કોરોનાએ સુરતની હાલત કરી ખરાબ! નવા 237 લોકોને ચોટ્યો કોરોના, રાંદેર અને અઠવા વિસ્તારોમાં ચિંતા વધી

કોરોનાએ સુરતની હાલત કરી ખરાબ!  નવા 237 લોકોને ચોટ્યો કોરોના, રાંદેર અને અઠવા વિસ્તારોમાં ચિંતા વધી
ફાઈલ તસવીર

આજે વધુ 237 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 209 જયારે ગ્રામીણ વિસ્તારમાં 28 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 14162 પર પહોંચી છે.

  • Share this:
સુરતઃ સુરતમાં (surat) કોરોનાના દર્દી (corona patient) સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 237 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 209 જયારે ગ્રામીણ વિસ્તારમાં 28 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 14162 પર પહોંચી છે. જયારે આજે 12 લોકોના કોરોનાથી (coronavirus) મોત સાથે મરણ આંક 621  પર પહોંચ્યો છે, તેવામાં આજે 254 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.

કોરોના વાયરસને લઇને લોકડાઉનમાં (lockdown) છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 237 દર્દી નોંધાયા છે જેમાં શહેર વિસ્તારમાં 209 કેસ નોધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 11399 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 28 કેસ સાથે દર્દી સંખ્યા 2763 પર પહોંચી છે.કુલ દર્દી સંખ્યા 14162  પર પહોંચી ગઈ છે, તેવામાં આજે 12 દર્દીના કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક 621  થયો છે. જેમાંથી 117 મૃત્યુ જિલ્લાના છે અને 504 શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી 189 જ્યારે જિલ્લામાં આજે 65 દર્દીને રજા આપતા, કુલ 254 દર્દીઓ   કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 9833 જેમાં ગ્રામીય વિસ્તારના 1947 દર્દી છે.

આ પણ વાંચોઃ-coronavirus: વિદેશોથી આવી રહેલા લોકો માટે સરકારે બદલ્યા નિયમ, 8 ઓગસ્ટે થશે લાગુ

ક્યા વિસ્તારમાં કેટલા કેસ?
આજે સેન્ટ્રલ ઝોન 17 , વરાછા એ ઝોનમાં 20. વરાછા બી 16  રાંદેર ઝોન 38  કતારગામ ઝોનમાં 30 લીબાયત ઝોનમાં 15, ઉધના ઝોનમાં 23 અને અથવા ઝોનમાં 50  કેસ નોંધાયા.

આ પણ વાંચોઃ-દુનિયાની પહેલી કોરોના વેક્સીન આવ્યા પહેલા જ કેમ ઘેરાઈ વિવાદોમાં?

આ પણ વાંચોઃ-અનોખો સેવા યજ્ઞ! માત્ર 7 ધોરણ સુધી ભણેલી રોપડા ગામની આ મહિલાએ ગામના બાળકોને ભણાવવાનું બીડું ઉપાડ્યું

જોકે ગતરોજ કતારગામ ઝોનમાં અને વરાછા ઝોનમાં સક્ર્મણ પરમાણુ ઘટી રહ્યું છે ત્યારે રાંદેર અને અઠવા ઝોનમાં સતત વધી રહીયુ છે   ત્યારે  તંત્રની ચિંતા પણ સતત વધી રહી છે. અહીંયા કોરોનાગાઈડઇન પાલન નથી થતું તેવું લાગી રહ્યુ છે, તંત્ર દ્વારા ટિમો બનાવી માસ્ક અને સોશિયલ ડિસ્ટનના ભંગ બદલ દંડની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

જોકે જિલ્લામાં  ચોર્યાસી 10,  ઓલપાડ 4,  કામરેજ 3, પલસાણા 3,  બારડોલી 4, મહુવા 2, માંડવી 1  અને માંગરોળ 1   કેસ નોંધાતા  જિલ્લા માં સતત કેસ વધી રહિયા છે  પોઝિટિવ કેસ સામે આવતા અને કોરોના વાયરસ આવ્યા બાદ, સુંરત જિલ્લા આરોગ્ય વિભાગ   પણ દોડતું થઇ ગયું છે. થોડા દિવસ પહેલા આજ રીતે કેસ વધુ આવ્યા બાદ નિયત્રંણ હતું, પણ આજે ફરી એકવાર કેસ વધતા તંત્રની ચિંતા વધી છે.
Published by:ankit patel
First published:August 02, 2020, 20:26 pm