સુરતમાં કોરોનાનો કાતિલ આતંક! ગુરૂવારે બપોર સુધી નવા 120 કેસ, કોરોના વોરિયર્સ સૌથી વધુ સંક્રમિત થયા


Updated: August 6, 2020, 3:20 PM IST
સુરતમાં કોરોનાનો કાતિલ આતંક! ગુરૂવારે બપોર સુધી નવા 120 કેસ, કોરોના વોરિયર્સ સૌથી વધુ સંક્રમિત થયા
ફાઈલ તસવીર

સુરત ગ્રામ્યમાં માત્ર ઉમરપાડા અને માંડવીમાં કોરોનાના કેસો નહીવત છે. જયારે આ સિવાયના કામરેજ, ઓલપાડ, ચોર્યાસી અને પલસાણા તાલુકામાં કોરોના રાફડો ફાડ્યો છે.

  • Share this:
સુરત: શહેરમાં કોરોના વાયરસના (coroanvirus) કહેર વચ્ચે ગુરૂવારે બપોર સુધી સુરત શહેરમાં (surat city) 85 અને જીલ્લામાં 35 કેસ નોધાયા છે. આ સાથે કુલ પોઝિટિવ આંક 15,000ને પાર થઇ જવા પામ્યો છે. બીજી બાજુ કોરોનાના કારણે વધુ એક દર્દીનું મોત નિપજતા મૃત્યુઆંક 650પર પહોચ્યો છે.

સુરતમાં કોરોના વાયરસના કારણે લોકોમાં દહેશત દેખાઇ રહી છે. તેમ છતાં લોકો હજુ પણ લાપરવાહી દાખવી રહ્ના છે. પરિણામે કોરોના વાયરસનો શિકાર બની રહ્યા છે. સંક્રમણ ન વધે તે માટે પાલિકા દ્વારા આ તમામ ઉદ્યોગો કોવિડ 19ની ગાઇડ લાઇનનું (covid-19 Guideline) પાલન કરે છે કે નહીં તે માટે ચેકીંગ પણ શરૂ કરવામાં આવ્યુ છે.

પાલિકા તંત્ર (SMC) સહિતના સરકારી અધિકારીઓ દ્વારા કોરોના વાયરસનો કહેર કંઇ રીતે ઓછો થાય તે માટે અનેક નિયમોની સાથે કડક પગલાં પણ લીધા છે. તેમ છતાં લોકો હજુ પણ સુધરતા નથી. ગુરૂવારે સુરત શહેરમાં બપોરના 12 વાગ્યા સુધી 85 અને જીલ્લામાં 35 કેસ નોધાયા છે. આમ અત્યાર સુધી સુરતમાં 15,022 કેસો નોધાયા છે. જેમાંથી 10,671 દર્દીઓ સાજા થઇ ઘરે ગયા છે.

કોરોનાથી વધુ એકનું મોત નિપજતાં કુલ મૃત્યુઆંક 650 પર પહોચ્યો છે. આમ સુરત શહેરમાં 12,063  અને જીલ્લામાં 2,959 કેસો થયા છે. આમ ગુરૂવારે નોધાયેલા નવા કેસોમાં સિવિલ , સ્મિમેર અને ખાનગી હોસ્પિટલના તબીબો, કાપડ વર્કર, ડાયમંડ વર્કર, નર્સ વગેરે સંક્રમિત થયા છે.

આ પણ વાંચોઃ-વરસાદી માહોલ વચ્ચે ચોટીલા ડુંગર ઉપર સર્જાયું કૂદરતી સૌંદર્યનું દ્રશ્ય, આ અદભૂત video જોઈને થશો મંત્રમુગ્ધ

આ પણ વાંચોઃ-Corona મહામારી વચ્ચે વીમા પોલીસી ખરીદનારા લોકો માટે ખુશખબરી! IRDAએે આપી આવી મંજૂરીઆ પણ વાંચોઃ-આ છે કળિયુગની 'શબરી'! 82 વર્ષીય ઉર્મિલા ચતુર્વેદીએ રામ મંદિર માટે 28 વર્ષથી કર્યો હતો અન્નનો ત્યાગ

જોકે બીજી બાજુ સુરત ગ્રામ્યમાં માત્ર ઉમરપાડા અને માંડવીમાં કોરોનાના કેસો નહીવત છે. જયારે આ સિવાયના કામરેજ, ઓલપાડ, ચોર્યાસી અને પલસાણા તાલુકામાં કોરોના રાફડો ફાડ્યો છે. જેમાં કામરેજ તાલુકામાં કોરો બેકાબુ બન્યો છે.

કામરેજ તાલુકામાં સૌથી વધુ કેસની સાથે મરણાંક પણ વધારે છે. આજે સવારે પણ ગ્રામ્યમાં વધુ 32 કેસ સપાટી પર આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ પોઝિટિવનો આંકડો 2924 ઉપર પહોચ્યો છે તો 2190 દર્દીઓ કોરોનામુક્ત થયા છે, જિલ્લામાં કોરોનામાં 125 દર્દીઓના મોત થયા છે.
Published by: ankit patel
First published: August 6, 2020, 3:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading