સુરતમાં કોરોનાનો આતંક યથાવત્ : ક્લસ્ટર એરીયા 100ને પાર, હજી 9.58 લાખ લોકો લોકડાઉનમાં કેદ


Updated: June 10, 2020, 3:25 PM IST
સુરતમાં કોરોનાનો આતંક યથાવત્ : ક્લસ્ટર એરીયા 100ને પાર, હજી 9.58 લાખ લોકો લોકડાઉનમાં કેદ
પ્રતિકાત્મક તસવીર

મહાનગરપાલિકા નાના-નાના માઈક્રો ક્લસ્ટર બનાવી રહી છે. અત્યારે 108 જેટલા ક્લસ્ટરમાં શહેરના 9.58 લાખ લોકો લોકડાઉનની સ્થિતિમાં છે.

  • Share this:
સુરતઃ શહેરમાં કોરોના વાયરસ (coronavirus) સંક્રમણની સ્થિતિમાં હાલ મોટી વસ્તી હેરાન ન થાય એ માટે મહાનગરપાલિકા નાના-નાના માઈક્રો ક્લસ્ટર (Micro cluster) બનાવી રહી છે. અત્યારે 108 જેટલા ક્લસ્ટરમાં શહેરના 9.58 લાખ લોકો લોકડાઉનની (lockdown) સ્થિતિમાં છે. હાલ શહેરમાં જે કોરોના પોઝિટિવ (corona positive) કેસો મળી રહ્યા છે, એમાં શહેરના કુલ કેસના 75 ટકા કેસ ક્લસ્ટર વિસ્તારમાંથી મળી રહ્યા છે. હાલ કતારગામ વિસ્તારમાં કેસોની સંખ્યા ખૂબ વધી રહી છે, અને કતારગામ નવું કોરોના હોટસ્પોટ બની રહ્યું છે. કમિશનરે માહિતી આપતા જણાવ્યું હતું કે હવે સ્થિતિ એ છે કે રોજ લિંબાયતમાંથી જેટલા કેસ મળે છે એનાથી પણ વધુ કતારગામમાંથી કેસ મળી રહ્યા છે.

મ્યુનિસિપલ કમિશ્નર પાનીએ કહ્યું હતું કે અગાઉ કતારગામ ઝોનમાં, અમરોલી, કોસાડ સહિત સ્લમ અને પછાત વિસ્તારમાંથી વધુ કેસો મળી રહ્યા હતા. જોકે હવે આ પેટર્ન બદલાઇ છે, અને કતારગામમાં સોસાયટી વિસ્તાર જેમાં લલિતા ચોકડી વેડરોડ કતારગામ મેઇન રોડની આસપાસની સોસાયટીઓ, ગોટાલાવાડી જેવા વિસ્તારોમાંથી પણ કોરોના પોઝિટિવ કેસો નોંધાઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ-ગુજરાત માટે સારા સમાચાર, સિંહોની વસ્તીમાં 29%નો થયો વધારો

લિંબાયતમાં આઝાદનગર, પરવટ પાટિયા, સેન્ટ્રલ ઝોનમાં બેગમપુરા, સલાબતપુરા, ગોપીતળાવ,  વરાછામાં લસકાણા સહિતના ક્લસ્ટર વિસ્તારોમાંથી કેસોની સંખ્યા રોજેરોજ આવતી રહે છે. લસકાણા અને ગોપીતળાવ જેવા કેટલાક ક્લસ્ટર નવા બની રહ્યા છે, તો કેટલાક સ્થળે ક્લસ્ટર વિખેરી નાખવામાં આવ્યા બાદ પણ પોઝિટિવ કેસ મળવાનું ચાલુ જ રહેવા પામ્યું છે.

આ પણ વાંચોઃ-સુરત : નોકરી અપાવવાના બ્હાને બે ભેજાબાજે 8 યુવાનો પાસેથી રૂા. 24.85 લાખ ખંખેરી લીધા

કમિશનરે વધુમાં ઉમેર્યું હતું કે મનપા દ્વારા સંપૂર્ણ વૈજ્ઞાનિક ઢબે ક્લસ્ટર બનાવવામાં આવે છે, જેમાં ઓછામાં ઓછા લોકોએ ક્લસ્ટર હેઠળ હોમ ક્વોરેન્ટાઈન રહેવું પડે એનું ધ્યાન રાખવામાં આવે છે. ક્યારેક ક્લસ્ટર સિવાયના વિસ્તારમાંથી પણ કેસો મળી રહ્યા છે. હાલ સ્થિતિ એ છે કે શહેરના કુલ કેસોના ૭૫ ટકા કેસો ક્લસ્ટર વિસ્તારમાંથી મળી રહ્યા છે. કમિશનરે આજથી શહેરમાં શરૂ થયેલા મોલ, હોટલ, રેસ્ટોરન્ટ અને ધાર્મિક સ્થળોના સંચાલકોને કોરોના સંક્રમણ વધુ ન ફેલાય એ માટે પૂરતી કાળજી લેવા ફરી એકવાર તાકીદ કરી છે.આ પણ વાંચોઃ-સુરત ડાયમંડ બુર્સ ખાતે માટી ધસી પડતા બે મજૂરોના દબાઇ જવાથી મોત

કલ્સ્ટરની પરિભાષા થોડિ બદલાય છે હવે આખા વિસ્તારની જગ્યાએ સોસાયટી તેમજ એપાર્ટમેન્ટનેજ કલ્સ્ટર કરાય છે. જયારે ઘણા કલ્સ્ટરો ઓછા પણ કરી દેવામાં આવ્યા છે. પરંતુ જે રીતે કેસો વધી રહ્યા છે સુરતમાં કુલ કલ્સટર 108 થઇ ગયા છે.
First published: June 10, 2020, 3:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading