Home /News /south-gujarat /લૉકડાઉન : સુરતમાં બિહારી યુવાનો ફસાતા મદદની અપીલ, રાશન-પૈસા વગર ઘરમાં ભૂખ્યા તરસ્યા કેદ

લૉકડાઉન : સુરતમાં બિહારી યુવાનો ફસાતા મદદની અપીલ, રાશન-પૈસા વગર ઘરમાં ભૂખ્યા તરસ્યા કેદ

સુરતમાં ફસાયેલા બિહારી યુવાનોને મદદ કરવા બિહારના પૂર્વ ડે.સીએમ તેજસ્વી યાદવે ટ્વીટ કરી ગુજરાતના સીએમ પાસે મદદ માંગી

સુરતમાં ફસાયેલા બિહારી યુવાનોને મદદ કરવા બિહારના પૂર્વ ડે.સીએમ તેજસ્વી યાદવે ટ્વીટ કરી ગુજરાતના સીએમ પાસે મદદ માંગી

    સુરત : કોરોના વાઇરસના (coronavirus) લઈને સુરતમાં (surat) કાપડ ઉધોગ કામ કરતા બિહાર (Bihar) ના યુવાનો પાસે ખાવા પીવાનો સામન નથી અને સામાનની ખરીદી કરવા રૂપિયા નથી તયારે મુશ્કેલીમાં જીવી રહેલા 120 યુવાનો (120 Youths) એ ગુજરાત સરકાર (government of Gujarat) અને બિહાર સરકાર પાસે મદદ માંગી છે અને તેમને વતન જવાની વ્યવસ્થા કરીઆપવા રજૂઆત કરી છે. આ યુવાનોનું કહેવું છે કે ઘરમાં રાશન નથી, રાશન ખરીદવાના પૈસા પણ નથી, વતનમાં જવા વાહન નથી આ સ્થિતિમાં તેઓ ભૂખ્યા તરસ્યા હોવાના કારણે મદદની અપીલ કરી છે.

    કોરોના વાઇરસ લઈને ભારત માં 21 દિવસ લોકડાઉન આપવામા આવેલ છે ત્યારે ગુજરાત સુરત માં કાપડ માર્કેટ કામ કરતા બિહાર ના યુવાનો હાલત દિવસે ને દિવસે બગડી રહી છે કારણકે કોરોના વાઇરસ ને લઈને પહેલાં કાપડ માર્કેટ માત્ર 5 દિવસ બંધ રાખવાની જાહેરાત કરવામા આવી હતી જેને લઈને માલિકો દ્વારા 5 દિવસ ના ખર્ચ ના રૂપિયા આપવામાં આવ્યા હતા.

    આ પણ વાંચો :  Coranavirus : વૈજ્ઞાનિકોની ચેતવણી, લૉકડાઉનની છૂટછાટ covid-19નો બીજો રાઉન્ડ આણશે!

    પણ કાપડ માર્કેટ ના બંધ થયાના ત્રીજા દિવસે મોદીજીએ 21 દિવસ લોકડાઉન જાહેરાત કરતા આ યુવાનો હાલત બગડી ગઈ હતી. કારણકે તેમની પાસે ખર્ચના 5 દિવસ રૂપિયા પુરા થવા આવિયા છે કોરોના ને લઈને માલિક પરિવાર સાથે વતન જતા રહ્યા છે જે દુકાન માથી રાશન એક મહિના ની ક્રેડિટ પર આવતું હતું તે દુકાન બંધ છે ત્યારે હવે આ યુવાનો પાસે નથી ખાવા પીવાનો સામાન કે નથી રૂપિયા.



    આ પણ વાંચો :  ઈડર : કોરોનાની દહેશત વચ્ચે ડુંગર પર ત્યજી દેવાયેલી નવજાત મળી આવી

    ત્યારે બીજી બાજુ વતનમાં તેમનો પરિવાર ચિંતા કરી રહ્યો છે, ત્યારે વતન જવા માટે કોઈ ટ્રેન નથી.  120 યુવાનો દ્વારા ગુજરાત સરકાર અને બિહાર સરકારને તેમની મદદ કરવા સાથે તેમણે પોતાના વતન મોકલવાની વ્યવસ્થા કરવા માટે મદદની ગુહાર લગાવી છે જોકે આ યુવાનો માટે બિહારના પૂર્વ મુખ્ય મંત્રી લાલુ યાદવ ના પુત્ર તેજસ્વી યાદવ દ્વારા ટ્વીટ કરી ગુજરાત ના સીએમ મદદ માટે રજૂઆત કરવામાં આવી છે.
    First published: