સુરત: કોરોનાવાયરસથી કાપડ ઉદ્યોગમાં તેજી, વેપારીઓમાં ખુશીથી લહેર


Updated: February 4, 2020, 10:19 PM IST
સુરત: કોરોનાવાયરસથી કાપડ ઉદ્યોગમાં તેજી, વેપારીઓમાં ખુશીથી લહેર
પ્રતિકાત્મક તસવીર

મુખ્ય કારણ ચીનથી આવતુ કાપડ હાલ ભારતમાં જ નહી પરંતુ વિશ્વના મોટાભાગના દેશોમાં પ્રતિબંધિત કરવામાં આવ્યુ છે

  • Share this:
કોરોના વાયરસને લઇને સમગ્ર વિશ્વમાં જ્યારે હાહાકાર મચ્યો છે. ત્યારે સુરતના કાપડ ઉદ્યોગ ઉપર આનો મોટો ફાયદો જોવા મળી રહ્યો છે. સુરતના કાપડ બજારમાં કાપડની મોટી માંગ ઉઠવા પામી છે. જેનું મુખ્ય કારણ ચીનથી આવતુ કાપડ હાલ ભારતમાં જ નહી પરંતુ વિશ્વના મોટાભાગના દેશોમાં પ્રતિબંધિત કરવામાં આવ્યુ છે

છેલ્લા કેટલાંય સમયથી મંદીની ગર્તામાં ધકેલાયલા સુરત કાપડ માર્કેટમાં એક નવી ચેતનાના સંચાર થઇ રહ્યા છે. આ ચેતના કોરોન વાયરસને લઇને આવી છે. સુરતના કાપડની આજે વૈશ્વિક માંગ ઉઠવા પામી છે જેનું કારણ છે કોરોના વાયરસ. કોરોના વાયરસને કારણે વિશ્વના મોટેભાગના દેશોએ ચીનથી તમામ વસ્તુઓની આયાત ઉપર રોક લગાવી દીધી છે. આ રોક લાગવાથી ચીનથી આવતુ સસ્તુ કાપડ પણ હવે દુનિયાના દેશોમાં નથી આવતુ આ કારણે ભારતના કાપડની માર્કેટમાં ડિમાન્ડ વધી રહી છે. ખાસ કરીને સુરતના કાપડની પણ માર્કેટમાં ડિમાન્ડ વધી છે. ડિમાન્ડ વધવાને કારણે હાલ કાપડના ઉત્પાદનમાં પણ વધારો થયો છે. રોજીંદુ 25 લાખ થી 50 લાખ મીટર કાપડના ઉત્પાદનમાં વધારો થયો છે. તો સાથે સાથે ગ્રે કાપડના ભાવમાં પણ વધારો નોંધાયો છે.

વેપારી હાલ ઉત્સાહી દેખાઇ રહ્યા છે. કારણ કે વેપારની વૈશ્વિક ડિમાન્ડમાં વધારો થયો છે. ખાસ કરીને બાંગ્લાદેશ અને વિયેતનામમાં ચીન દ્વારા માલ ડમ્પ કરવામાં આવતો હતો અને ત્યાર બાદ તે માલ ભારત આવતો હતો, જે માલ હાલ રોકાઇ ગયો છે. ઉપરાંત વેપારી દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે, છેલ્લા 13 વર્ષથી એક આફ્રિકન બાયર્સ ભારત આવતા ન હતા તેઓ બે દિવસ પહેલા મુંબઇ આવ્યા અને તેમના દ્વારા સુરતની એક મિલનું આખા વર્ષનું પ્રોડક્શન ખરીદી લેવામાં આવ્યું છે. ત્યારે ખરેખર કહી શકાય છે કોરોના વાયરસથી સુરતને ફાયદો થયો છે, ચીનમાં વાયરસથી ચીનને આર્થિક રીતે ફટકો પડી રહ્યો છે ત્યારે સુરતના કાપડ બજારને આર્થિક રીતે ફાયદો મળી રહ્યો છે.
First published: February 4, 2020, 10:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading