કોરોના કાળમાં ખેડૂતોને રાહત આપતો નિર્ણય: ગુજરાતનાં લાખો ખેડૂતોને થશે સીધો ફાયદો

કોરોના કાળમાં ખેડૂતોને રાહત આપતો નિર્ણય: ગુજરાતનાં લાખો ખેડૂતોને થશે સીધો ફાયદો
પ્રતીકાત્મક તસવીર

ઉપરાંત રાજય સરકારે વ્યાજમાં પણ માફી આપવાનું નક્કી કર્યું હોવાથી ખેડૂતોને મોટી રાહત મળશે.

  • Share this:
કોરોનાનાં ખૌફનાક માહોલ વચ્ચે ખેડૂતોને પાકના ભાવમાં મોટું નુિકશાન સહન કરવું પડ્યું છે. એટલું જ નહીં પણ શાકભાજી, અને અન્ય ખેતઉત્પાદનનાં ભાવ પણ ઓછા મળતા હોવાથી ખેડૂતો આર્થિક મુશ્કેલીનો પણ સામનો કરી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે કિસાન ક્રેડીટ કાર્ડ (KCC) થકી ખેડૂતોને બેંક મારફતે ૩ લાખ રૂપિયા સુધીની આપવામાં આવતી લોન ભરવાની સિમય મર્યાદામાં વધારો કરવાની માંગણીઓ ઉઠી હતી, જેને ધ્યાનમાં રાખીને રાજયના ૮ લાખ જેટલા અને દક્ષિણ ગુજરાતના ૧ લાખ જેટલા ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખી રાજય સરકારે લોન ભરવાની સમય મર્યાદા વધારી ૩૦ જુન કરી છે.

છેલ્લા એક વર્ષથી લોકોની હેરાન કરી રહેલા કોરોના વાયરસના સંક્રમણના કારણે ખેડૂતોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાકના ઓછા ભાવ, તેમજ પેટ્રોલડિઝલના ભાવ વધારા, ખાતર અને મજુરીના ભાવ વધારા સહિતની બાબતોને પગલે ખેડૂતો આર્થિક રીત દેવાદાર બની રહ્યા છે. આ સ્થિતિમાં સુમુલના ડિરેકટર જયેશ પટેલે (દલાડ) નાણામંત્રી નિર્મલા સીતારામનને રજૂઆત કરી હતી જેમાં છેલ્લા કેટલાક સમયથી માર્કેટ યાર્ડ બંધ રહ્યા હોવાથી વિવિધ પાક અને શાકભાજીના ભાવમાં ઘટાડો થયો છે.કોરોનાની મહામારી વચ્ચે નવી આફત, સૌરાષ્ટ્રનાં મોટાભાગના જળાશયોમાં તળિયા દેખાયા

દક્ષિણ ગુજરાતમાં શેરડીનો પાક લેતા ખેડૂતોને પ્રતિ ટન ૪૦૦ થી ૫૦૦ રૂપિયા આ વખતે ઓછા મળ્યા છે. તેમજ કોરોનાના બીજા તબક્કાની ગંભીર અસરો ગામડાઓ પણ જોવા મળી છે.

સુરત: ડુપ્લીકેટ રેમડેસિવીર ઈન્જેકશનનાં મામલે ઇન્જેક્શન ખરીદનાર જયદેવસિંહ ઝાલાની ધરપકડ, માસ્ટર માઇન્ડ કૌશલ હજી વોન્ટેડ

કોરોનાના સંક્રમણમાં સપડાયેલા ખેડૂતો અને તેમના પરિવારજનોને હોસ્પિટલના ખર્ચમાં પાયમાલ થઇ રહ્યા છે. કેટલાક ખેડૂતોએ જીવ પણ ગુમાવ્યું છે. આ સંજોગોમાં બેંકોએ કિસાન ક્રેડીટ કાર્ડ લોનની સમય મર્યાદામાં ૬ મહિનાની રાહત આપવાની માંગણી કરવામાં આવી હતી.જેને પગલે રાજયના ૮ લાખ જેટલા અને દક્ષિણ ગુજરાતના ૧ લાખ જેટલા ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખી રાજય સરકારે લોન ભરવાની સમય મર્યાદા વધારી ૩૦ જુન કરી હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત રાજય સરકારે વ્યાજમાં પણ માફી આપવાનું નક્કી કર્યું હોવાથી ખેડૂતોને મોટી રાહત મળશે.
Published by:Kaushal Pancholi
First published:May 03, 2021, 14:22 pm

ટૉપ ન્યૂઝ