહેરમાં કોરોના વાયરસનો (coronavirus) ફેલાવો દિવસેને દિવસે વધતો જાય છે ત્યારે મનપાના (SMC) કર્મચારીઓમાં પણ કોરોના સંક્રમણનું પ્રમાણ ઘણું વધી રહ્યું છે. કોવિડ વોરિયર્સ (corona warriors) તરીકે સતત ફીલ્ડમાં કામ કરનાર કર્મચારીઓમાં સંક્રમણનું પ્રમાણ વધતાં મનપા કમિશનર (SMC Commissioner) પણ ચિંતિત બન્યા છે.

મનપાના પોઝિટિવ (coronavirus) આવેલા કર્મચારીઓને તાત્કાલિક સારવાર ઉપલબ્ધ થઇ શકે તે માટે મનપા કમિશનરે વિશેષ નોધ ઇસ્યૂ કરી છે.  જેમાં મનપાના કોઇ પણ કર્મચારી હોઇ તેઓ એમઓયુ વાળી ખાનગી હોસ્પિટલમાં (private hospital) દાખલ થઇ શકસે જેની માટે મનપાના યુનયનો દ્વારા આક્રમક વલણ અપનાવવામાં આવ્યું હતું.મનપાના કર્મચારીઓને જા કોરોના સંક્રમણના લક્ષણો જણાય તો સ્મીમેર હોસ્પિટલ કે અર્બન હેલ્થ સેન્ટરોમાં તાકીદે ટેસ્ટ કરાવવાનો રહેશે. કર્મચારીઓને ટેસ્ટ બાબતે અગ્રીમતા આપવાની રહેશે.  અધિકારી/કર્મચારીને સામાન્ય લક્ષણો જણાય તો સંલગ્ન મેડિકલ ઓફિસરે હોમ આઇસોલેશન માટે જરૂરી સલાહ આપી સારવાર અંગેનું માર્ગદર્શન આપવાનું રહેશે તેમજ તેઓનું નિયમિત ફોલોઅપ કરવાનું રહેશે.

આ પણ વાંચોઃ-Microsoftના સંસ્થાપક બિલ ગેટ્સે જણાવ્યું કે ક્યારે બજારમાં આવશે વેક્સીન અને ક્યારે ખતમ થશે Coronavirus

કર્મચારીને હોમ આઇસોલેશન દરમિયાન કોઇ તકલીફ જણાય અને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂરિયાત ઊભી થાય તો સ્મીમેર હોસ્પિટલ/નવી સિવિલ કે મનપા દ્વારા કોવિડ-19 હેઠળ ડેઝિગ્નેટ કરેલ ખાનગી હોસ્પિટલમાં કરાર મુજબના ફાળવેલ બેડ પર સંબંધિત ખાતા/ઝોનની જાણ હેઠળ સીધેસીધા દાખલ કરી શકાશે.

આ પણ વાંચોઃ-આ છે કળિયુગની 'શબરી'! 82 વર્ષીય ઉર્મિલા ચતુર્વેદીએ રામ મંદિર માટે 28 વર્ષથી કર્યો હતો અન્નનો ત્યાગ

આ પણ વાંચોઃ-વરસાદી માહોલ વચ્ચે ચોટીલા ડુંગર ઉપર સર્જાયું કૂદરતી સૌંદર્યનું દ્રશ્ય, આ અદભૂત video જોઈને થશો મંત્રમુગ્ધ

એટલે કે ખાનગી હોસ્પિટલમાં મનપાના કર્મચારીઓને હવે સિવિલ કે સ્મીમેર મારફતે દાખલ થવાની જરૂરત રહેશે નહીં. ખાતા/ઝોનના વિભાગીય વડાની જાણ હેઠળ સીધેસીધા મનપાના કર્મચારીને ડેઝિગ્નેટ કરેલા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી શકાશે.

વિભાગીય વડાએ હોસ્પિટલને કર્મચારીની પગાર સ્લીપ, આધારકાર્ડની નકલ આપવાની રહેશે
વિભાગીય વડાએ હોસ્પિટલને કર્મચારીની પગાર સ્લીપ, આધારકાર્ડની નકલ આપવાની રહેશે ડેઝિગ્નેટેડ ખાનગી હોસ્પિટલોમાં સીધેસીધા દાખલ થનારા મનપાના પોઝિટિવ રીપોર્ટ ધરાવતાં કર્મચારીઓ માટે જે-તે ખાતા/ઝોનના વિભાગીય વડાએ હોસ્પિટલમાં દરદીને દાખલ કરવા અંગેનો રેફરન્સ લેટર, કર્મચારીની પગાર સ્લીપ, આધારકાર્ડની નકલ તથા વૈદકિય રાહત કાર્ડની નકલ હોસ્પિટલને મોકલવાની રહેશે. મનપાના કર્મચારીઓ માટે ખાનગી હોસ્પિટલોમાં જમા કરાવવા જાગ વિગત સાથેનું ફોર્મ પણ તૈયાર કરવામાં આવ્યું છે.
Published by:ankit patel
First published:August 05, 2020, 22:31 pm

ટૉપ ન્યૂઝ