સુરતમાં Coronaનો આતંક ચિંતાજનક: આજે 744 કેસ, આટલા કેસ રોજ લોકડાઉન સમયે પણ ન હતા

સુરતમાં Coronaનો આતંક ચિંતાજનક: આજે 744 કેસ, આટલા કેસ રોજ લોકડાઉન સમયે પણ ન હતા
પ્રતિકાત્મક તસવીર

આજે 03 લોકોના કોરોનાથી મોત (Corona Death) સાથે મરણ આંક 1176 પર પહોંચ્યો છે

  • Share this:
સુરત : દેશભરમાં કોરોનાવેક્સિન (Corona Vaccination) આપવાનું શરૂ થઈ ગયું છે, પરંતુ સુરત શહેરમાં કોરોનાના દર્દી (Corona patient)ત્રીજા રાઉન્ડમાં સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 744 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 602 જયારે ગ્રામીણ વિસ્તારમાં 142 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 65195 પર પહોંચી છે, જયારે આજે 03 લોકોના કોરોનાથી મોત (Corona Death) સાથે મરણ આંક 1176 પર પહોંચ્યો છે, તેવામાં આજે 655 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.કોરોના વાઇરસ(Coronavirus)ને લઇને લોકો કોરોના ગાઈડ લાઇન પાલન નહિ કરવાને લઈને ત્રીજ વખત કોરોના સંક્રમણનું પ્રમાણ વધી રહ્યું છે.

સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરોત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 744 દર્દી નોંધાયા છે, જેમાં શહેર વિસ્તારમાં 602 કેસ નોંધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 50234 જયારે ગ્રામ્ય વિસ્તારમાં આજે વધુ 142 કેસ સાથે દર્દી સંખ્યા 14961 પર પહોંચી છે.આજે કોરોના ની સારવાર દરમિયાન 3 લોકોના મોત થયા છે જેમાં 288 મૃત્યુ જિલ્લાના છે અને 888 શહેર વિસ્તારના છે. કુલ મૃતઆંક 1176 પર પહોંચ્યો છે. આજે શહેરમાંથી 610 જ્યારે જિલ્લામાં આજે 55 દર્દીને રજા આપતા, કુલ 655 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા જેમાં શહેર વિસ્તારમાં 60155 જયારે ગ્રામ્ય વિસ્તારના 13518 દર્દી છે.આ પણ વાંચોસુરત : ધૂળેટીના દિવસે મોબાઇલ ગુમ થઇ જતા ટેન્શનમાં યુવાને કર્યો આપઘાત, મિત્રો-પરિવાર શોકમાં ગરકાવ

ક્યા વિસ્તારમાં કેટલા કેસ?

આજે સેન્ટ્રલ ઝોનમાં 58, વરાછા એ ઝોનમાં 76, વરાછા બી 2 59 , રાંદેર ઝોન 100, કતારગામ ઝોનમાં 67, લીંબાયત ઝોનમાં 70, ઉધના ઝોનમાં 55 અને અથવા ઝોનમાં 117 કેસ નોંધાયા છે.જોકે ગતરોજ સુરતમાં અથવા અને ખાસ કરીને રાંદેર ઝોનમાં સંક્રમણ વધી રહ્યું છે, જેને લઈને કેટલાક વિસ્તારને કંટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે, ત્યારે તંત્રની ચિંતા પણ સતત વધી રહી છે. અહીંયા કોરોનાગાઈડઇન પાલન નથી થતું તેવું લાગી રહ્યુ છે, તંત્ર દ્વારા ટિમો બનાવી માસ્ક અને સોશિયલ ડિસ્ટનના ભંગ બદલ દંડની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોવલસાડ : 71 વર્ષિય વૃદ્ધાએ 78 વર્ષિય વૃદ્ધ પતિની કપડાના ધોકાથી કરી હત્યા, Murderનું કારણ પણ વિચિત્ર

જિલ્લામાં ક્યાં કેટલા કેસ?

જોકે જિલ્લામાં ચોર્યાસીમાં 25, ઓલપાડ 09, કામરેજ 29, પલસાણા 26, બારડોલી 22, મહુવા 06, માંડવી 09, અને માંગરોળ 16, અને ઉમરપાડા 00 કેસ નોંધાતા તંત્ર દ્વારા કોરોના ટેસ્ટિંગ અહીંયા પણ વધારવામાં આવ્યું છે. જોકે સતત વધી રહેલા કેસમાં બહાર ગામથી આવતા લોકોમાં સંક્રમણનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે અને જો લોકો નિયમો નહીં પાળે તો આગામી દિવસોમાં કોરોના વિસ્ફોટ થાય તેવું લાગી રહ્યું છે.
Published by:kiran mehta
First published:March 31, 2021, 21:25 pm

ટૉપ ન્યૂઝ