સુરત : ડૉક્ટરને પ્રિસ્ક્રિપ્શન વગર ટોસિલિઝૂમેબ આપ્યું, ગઠિયાઓએ 2.30 લાખમાં વેચ્યું

સુરત : ડૉક્ટરને પ્રિસ્ક્રિપ્શન વગર ટોસિલિઝૂમેબ આપ્યું, ગઠિયાઓએ 2.30 લાખમાં વેચ્યું
ટોસિલિઝુમેબની ફાઇલ તસવીર

સુરતના મેડિકલ સ્ટોર સંચાલકને 'ધરમ કરતા ધાડ પડી,' જો તમે મેડિકલ સ્ટોર સંચાલક હોવ તો ચોક્કસ વાંચજો કેવી મુસીબતમાં મૂકાયો વેપારી

  • Share this:
સુરતમાં (Surat)  ટોસિલિઝુમેબ (Tocilizumab) ઇજેક્શનની કાળા બજારીના કેસમાં વધુ એકની ધરપકડ કરાઈ છે. અઠવાગેટની ટ્રાઈસ્ટાર હોસ્પિટલની મેડિકલ ઓફિસર ડો.હેતલ કથિરિયા દ્વારા કરાયેલા ટોસિલિઝુમેબ ઇન્જેકશનના કાળાબજાર પ્રકરણમાં  ડો.શૈલેષ વાળાએ પ્રિસ્ક્રીશન વગર પીપલોદમાં લેકવ્યુ મેડીકલ સ્ટોર્સ ચલાવતા અશ્વિન સાવલીયા (Ashwin savaliya) પાસેથી ઇજેકશન લીધું હોવાનું કબુલ્યું હતું. જેથી પોલીસ તેની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. આ સમગ્ર કૌભાંડમાં

શહેરમાં ટોસિલિઝુમેબ ઇજેક્શનની કાળા બજારીના કેસમાં ઉમરા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યા બાદ એક પછી એક ધરપકડનો દોર શરૂ કરતા આજે પીપલોદ ખાતે લેકવ્યુ મેડિકલ સ્ટોર્સ ધરાવતા સંચાલક અશ્વિન સાવલીયાની ધરપકડ કરી હતી.આ પણ વાંચો : સુરત : કૌટુંબિક ભાઈ સાથે હતો પ્રેમ સંબંધ, યુવતીએ સગાઈ કરી લેતા યુવકે કર્યુ ન કરવાનું કામ

અશ્વિને પ્રિસ્ક્રીપ્શન વગર ઇજેક્શન વેચ્યું હતું. અઠવાડિયા પહેલા શહેરના વેસુ ચાર રસ્તા ખાતે મૈત્રીય હોસ્પિટલ પાસે પોલીસે 40 હજારનું ટોસિલિઝુમેબ ઇજેકશન 2.70 લાખમાં આપવા આવેલા ટ્રાઇસ્ટાર હોસ્પિટલની ડોક્ટર હેતલ કથીરીયાના પિતા રસીક કથીરીયાને ઝડપી લીધા હતી.

બાદમાં ઉમરા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરતા એક પછી એક ધરપકડનો દોર શરૂ થયો હતો. પિતાની ધરપકડ બાદ ઉમરા પોલીસે ડો.હેતલ કથીરીયા અને વ્રજેશ હેમંતકુમાર મહેતાની ધરપકડ કરી હતી. જેની તપાસમાં ઉમરા પોલીસે અમૃત્તમ હોસ્પિટલના કર્મચારી પંકજ રામાણીની પણ ધરપકડ કરી હતી.

પુછપરછ દરમિયાન તેને મિત્રની માતા માટે આ ઇજેક્શન લાવ્યાની કબૂલાત કરી હતી. પંકજ રામાણીને આ ઇજેક્શન કોણે આપ્યું તે અંગે પુછપરછ કરતા ડો.શૈલેષ દેવજીભાઇ વાળાએ ઇજેકશન આપ્યું હોવાનું સામે આવતા ગઈકાલે ઉમરા પોલીસે ડો.વાળાની ધરપકડ કરી હતી. ડો.શૈલેષ વાળાએ પ્રિસ્ક્રીશન વગર એલ.એચ રોડ પર સિદ્ધી પાર્કમાં રહેતા અને પીપલોદમાં લેકવ્યુ મેડીકલ સ્ટોર્સ ચલાવતા અશ્વિન સાવલીયા પાસેથી ઇજેકશન લીધું હોવાનું કબુલ્યું હતું.

આ પણ વાંચો : સુરત : દબાણ હટાવવા ગયેલી ટીમ પર માલધારીઓએ કર્યો જીવલેણ હુમલો, રામજી-લાલા ભરવાડની દાદાગીરી

ઉમરા પોલીસે પીપલોદની લેકવ્યુ મેડિકલ સ્ટોરના માલિક 42 વર્ષીય અશ્વિન મનસુખ સાવલીયાની ધરપકડ કરી છે. અમૃતમ હોસ્પિટલના ડો.શૈલેષ વાળાએ લેકવ્યુ મેડિકલ સ્ટોરના માલિકને એક દર્દી માટે ટોસિલિઝુમેબ આપવાની વાત કરી હતી.  જેથી અશ્વિન સાવલિયાએ તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના ચોથી એપ્રિલે તેના કર્મચારી ઇન્જેકશનની ડિલિવરી આપવા ડો. શૈલેષ પાસે મોક્લ્યો હતો. પોલીસ પૂછપરછમાં અશ્વિને જણાવ્યું હતું તેણે ટોસિલિઝુમેબનું વેચાણ તેની પ્રિન્ટ કિંમત મુજબ જ કર્યું હતું.

જો કે તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના ઇન્જેક્શન આપતા અશ્વિન ભેરવાયો હતો.અમૃતમ હોસ્પિટલમાં દાખલ કોવિડના એક દર્દી માટે ટોસિલિઝુમેબની જરૂર હોવાનું કહી તબીબે ઈન્જેકશન માંગ્યું હતું. બાદમાં તે દર્દીને ઇન્જેક્શનની જરૂર ન પડતા તબીબે પોતાની પાસે રહેવા દીધું હતું. તબીબે આ ઇન્જેક્શન પંકજ રામાણી મારફતે 1.85 લાખમાં વિજય કુંભાણીને વેચ્યું હતું. વિજયે તે ઈન્જેકશન દર્દીના સંબધીને 2.30 લાખમાં આપ્યું હતું. ઉમરા પોલીસે ડો. શૈલેષની ધરપકડ કરી રવિવારે કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે આરોપી ડો.શૈલેષને લાજપોર જેલમાં મોકલી આપ્યો છે.

ટોસિલિઝુમેબની કાળાબજારીમાં અત્યાર સુધી પોલીસે ટ્રાઇસ્ટાર હોસ્પિટલની ડૉ.હેતલ કથિરિયા, ડૉ.હેતલના પિતા રસિક કથિરિયા, જીયો મેક્સ હોસ્પિટલનો કર્મચારી વ્રજેશ મહેતા, સુરત જનરલ હોસ્પિટલના મેડિકલ સ્ટોરનો સંચાલક મયંક જરીવાલા, અમૃતમ હોસ્પિટલનો કર્મચારી પંકજ રામાણી અને અમૃતમ હોસ્પિટલના ડૉ.શૈલેષવાળાને પકડી પાડ્યા હતા. હાલ આ તમામ આરોપીઓને લાજપોર જેલ મોકલી આપ્યા છે.
Published by:Jay Mishra
First published:May 17, 2021, 16:54 pm

ટૉપ ન્યૂઝ