સુરત : લૉકડાઉનના 55માં દિવસે ક્લસ્ટર એરિયામાં ઘટાડો નહીં, 16 લાખ લોકો ફરજિયાત ક્વૉરન્ટીન


Updated: May 18, 2020, 5:16 PM IST
સુરત : લૉકડાઉનના 55માં દિવસે ક્લસ્ટર એરિયામાં ઘટાડો નહીં,  16 લાખ લોકો ફરજિયાત ક્વૉરન્ટીન
પ્રતિકાત્મક તસવીર

લૉકડાઉન 4.0 ના પ્રથમ દિને ગુજરાતની સ્થિતિ જોતા સુરતમાં 41 વિસ્તારો ક્લસ્ટર, નવી ગાઇડલાઇનમાં શું છૂટ મળશે તેની ચર્ચા

  • Share this:
કોરોના વાઇરસનો ફેલાવો સુરત માં સતત વહી રહીયો છે તેવામાં સુરત ના તંત્ર દ્વારા  પાલિકાએ શહેરના 41 વિસ્તારોને કલસ્ટર જાહેર કર્યા છે. લોકડાઉનના ૫૫ દિવસ બાદ આવા કલસ્ટર વિસ્તારોની સંખ્યામાં કોઇ ઘટાડો નોંધાયો નથી. કોરોનાનો ચેપ કાબૂમાં નહીં આવતા આજની તારીખે 16 લાખ લોકો ફરજિયાત હોમ ક્વોરન્ટાઇનમાં મૂકવામાં આવ્યા છે.   જે વિસ્તારમાં કોરોના પોઝિટિવના કેસો વધે તેને કલસ્ટર જાહેર કરવામાં આવે છે. કલસ્ટર જાહેર કરી હજારો લોકોને એક સાથે ઘરોમાં રહેવા સૂચના આપવામાં આવે છે. આવા વિસ્તારોને બેરિકેટિંગ કરી રેડ ફલેગ લગાવી સમગ્ર શહેરથી અલગ કરી દેવાય છે.

કોરોના વાઇરસને લઈએં સંક્ર્મણ અટકાવ માટે લોકડાઉન આપવામાં આવ્યુ છે ત્યારે ગુજરાતમાં અમદાવાદ બાદ સુરત સૌથી વધુ કોરોના દર્દી અહીંયા છે તેવામાં કોરોના ચેપ અટકાવ માટે તંત્ર દ્વારા  શહેરના 41 વિસ્તારોને કલસ્ટર જાહેર કર્યા છે. જોકે આ વિસ્તારમાં રહેલા 16 લાખ લોકો ફરજીયાત કોરન્ટાઇન કરવામાં આવ્યા છે શહેરના લિંબાયત અને સેન્ટ્રલ ઝોનમાં સૌથી વધુ વિસ્તારો હોટસ્પોટ જાહેર થયા છે.

લિંબાયત ઝોનમાં 1,29,018 ઘરોમાં વસતા 6,11,194 લોકોને ફરજિયાત ઘરમાં રહેવા સૂચના આપવામાં આવી છે. લિંબાયત ઝોનમાં કોરોના પોઝિટિવના સૌથી વધુ કેસો મળ્યા છે. લિંબાયતમાં 399 પોઝિટિવ કેસ મળ્યા છે, જે શહેરના કુલ કેસના 40 ટકા છે. સેન્ટ્રલ ઝોનમાં 1,00232 ઘરમાં રહેતા 4,44, 227 લોકોને કલસ્ટર જાહેર કરવામાં આવ્યા છે.

અઠવા ઝોનમાં 722 ઘરમાં 2834 લોકો, વરાછા ઝોનમાં 3319 ઘરમાં 1,44,199 લોકો, રાંદેર ઝોનમાં 18437 ઘરમાં 86792 લોકો, ઉધના ઝોનમાં 15770 ઘરમાં 75906 લોકો, કતારગામ ઝોનમાં 31955 ઘરમાં 1,55581 લોકો તથા વરાછા ઝોન વિભાગ બીમાં 18,250 ઘરમાં 76,993 લોકોને કલસ્ટર જાહેર કરી હોમ ક્વોરન્ટાઇનમાં મૂકવામાં આવ્યા છે.

કલસ્ટર વિસ્તારમાં સળંગ 14 દિવસ સુધી એક પણ કોરોના પોઝિટિવ કેસ નહીં મળે ત્યારબાદ જ તેને કલસ્ટરમાંથી બહાર કાઢવામાં આવશે ત્યારે શહેરના 3,47,617 ઘરોમાં વસવાટ કરતા 16 લાખ જેટલા લોકો કલસ્ટર જાહેર કરવામાં આવેલા વિસ્તારોમાં વસવાટ કરી રહ્યા છે. જોકે હજુ પણ આ વિસ્તારમાં કોરોના દર્દી સામે આવી રહ્યા છે ત્યારે આ વિસ્તરમાં છૂટછાટ આપવી શક્ય નથી ત્યારે હવે તંત્ર દ્વારા ક્યાં પ્રકારની આ વિસ્તાર માટે ગાઇડલાઇન જાહેર કરવામાં આવે છે તે જોવાનું રહ્યું
First published: May 18, 2020, 3:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading