સુરતમાં Coronaએ તમામ હદ વટાવી: 24 કલાકમાં જ 1152 કેસ, જાણો - સૌથી વધુ કેસ કયા વિસ્તારમાં

સુરતમાં Coronaએ તમામ હદ વટાવી: 24 કલાકમાં જ 1152 કેસ, જાણો - સૌથી વધુ કેસ કયા વિસ્તારમાં
આજે કોરોના ની સારવાર દરમિયાન 16 લોકોના મોત થયા છે જેમાં 292 મૃત્યુ જિલ્લાના છે અને 973 શહેર વિસ્તારના છે

આજે કોરોના ની સારવાર દરમિયાન 16 લોકોના મોત થયા છે જેમાં 292 મૃત્યુ જિલ્લાના છે અને 973 શહેર વિસ્તારના છે

  • Share this:
સુરત : દેશભરમાં કોરોનાવેક્સિન (Corona Vaccination) આપવાનું શરૂ થઈ ગયું છે, પરંતુ સુરત શહેરમાં કોરોનાના દર્દી (Corona patient)ત્રીજા રાઉન્ડમાં સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 1152 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 913 જયારે ગ્રામીણ વિસ્તારમાં 239 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 73499 પર પહોંચી છે, જયારે આજે 16 લોકોના કોરોનાથી મોત (Corona Death) સાથે મરણ આંક 1265 પર પહોંચ્યો છે, તેવામાં આજે 761 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.કોરોના વાઇરસ(Coronavirus)ને લઇને લોકો કોરોના ગાઈડ લાઇન પાલન નહિ કરવાને લઈને ત્રીજ વખત કોરોના સંક્રમણનું પ્રમાણ વધી રહ્યું છે.

સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરોત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 1152 દર્દી નોંધાયા છે, જેમાં શહેર વિસ્તારમાં 913 કેસ નોંધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 56641 જયારે ગ્રામ્ય વિસ્તારમાં આજે વધુ 239 કેસ સાથે દર્દી સંખ્યા 16858 પર પહોંચી છે.આજે કોરોના ની સારવાર દરમિયાન 16 લોકોના મોત થયા છે જેમાં 292 મૃત્યુ જિલ્લાના છે અને 973 શહેર વિસ્તારના છે. કુલ મૃતઆંક 1265 પર પહોંચ્યો છે. આજે શહેરમાંથી 620 જ્યારે જિલ્લામાં આજે 141 દર્દીને રજા આપતા, કુલ 761 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા કુલ 67191 જેમાં શહેર વિસ્તારમાં 52490 જયારે ગ્રામ્ય વિસ્તારના 14713 દર્દી છે.આ પણ વાંચોસુરતમાં Corona બેકાબુ: આજથી 7 દિવસ માટે લારી-ગલ્લા બંધ કરવાનો તંત્રનો મૌખિક આદેશ, વ્યસનીઓ દોડતા થયા

ક્યા વિસ્તારમાં કેટલા કેસ?

આજે સેન્ટ્રલ ઝોનમાં 118, વરાછા એ ઝોનમાં 107, વરાછા બી 2 97 , રાંદેર ઝોન 143, કતારગામ ઝોનમાં 100, લીંબાયત ઝોનમાં 96, ઉધના ઝોનમાં 97 અને અથવા ઝોનમાં 155 કેસ નોંધાયા છે.જોકે ગતરોજ સુરતમાં અથવા અને ખાસ કરીને રાંદેર ઝોનમાં સંક્રમણ વધી રહ્યું છે, જેને લઈને કેટલાક વિસ્તારને કંટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે, ત્યારે તંત્રની ચિંતા પણ સતત વધી રહી છે. અહીંયા કોરોનાગાઈડઇન પાલન નથી થતું તેવું લાગી રહ્યુ છે, તંત્ર દ્વારા ટિમો બનાવી માસ્ક અને સોશિયલ ડિસ્ટનના ભંગ બદલ દંડની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોCorona જેવા રોગથી તમારા પરિવારને બચાવવો હોય તો, આ ખોરાકથી પરિવારને રાખો દૂર

જિલ્લામાં ક્યાં કેટલા કેસ?

જોકે જિલ્લામાં ચોર્યાસીમાં 88, ઓલપાડ 35, કામરેજ 30, પલસાણા 19, બારડોલી 38, મહુવા 12, માંડવી 00, અને માંગરોળ 15, અને ઉમરપાડા 02- કેસ નોંધાતા તંત્ર દ્વારા કોરોના ટેસ્ટિંગ અહીંયા પણ વધારવામાં આવ્યું છે. જોકે સતત વધી રહેલા કેસમાં બહાર ગામથી આવતા લોકોમાં સંક્રમણનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે અને જો લોકો નિયમો નહીં પાળે તો આગામી દિવસોમાં કોરોના વિસ્ફોટ થાય તેવું લાગી રહ્યું છે.
Published by:kiran mehta
First published:April 10, 2021, 22:56 pm

ટૉપ ન્યૂઝ