સુરત : મનપાના પદાધિકારીઓની ઓફિસમાં Corona પહોચ્યો, સેક્રેટરી બ્રાંચ પાંચ દિવસ બંધ


Updated: July 10, 2020, 11:57 PM IST
સુરત : મનપાના પદાધિકારીઓની ઓફિસમાં Corona પહોચ્યો, સેક્રેટરી બ્રાંચ પાંચ દિવસ બંધ
ફાઈલ ફોટો

આવતીકાલથી બે દિવસ જાહેર રજા છે. તેથી હવે સેક્રેટરી વિભાગના તમામ કર્મચારીઓ સળંગ છ દિવસ ક્વોરેન્ટાઇનની સ્થિતમાં રહેશે.

  • Share this:
મનપાના સેક્રેટરી ઓફિસમાં ફરજ બજાવતાં ત્રણ કર્મચારીઓના કોરોના રીપોર્ટ છેલ્લા બે દિવસમાં પોઝિટિવ આવતા સેક્રેટરી ઓફિસ હસ્તકની ડે. મેયર, સ્થાયી સમિતિ અધ્યક્ષ, શાસક અને વિપક્ષ નેતા તથા સેક્રેટરી ઓફિસનું કામકાજ આગામી 11 જૂલાઇથી 15 જૂલાઇ સુધી બંધ રાખવામાં આવશે. આવતીકાલથી બે દિવસ જાહેર રજા છે. તેથી હવે સેક્રેટરી વિભાગના તમામ કર્મચારીઓ સળંગ છ દિવસ ક્વોરેન્ટાઇનની સ્થિતમાં રહેશે.

શાસક અને વિપક્ષી નેતાના અંગત મદદનીશ તથા સ્થાયી અધ્યક્ષ ઓફિસના ક્લર્કનો રીપોર્ટ પોઝિટિવ આવતાં તાત્કાલિક ધોરણે ત્રણેય પદાધિકારીઓની ઓફિસ બંધ કરી દેવામાં આવી છે. આ કર્મચારીઓ સેક્રેટરી વિભાગમાં કાર્યરત છે અને સવારથી બપોર સુધી મોટેભાગે સેક્રેટરી વિભાગમાં જ હાજર હોય છે. પરિણામે સતર્કતાને પગલે લગભગ ત્રણેય પદાધિકારીઓની ઓફિસ અને સેક્રેટરી બ્રાંચમાંથી ૨૫ જેટલા કર્મચારીઓને ક્વોરેન્ટાઇન કરી દેવામાં આવ્યા છે તથા ઇમરજન્સી કામગીરી માટે ફક્ત મેયરની ઓફિસ ખુલ્લી રાખવામાં આવશે.

આ સિવાય સેક્રેટરી વિભાગના તાબા હેઠળની ડે. મેયર, શાસક-વિપક્ષી નેતા અને સ્થાયી અધ્યક્ષની ઓફિસ 11 જૂલાઇથી 15 જૂલાઇ સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. એટલે કે આ દિવસોમાં મનપામાં મેયર સિવાય કોઇપણ પદાધિકારી ઉપલબ્ધ રહેશે નહીં.

ઉલ્લેખનીય છે કે, ડે. મેયર નિરવ શાહ પહેલેથીજ તેમના પત્નીનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવવાને કારણે કવોરેન્ટાઇન થયા છે. હવે આ પદાધિકારીઓએ પણ કવોરેન્ટાઇન રહેવાનો વારો આવ્યો છે. હવે જોવાનું રહ્યું કે આગામી સ્થાયી સમિતિની મીટીંગ મળે છેકે નહિ કે પછી ફરિ એક વખત ઓનલાઇન જ સભ્યો ભેગા થશે.

પદાધિકારીઓની ઓફિસમાં કોરોનાનો પ્રવેશ થતા તમામ ઓફિસોને સેનેટાઇઝ પણ કરવામાં આવી હતી. સાથો સાથ કવોરેન્ટાઇન કરવામાં આવેલા તમામ કર્મચારીઓના રીપોર્ટ પણ આગામી દિવસમાં કરાવવામાં આવશે.
Published by: kiran mehta
First published: July 10, 2020, 9:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading