સુરતમાં Coronaનો આતંક યથાવત્ : 24 કલાકમાં જ 2476 કેસ, જાણો કયા વિસ્તારમાં ચિંતા વધી

સુરતમાં Coronaનો આતંક યથાવત્ : 24 કલાકમાં જ 2476 કેસ, જાણો કયા વિસ્તારમાં ચિંતા વધી
પ્રતિકાત્મક તસવીર

સુરતમાં 1958 જયારે ગ્રામીણ વિસ્તારમાં  518 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 96983 પર પહોંચી છે, જયારે આજે 27 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 1569 પર પહોંચ્યો છે.

  • Share this:
સુરત : દેશભરમાં કોરોનાવેક્સિન (Corona Vaccination) આપવાનું શરૂ થઈ ગયું છે, પરંતુ સુરત શહેરમાં કોરોનાના દર્દી (Corona patient)ત્રીજા રાઉન્ડમાં સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 2476 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ (surat corona update) આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 1958 જયારે ગ્રામીણ વિસ્તારમાં  518 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 96983 પર પહોંચી છે,

જયારે આજે 27 લોકોના કોરોનાથી મોત (Corona Death) સાથે મરણ આંક 1569 પર પહોંચ્યો છે, તેવામાં આજે 813  દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.કોરોના વાઇરસ(Coronavirus)ને લઇને લોકો કોરોના ગાઈડ લાઇન પાલન નહિ કરવાને લઈને ત્રીજ વખત કોરોના સંક્રમણનું પ્રમાણ વધી રહ્યું છે.સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરોત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 2476 દર્દી નોંધાયા છે, જેમાં શહેર વિસ્તારમાં 1958 કેસ નોંધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 75551  જયારે ગ્રામ્ય વિસ્તારમાં આજે વધુ 518  કેસ સાથે દર્દી સંખ્યા 21432 પર પહોંચી છે.આજે કોરોના ની સારવાર દરમિયાન 27 લોકોના મોત થયા છે જેમાં 318 મૃત્યુ જિલ્લાના છે અને 1251 શહેર વિસ્તારના છે. કુલ મૃતઆંક 1569 પર પહોંચ્યો છે.

આ પણ વાંચોઃ-વહૂને આંખોની સામે તડપતી મરતી દેખી, પરિજનોએ ખોલી પોલ, 30 મિનિટ નહીં બે કલાક બંધ રહ્યો હતો ઓક્સીજન

આ પણ વાંચોઃ-રાજકોટઃ સિવિલમાં પૈસા લઈને દાખલ કરાવનારા લાલચું યુવકો ઝડપાયા, રૂ. 9000ની લાંચ માંગવામાં આવતી

આજે શહેરમાંથી 639 જ્યારે જિલ્લામાં આજે 174 દર્દીને રજા આપતા, કુલ  813 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા કુલ 77241 જેમાં શહેર વિસ્તારમાં 60068 જયારે ગ્રામ્ય વિસ્તારના 17173 દર્દી છે.

આ પણ વાંચોઃ-અમદાવાદની યુવતીની કરુણ કહાની! પતિએ ઘરમાંથી કાઢી મૂકી, સંતાનો સાથે વાત પણ ન કરવા દીધી, મામલો પોલીસ પાસે પહોંચ્યો

આ પણ વાંચોઃ-પત્ની-બાળકોની હત્યા કર્યા બાદ ઘરે આવેલી શિક્ષિકાને મારી સાઈકો કિલરે કર્યું સેક્સ, આરોપીએ જણાવ્યું કેમ કરી હત્યાઓ?

ક્યા વિસ્તારમાં કેટલા કેસ?
આજે સેન્ટ્રલ ઝોનમાં 211, વરાછા એ ઝોનમાં 213, વરાછા બી 2 183 , રાંદેર ઝોન 346, કતારગામ ઝોનમાં 241, લીંબાયત ઝોનમાં 203, ઉધના ઝોનમાં 218 અને અથવા ઝોનમાં 343 કેસ નોંધાયા છે. જોકે ગતરોજ સુરતમાં અથવા અને ખાસ કરીને રાંદેર ઝોનમાં સંક્રમણ વધી રહ્યું છે, જેને લઈને કેટલાક વિસ્તારને કંટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે, ત્યારે તંત્રની ચિંતા પણ સતત વધી રહી છે.અહીંયા કોરોનાગાઈડઇન પાલન નથી થતું તેવું લાગી રહ્યુ છે, તંત્ર દ્વારા ટિમો બનાવી માસ્ક અને સોશિયલ ડિસ્ટનના ભંગ બદલ દંડની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.જિલ્લામાં ક્યાં કેટલા કેસ?જોકે જિલ્લામાં ચોર્યાસીમાં 79, ઓલપાડ 67, કામરેજ 84, પલસાણા 32, બારડોલી 128, મહુવા 30, માંડવી 46, અને માંગરોળ 41, અને ઉમરપાડા 11 કેસ નોંધાતા તંત્ર દ્વારા કોરોના ટેસ્ટિંગ અહીંયા પણ વધારવામાં આવ્યું છે.

જોકે સતત વધી રહેલા કેસમાં બહાર ગામથી આવતા લોકોમાં સંક્રમણનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે અને જો લોકો નિયમો નહીં પાળે તો આગામી દિવસોમાં કોરોના વિસ્ફોટ થાય તેવું લાગી રહ્યું છે.
Published by:ankit patel
First published:April 22, 2021, 22:02 pm

ટૉપ ન્યૂઝ