સુરતમાં કોરોનાનો અજગર ભરડો! 24 કલાકમાં જ 2340 કેસ, જાણો, સૌથી વધુ કેસ ક્યા વિસ્તારમાં?

સુરતમાં કોરોનાનો અજગર ભરડો! 24 કલાકમાં જ 2340 કેસ, જાણો, સૌથી વધુ કેસ ક્યા વિસ્તારમાં?
પ્રતિકાત્મક તસવીર

આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 2340 દર્દી નોંધાયા છે, જેમાં શહેર વિસ્તારમાં 1849 કેસ નોંધાયા છે. આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 73593  જયારે ગ્રામ્ય વિસ્તારમાં આજે વધુ 491  કેસ સાથે દર્દી સંખ્યા 20507 પર પહોંચી છે.

  • Share this:
સુરત : દેશભરમાં કોરોના વેક્સિન (Corona Vaccination) આપવાનું શરૂ થઈ ગયું છે, પરંતુ સુરત શહેરમાં કોરોનાના દર્દી (Corona patient) ત્રીજા રાઉન્ડમાં સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 2340 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં (surat covid-19 update)1849 જયારે ગ્રામીણ વિસ્તારમાં  491 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 94507 પર પહોંચી છે, જયારે આજે 29 લોકોના કોરોનાથી મોત (Corona Death) સાથે મરણ આંક 1542 પર પહોંચ્યો છે, તેવામાં આજે 946  દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.

કોરોના વાયરસ (Coronavirus)ને લઇને લોકો કોરોના ગાઈડ લાઇન પાલન નહિ કરવાને લઈને ત્રીજ વખત કોરોના સંક્રમણનું પ્રમાણ વધી રહ્યું છે. સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરોત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 2340 દર્દી નોંધાયા છે, જેમાં શહેર વિસ્તારમાં 1849 કેસ નોંધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 73593  જયારે ગ્રામ્ય વિસ્તારમાં આજે વધુ 491  કેસ સાથે દર્દી સંખ્યા 20507 પર પહોંચી છે.આજે કોરોના ની સારવાર દરમિયાન 29 લોકોના મોત થયા છે જેમાં 313 મૃત્યુ જિલ્લાના છે અને 1229 શહેર વિસ્તારના છે. કુલ મૃતઆંક 1542 પર પહોંચ્યો છે. આજે શહેરમાંથી 633 જ્યારે જિલ્લામાં આજે 276 દર્દીને રજા આપતા, કુલ  946 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા કુલ 77059 જેમાં શહેર વિસ્તારમાં 59429 જયારે ગ્રામ્ય વિસ્તારના 16999 દર્દી છે.

આ પણ વાંચોઃ-અમદાવાદની યુવતીની કરુણ કહાની! પતિએ ઘરમાંથી કાઢી મૂકી, સંતાનો સાથે વાત પણ ન કરવા દીધી, મામલો પોલીસ પાસે પહોંચ્યો

આ પણ વાંચોઃ-ગાંધીનગરઃ હૃદયદ્રાવક ઘટના! કોરોનાના કારણે સવારે પતિ અને સાંજે પત્નીનું મોત, એક જ દિવસે પરિવારે બે સ્વજન ગુમાવ્યા

ક્યા વિસ્તારમાં કેટલા કેસ?
આજે સેન્ટ્રલ ઝોનમાં 211, વરાછા એ ઝોનમાં 240, વરાછા બી 2 183 , રાંદેર ઝોન 305, કતારગામ ઝોનમાં 258, લીંબાયત ઝોનમાં 190, ઉધના ઝોનમાં 165 અને અથવા ઝોનમાં 297 કેસ નોંધાયા છે.

આ પણ વાંચોઃ-પત્ની-બાળકોની હત્યા કર્યા બાદ ઘરે આવેલી શિક્ષિકાને મારી સાઈકો કિલરે કર્યું સેક્સ, આરોપીએ જણાવ્યું કેમ કરી હત્યાઓ?

આ પણ વાંચોઃ-અમદાવાદનો ચોંકાવનારો કિસ્સો! પરિણીતા ગર્ભવતી થઈ ત્યારે જ ઘરે આવી પતિની પ્રેમિકા અને પછી...

જોકે ગતરોજ સુરતમાં અથવા અને ખાસ કરીને રાંદેર ઝોનમાં સંક્રમણ વધી રહ્યું છે, જેને લઈને કેટલાક વિસ્તારને કંટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે, ત્યારે તંત્રની ચિંતા પણ સતત વધી રહી છે. અહીંયા કોરોનાગાઈડઇન પાલન નથી થતું તેવું લાગી રહ્યુ છે, તંત્ર દ્વારા ટિમો બનાવી માસ્ક અને સોશિયલ ડિસ્ટનના ભંગ બદલ દંડની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.જિલ્લામાં ક્યાં કેટલા કેસ?
જોકે જિલ્લામાં ચોર્યાસીમાં 53, ઓલપાડ 71, કામરેજ 76, પલસાણા 52, બારડોલી 74, મહુવા 49, માંડવી 40, અને માંગરોળ 63, અને ઉમરપાડા 13 કેસ નોંધાતા તંત્ર દ્વારા કોરોના ટેસ્ટિંગ અહીંયા પણ વધારવામાં આવ્યું છે. જોકે સતત વધી રહેલા કેસમાં બહાર ગામથી આવતા લોકોમાં સંક્રમણનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે અને જો લોકો નિયમો નહીં પાળે તો આગામી દિવસોમાં કોરોના વિસ્ફોટ થાય તેવું લાગી રહ્યું છે.
Published by:ankit patel
First published:April 21, 2021, 20:56 pm

ટૉપ ન્યૂઝ