સુરતમાં કોરોનાની સ્થિતિ ગંભીર! વધુ 222 લોકો થયા સંક્રમિત, રાંદેર અને અઠવામાં ચિંતા વધી


Updated: August 9, 2020, 9:39 PM IST
સુરતમાં કોરોનાની સ્થિતિ ગંભીર! વધુ 222 લોકો થયા સંક્રમિત, રાંદેર અને અઠવામાં ચિંતા વધી
ફાઈલ તસવીર

સુરતમાં 178 જયારે ગ્રામીણ વિસ્તારમાં 44 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 15810 પર પહોંચી છે, જયારે આજે 9 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 687  પર પહોંચ્યો છે.

  • Share this:
સુરતઃ શહેરમાં કોરોનાના દર્દી (coronavirus) સતત વધી રહ્યા છે ત્યારે આજે વધુ 222 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ (corona positve) આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં (surat) 178 જયારે ગ્રામીણ વિસ્તારમાં 44 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 15810 પર પહોંચી છે, જયારે આજે 9 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 687  પર પહોંચ્યો છે, તેવામાં આજે 174 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.

કોરોના વાયરસને લઇને લોકડાઉનમાં (lockdown) છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 222 દર્દી નોંધાયા છે જેમાં શહેર વિસ્તારમાં 178 કેસ નોંધાયા છે. આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 12705 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 44 કેસ સાથે દર્દી સંખ્યા 3105 પર પહોંચી છે.

કુલ દર્દી સંખ્યા 15810 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે 9 દર્દીના કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક 687 થયો છે. જેમાંથી 142 મૃત્યુ જિલ્લાના છે અને 545  શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી 105 જ્યારે જિલ્લામાં આજે 69 દર્દીને રજા આપતા, કુલ 174 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 11884 જેમાં ગ્રામીય વિસ્તારના 2476  દર્દી છે.

આ પણ વાંચોઃ-corona અંગે ઓગસ્ટમાં પહેલા નંબર ઉપર ભારત, દુનિયામાં સૌથી વધારે નવા કેસ આપણા દેશમાં નોંધાયા

ક્યા વિસ્તારમાં કેટલા કેસ?
આજે સેન્ટ્રલ ઝોન 27, વરાછા એ ઝોનમાં 20, વરાછા બી 19  રાંદેર ઝોન 20, કતારગામ ઝોનમાં 35, લીબાયત ઝોનમાં 13, ઉધના ઝોનમાં 15 અને અથવા ઝોનમાં 29  કેસ નોંધાયા.આ પણ વાંચોઃ-અમદાવાદઃ છૂટાછેડા બાદ બહેન ફરીથી દેહવેપાર કરશે, બે સગા ભાઈઓએ બહેનની હત્યા કરી લૂંટ ચલાવી

જોકે ગતરોજ કતારગામ ઝોનમાં અને વરાછા ઝોનમાં સંક્રમણનું પ્રમાણ ઘટી રહ્યું છે. ત્યારે રાંદેર અને અઠવા ઝોનમાં સતત વધી રહ્યું છે ત્યારે તંત્રની ચિંતા પણ સતત વધી રહી છે. અહીં કોરોના ગાઈડઇન પાલન નથી થતું તેવું લાગી રહ્યુ છે. તંત્ર દ્વારા ટીમો બનાવી માસ્ક અને સોશિયલ ડિસ્ટનના ભંગ બદલ દંડની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

જોકે જિલ્લામાં  ચોર્યાસી 9 ઓલપાડ 6  કામરેજ 9, પલસાણા 9 બારડોલી 7, મહુવા 0, માંડવી 2 અને માંગરોળ 2 કેસ નોંધાતા જિલ્લામાં સતત કેસ વધી રહિયા છે  પોઝિટિવ કેસ સામે આવતા અને કોરોના વાયરસ આવ્યા બાદ, સુંરત જિલ્લા આરોગ્ય વિભાગ પણ દોડતું થઇ ગયું છે. થોડા દિવસ પહેલા આજ રીતે કેસ વધુ આવ્યા બાદ નિયત્રંણ હતું, પણ આજે ફરી એકવાર કેસ વધતા તંત્રની ચિંતા વધી છે.
Published by: kiran mehta
First published: August 9, 2020, 8:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading