સુરતમાં કૂદકે-ભૂસકે કેસમાં વધારો: આજે બપોર સુધીમાં 130 લોકોને ચોંટ્યો Corona, લોકોમાં ભયનો માહોલ


Updated: July 30, 2020, 5:16 PM IST
સુરતમાં કૂદકે-ભૂસકે કેસમાં વધારો: આજે બપોર સુધીમાં 130 લોકોને ચોંટ્યો Corona, લોકોમાં ભયનો માહોલ
પ્રતિકાત્મક તસવીર

સુરત અને જીલ્લામાં રેકોર્ડ બ્રેક કેસો નોંધાતા લોકોમાં ભય જાવા મળી રહ્નો છે. ગુરૂવારે બપોર સુધી સુરત શહેરમાં ૮૦ અને જીલ્લામાં ૫૦ મળી કુલ ૧૩૦ કેસો નોંધાયા છે.

  • Share this:
સુરત શહેરમાં દિન પ્રતિદિન કોરોના વાયરસનો કહેર વર્તાઇ રહ્ના છે. તેમ છતાં લોકો હજુ પણ સાવચેતી રાખી રહ્ના નથી. કોરોના વાયરસને અટકાવવા માટે તંત્ર દ્વારા અનેક પગલાઓની સાથે ૧૦૪ અને ધન્વંતરી રથની સેવા પણ શરૂ કરી છે. તેમજ મનપા કમિશ્નર શહેરના અલગ અલગ સ્થળો પર જઇ કલસ્ટર વિસ્તારમાં લોકોને કોરોના વિશે માહિતી આપી કંઇ રીતે તેની સામે લડી શકાય તે અંગેનું માર્ગદર્શન પણ આપી રહ્ના છે. તેમ છતાં હજુ પણ કુદકેને ભુસકે કેસોમાં વધારો થઇ રહ્ના છે.

સુરત અને જીલ્લામાં રેકોર્ડ બ્રેક કેસો નોંધાતા લોકોમાં ભય જાવા મળી રહ્નો છે. ગુરૂવારે બપોર સુધી સુરત શહેરમાં ૮૦ અને જીલ્લામાં ૫૦ મળી કુલ ૧૩૦ કેસો નોંધાયા છે. આ સાથે સુરતમાં અત્યાર સુધી ૧૩,૨૩૮ કેસો નોંધાયા છે. જેની સામે મરણાંક પણ વધી રહ્ના છે. બપોરે લગભગ બે વ્યકિતઓના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યુ છે. આ સાથે મૃત્યુઆંક ૫૭૮ પર પહોંચી ગયો છે.

સુરત શહેરમાં કોરોના વાયરસના હાહાકાર વચ્ચે દિન પ્રતિદિન કેસોની સંખ્યામાં વધારો નોંધાઇ રહ્નો છે. તેની સાથે મોતનો આંકડો પણ વધી રહ્યો છે. સુરતમાં કોરોના વાયરસનો કહેર કંઇ રીતે ઓછો થાય તે માટે સરકાર તમામ પ્રકારના પગલા લઇ રહી છે. પરંતુ કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે. તે જાતા ટેક્ષટાઇલ માર્કેટ, હિરા ઉદ્યોગ અને અન્ય દુકાનદારો સ્વૈચ્છીક લોકડાઉન તરફ વળી રહ્યા છે. કેટલાંક વેપારીઓએ કામના કલાકો પણ ઘટાડી દીધા છે. આમ લોકો હવે આરોગ્યલક્ષી ચિંતા કરવા લાગ્યા છે.

આ પણ વાંચોસુરત : લોહીલુહાણ ઝઘડો, સાળાને બચાવવા વચ્ચે પડેલા બનેવીની ચપ્પાના ઘા મારી કરી દીધી હત્યા

બીજી બાજુ મનપા કમિશ્નર પણ દરેક ઝોનમાં જઇ કલસ્ટર વિસ્તારની મુલાકાત લઇ રહ્ના છે. સોસાયટીઓના પ્રમુખોની સાથે મીટીંગ કરી કોરોના વિશેની મહત્વની સૂચનાઓ આપી તેનો અમલ કરવાનો આગ્રહ કરી રહ્યા છે. તેમ છતાં કોરોના વાયરસના કેસો વધુને વધુ સામે આવી રહ્યા છે. બુધવારે બપોર સુધી સુરત શહેરમાં નવા ૮૦ કેસો સામે આવ્યા છે. આ સાથે સુરત શહેરમાં અત્યાર સુધી ૧૦,૬૨૦ દર્દીઓ નોંધાઇ ચુકયા છે. જયારે જીલ્લામાં નવા ૫૦ કેસો નોંધાયા છે. આ સાથે જીલ્લામાં ૨,૬૧૮ કેસ મળી અત્યાર સુધી સુરતમાં કુલ ૧૩,૨૩૮ કેસો થયા છે.
બીજી બાજુ રીકવરી રેટ પણ વધી રહ્યો છે. અત્યાર સુધી ૮,૮૮૬ લોકો સાજા થઇને ઘરે પહોંચી ગયા છે. કોરોના વાયરસના કેસોની સાથે મૃત્યુના કેસો પણ વધી રહ્યા છે. ગુરૂવારે બપોર સુધી બેના મોત થયા હોવાનું જાણવા મળ્યુ છે. અત્યાર સુધી મૃત્યુઆંક ૫૭૮ પર પહોંચ્યો છે. જેમાં નવા નોંધાયેલા કેસોમાં રાંદેર, અઠવા અને વરાછામાં સૌથી વધુ કેસો હોવાનું જાણવા મળ્યુ છે. જેમાં સિવીલ અને સ્મિમેરના ડોકટરો, નર્સ, કાપડ દલાલ, રત્ન કલાકાર વગેરે સંક્રમિત થયા છે.
Published by: kiran mehta
First published: July 30, 2020, 4:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading