સુરતમાં Corona બેકાબુ: એક જ દિવસમાં 819 કેસ, Coronaના કારણે આજે 10 પરિવારમાં માતમ છવાયો

સુરતમાં Corona બેકાબુ: એક જ દિવસમાં 819 કેસ, Coronaના કારણે આજે 10 પરિવારમાં માતમ છવાયો
આજે સેન્ટ્રલ ઝોનમાં 75, વરાછા એ ઝોનમાં 68, વરાછા બી 2 56 , રાંદેર ઝોન 99, કતારગામ ઝોનમાં 82, લીંબાયત ઝોનમાં 66, ઉધના ઝોનમાં 65 અને અથવા ઝોનમાં 110 કેસ નોંધાયા

આજે સેન્ટ્રલ ઝોનમાં 75, વરાછા એ ઝોનમાં 68, વરાછા બી 2 56 , રાંદેર ઝોન 99, કતારગામ ઝોનમાં 82, લીંબાયત ઝોનમાં 66, ઉધના ઝોનમાં 65 અને અથવા ઝોનમાં 110 કેસ નોંધાયા

  • Share this:
સુરત : દેશભરમાં કોરોનાવેક્સિન (Corona Vaccination) આપવાનું શરૂ થઈ ગયું છે, પરંતુ સુરત શહેરમાં કોરોનાના દર્દી (Corona patient)ત્રીજા રાઉન્ડમાં સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 819 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 621 જયારે ગ્રામીણ વિસ્તારમાં 198 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 70283 પર પહોંચી છે, જયારે આજે 10 લોકોના કોરોનાથી મોત (Corona Death) સાથે મરણ આંક 1220 પર પહોંચ્યો છે, તેવામાં આજે 593 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે. કોરોના વાઇરસ(Coronavirus)ને લઇને લોકો કોરોના ગાઈડ લાઇન પાલન નહિ કરવાને લઈને ત્રીજ વખત કોરોના સંક્રમણનું પ્રમાણ વધી રહ્યું છે.

સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરોત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 819 દર્દી નોંધાયા છે, જેમાં શહેર વિસ્તારમાં 621 કેસ નોંધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 54114 જયારે ગ્રામ્ય વિસ્તારમાં આજે વધુ 198 કેસ સાથે દર્દી સંખ્યા 16169 પર પહોંચી છે. આજે કોરોનાની સારવાર દરમિયાન 10 લોકોના મોત થયા છે જેમાં 290 મૃત્યુ જિલ્લાના છે અને 930 શહેર વિસ્તારના છે. કુલ મૃતઆંક 1220 પર પહોંચ્યો છે. કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા જેમાં શહેર વિસ્તારમાં 65007 જયારે ગ્રામ્ય વિસ્તારના 14358 દર્દી છે.આ પણ વાંચો - Explained : કોરોના સંક્રમણનો ફરીથી ભોગ કોણ બની શકે, શું કાળજી રાખવી? જાણીલો આ બાબતો

ક્યા વિસ્તારમાં કેટલા કેસ?

આજે સેન્ટ્રલ ઝોનમાં 75, વરાછા એ ઝોનમાં 68, વરાછા બી 2 56 , રાંદેર ઝોન 99, કતારગામ ઝોનમાં 82, લીંબાયત ઝોનમાં 66, ઉધના ઝોનમાં 65 અને અથવા ઝોનમાં 110 કેસ નોંધાયા છે. જોકે ગતરોજ સુરતમાં અથવા અને ખાસ કરીને રાંદેર ઝોનમાં સંક્રમણ વધી રહ્યું છે, જેને લઈને કેટલાક વિસ્તારને કંટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે, ત્યારે તંત્રની ચિંતા પણ સતત વધી રહી છે. અહીંયા કોરોનાગાઈડઇન પાલન નથી થતું તેવું લાગી રહ્યુ છે, તંત્ર દ્વારા ટિમો બનાવી માસ્ક અને સોશિયલ ડિસ્ટનના ભંગ બદલ દંડની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

જિલ્લામાં ક્યાં કેટલા કેસ?

જોકે જિલ્લામાં ચોર્યાસીમાં 42, ઓલપાડ 17, કામરેજ 53, પલસાણા 05, બારડોલી 27, મહુવા 12, માંડવી 17, અને માંગરોળ 22, અને ઉમરપાડા 03 કેસ નોંધાતા તંત્ર દ્વારા કોરોના ટેસ્ટિંગ અહીંયા પણ વધારવામાં આવ્યું છે. જોકે સતત વધી રહેલા કેસમાં બહાર ગામથી આવતા લોકોમાં સંક્રમણનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે અને જો લોકો નિયમો નહીં પાળે તો આગામી દિવસોમાં કોરોના વિસ્ફોટ થાય તેવું લાગી રહ્યું છે.
Published by:kiran mehta
First published:April 07, 2021, 23:52 pm

ટૉપ ન્યૂઝ