સુરત : ફરજ દરમિયાન બેભાન થઈને કોમામાં સરી પડેલા પોલીસકર્મીનું સારવાર દરમિયાન મોત


Updated: May 18, 2020, 6:21 PM IST
સુરત : ફરજ દરમિયાન બેભાન થઈને કોમામાં સરી પડેલા પોલીસકર્મીનું સારવાર દરમિયાન મોત
મૃતક પોલીસકર્મી.

સુરતમાં લૉકડાઉન વચ્ચે સતત ફરજ બજાવતા કોરોના યોદ્ધાના મોતને પગલે પોલીસ બેડામાં શોકની લાગણી પ્રસરી.

  • Share this:
સુરત : કોરોના વાયરસ (Coronavirus)ને લઈને ચાલી રહેલા લૉકડાઉનમાં છેલ્લા દોઢ માસથી સતત ડિંડોલીના મધુરમ સર્કલ પાસે ખડેપગે રહી લૉકડાઉન (Lockdown)નું કડકાઇથી પાલન કરાવી રહેલા જમાદાર (Surat Police) અચાનક કોમામાં સરી પડતા પરિવાર પણ આઘાતમાં ડૂબી ઘયા હતા. ફરજ પૂર્ણ કરી ઘરે પરત ફરેલા જમાદાર અશોક પવાર (Ashok Pawar) અચાનક જમીન પર ઢળી પડી બેહોશ થઇ ગયા હતા. જે બાદમાં તેમને સંજીવની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે સારવાર દરમિયાન પોલીસકર્મીનું મોત થયું હતું. જે બાદમાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. સુરતમાં લૉકડાઉન વચ્ચે સતત ફરજ બજાવતા કોરોના યોદ્ધાના મોતને પગલે પોલીસ બેડામાં પણ શોકની લાગણી પ્રસરી છે.

સુરત પોલીસમાં ડિંડોલીમાં પોલીસ મથકમાં ફરજ બજાવતો પોલીસ કર્મચારી હેડ કોન્સ્ટેબલ અશોકભાઇ રામચંદ્ર પવાર પણ છેલ્લાં દોઢ માસથી ડિંડોલીના મધુરમ સર્કલથી સાઇ પોઇન્ટ તરફ ડયૂટી બજાવતા હતા. 52 વર્ષીય જમાદાર અશોક પવાર ગત તા. 9 મીએ રાત્રે ડ્યૂટી પૂર્ણ કરી પરવટ ગામ સ્થિત ચિન્મય રો હાઉસ ખાતે આવેલા પોતાના ઘરે પરત ફર્યા હતા. ઘરે પરત ફર્યાની ગણતરીના સમયમાં તેમની તબિયત લથડી હતી અને જમીન પર ઢળી પડ્યા હતા.

આ પણ વાંચો :  15 જૂન આસપાસ ખુલી શકે છે શૉપિંગ મૉલ, સિનેમાહૉલમાં આ નિયમ લાગૂ થઈ શકે

ચિંતાતુર થયેલા પરિવારજનોએ તુરંત ફેમિલી ડૉક્ટરને બોલાવ્યા હતા. ડૉક્ટરની પ્રાથમિક તપાસમાં જમાદાર અશોક પવાર બેહોશ જણાતા તાત્કાલિક રેલવે સ્ટેશન ખાતે આવેલી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાંના તબીબોએ જમાદાર કોમોમાં સરી પડ્યા હોવાનું નિદાન કર્યુ હતું. અશોકભાઇને છેલ્લા સાતેક માસથી પગમાં ખંજવાળની તકલીફ છે, જેની દવા પણ ચાલી રહી છે. ખંજવાળનું આ દર્દ અસહ્ય થઇ ગયું હોવા છતાં લૉકડાઉનને કારણે તેઓ રજા પણ લઇ શક્યા ન હતા. દર્દ સાથે નિષ્ઠાપૂર્વક તેમણે નોકરી કરી હતી.
First published: May 18, 2020, 6:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading