સુરત : દેશ અને દુનિયામાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસ (Coronavirus)ના સૌથી વધુ દર્દી દિલ્હીના નિઝામુદ્દીન (New Delhi Nizamuddin) ખાતેના તબલીગી જમાતના મરકઝ (tablighi jamaat markaz)માં હાજર રહ્યા હતા. ભારત (India)માં કોરોના વાયરસ અહીંથી દેશભરમાં ફેલાયો હોવાનું કહેવામાં આવે છે. મરકઝમાં હાજર રહેલા લોકો પૈકી કુલ 10 વ્યક્તિનાં મોત પણ થઈ ચુક્યા છે. આ ઉપરાંત અહીં હાજર રહેલા 450થી વધુ લોકોને કોરોના પોઝિટિવ (Coronavirus Positive Cases)આવ્યો છે. આ કાર્યક્રમમાં સુરત (Surat)માંથી 72 જેટલા લોકો હાજર રહ્યા હોવાની માહિતી મળ્યા બાદ આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. આ લોકોને શોધીને તેમાંથી 43 લોકો હોમ ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે. જ્યારે 12 લોકો શહેર બહારના હોવાની માહિતી મળી છે. આ ઉપરાંત આ 72 લોકો સાથે પણ જે લોકો સંપર્કમાં આવ્યા છે તેની પણ તંત્રએ શોધખોળ આદરી છે.
દિલ્હી ખાતેની ગંભીર ઘટના બાદ સમગ્ર દેશમાં એક પ્રકારનો ભય ફેલાયો છે. સુરત શહેરમાં પણ દિલ્હીના નિઝામુદ્દીન ખાતેના તબલીગી જમાતના કાર્યક્રમમાં હાજરી આપનારા લોકો આવ્યા હોવાનું પાલિકા કમિશનરે જણાવ્યું છે. દિલ્હી ગયેલા 72ના નામ સામે આવ્યાં છે. જેમાંથી તંત્ર દ્વારા 43 લોકોને શોધીને તેમને હોમ ક્વૉરન્ટીન કરી દેવાયા છે.
દિલ્હીમાં નિઝામુદ્દીન ખાતેના ધાર્મિક કાર્યક્રમમાં સામેલ સુરતના 72 લોકોમાં સેન્ટ્રલ ઝોનમાંથી 33, વરાછા ઝોન-બીમાંથી 3, રાંદેર ઝોનમાંથી 6 , કતારગામ ઝોન, ઉધના અને અઠવા ઝોનમાં સાત સાત લોકો તેમજ લિંબાયત ઝોનમાંથી 9 લોકોનો સમાવેશ થાય છે. જેમાંથી 43 લોકોની ભાળ મળી ગઈ છે. આ ઉપરાંત દિલ્હી ગયેલા લોકોના સંપર્કમાં આવેલા લોકોએ 14 દિવસ સુધી હોમ ક્વૉરન્ટીનમાં રહેલવાનું સુરત મનપાએ જણાવ્યું છે.
મનપાએ એવી પણ વિનંતી કરી છે કે આ કાર્યક્રમમાં હાજર રહેલા અન્ય લોકો કે જેમની ભાળ નથી મળી તેઓ સામેથી તંત્રને જાણ કરે. આ ઉપરાંત આ લોકોને ઘરમાંથી બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. આ લોકોની તમામ દેખરેખ મનપા રાખશે.
" isDesktop="true" id="970817" >
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર