સુરતઃ 'મારા મોત માટે નિલેશ, ગોવિંદ, શૈલેષ સહિત પાંચ જવાબદાર, ધંધો કરવા દેતા નથી', સંચા ખાતા માલિકનો આપઘાત

સુરતઃ 'મારા મોત માટે નિલેશ, ગોવિંદ, શૈલેષ સહિત પાંચ જવાબદાર, ધંધો કરવા દેતા નથી', સંચા ખાતા માલિકનો આપઘાત
આધેડની ફાઈલ તસવીર

સચીનમાં 15 જેટલા સંચા મશીન ચલાવતા અજયભાઈઍ પત્ની શાકભાજી લેવા માટે ગઈ હતી તે વખતે ઘરમાં ફાંસોખાઈ આપઘાત કરી લીધો હતો.

  • Share this:
સુરતઃ કોરોના મહામારીની (corona pendamic) સ્થિતિ વચ્ચે સુરત શહેરમાં (surat city) આત્મહત્યાના કેસ છાસવારે બનતા રહે છે. જોકે, દેશભરમાં કોરોના વેક્સીન (corona vaccination) આપવાનું અભિયાન ચાલી રહ્યું છે. સુરતમાં વધુ એક આત્મહત્યાની ઘટના સામે આવી છે. શહેરના અલથાણ ઍસઍમસી આવાસમાં રહેતા અને સચીનમાં 15 જેટલા સંચા મશીન ચલાવતા આધેડે ગઈકાલે ગુરુવારે મો઼ડી સાંજે સાડા છ વાગ્યે પત્ની શાકભાજી લેવા માટે જતા ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. સંચા ખાતાના માલિકે આપઘાત કરતા પહેલા તેની મોત માટે પાંચ જણા જવાબદાર હોવાનુ કહી તેમના નામો સાથે સુસાઈટ નોટ (suicide note) લખી હતી જે પોલીસે કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે સુરત શહેરના અલથાણ ઍસઍમસી આવાસમાં રહેત અજય પ્રતાપસિંહ સચીનમાં પંદર જેટલા સંચા મશીન ચલાવે છે. અજયભાઈને પરિવારમાં પત્ની સાથે રહે છે જયારે પુત્ર લગન્ પછી પાંડેસરા રહે છે. દરમિયાન ગઈકાલે સાંજે છ વાગ્યે અજયભાઈઍ પત્ની શાકભાજી લેવા માટે ગઈ હતી તે વખતે ઘરમાં ફાંસોખાઈ આપઘાત કરી લીધો હતો.અજયભાઈઍ આપઘાત કરતા પહેલા ઍક પાનાની સુસાઈટ નોટ લખી હતી. જેમાં નિલેશ, ગોવિંદ, શૈલેષ સહિત પાંચ જણાના નામ લખ્યા હતા. અજયભાઈઍ સુસાઈટ નોટમાં લખ્યું હતું કે આ પાંચેય જણાઍ તેને પરેશાન કરી ધંધો કરવા દેતા નથી. ઍટલે હેરાન થઈને આત્મહત્યા કરુ છું.

આ પણ વાંચોઃ-

અને મારા મોત માટે આ પાંચેય જણા જવાબદાર છે. વધુમાં અજયભાઈઍ સુસાઈટ નોટમાં રૂપિયા 2,84,000નો કાપડનો માલ જગન્નાથ શ્રીવાસ્તવ અને મનોજબિંદ નામના દલાલ પાસે હોવાનુ લખ્યુ હતું.

આ પણ વાંચોઃ-

બનાવની જાણ થતા ખટોદરા પોલીસ ઘટના સ્થળે પહોચી અજયભાઈની લાશને પીઍમ માટે નવી સિવિલ હોસ્પિટલમાં મોકલી હતી, પોલીસે સુસાઈટ નોટ કબજે કરી આગળ તપાસ હાથ ધરી છે.જોકે પોલીસે હાલમાં આ મામલે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ શરુ કરી છે. જોકે સુસાઇટ નોટ મામલે પોલીસે તપાસ સાહરુ કરી છે. અને તપાસમાં જો આ ઇસમો દ્વારા ત્રાસ આપવાની વાત આવશે તો પોલીસે આ તમામ લોકો વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણા ગુનો દાખલ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારી કરી છે.
Published by:ankit patel
First published:January 23, 2021, 19:21 pm

ટૉપ ન્યૂઝ