coronaએ સુરતના ટેક્ષટાઈલ માર્કેટમાં ચિંતા વધારી, સાત દિવસમાં 182 કેસ મળતા વેપારીઓમાં ફફડાટ


Updated: September 27, 2020, 10:04 PM IST
coronaએ સુરતના ટેક્ષટાઈલ માર્કેટમાં ચિંતા વધારી, સાત દિવસમાં 182 કેસ મળતા વેપારીઓમાં ફફડાટ
ફાઈલ તસવીર

છેલ્લાં 7 દિવસથી કાર્યરત સ્ટેટિક ટીમો દ્વારા અત્યાર સુધી 8500થી વધુ લોકોના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે પૈકી 182થી વધુ પોઝિટિવ કેસો મળી આવ્યા છે. 

  • Share this:
સુરતઃ ગુજરાતમાં અત્યારે સૌથી વધારે કોરોના વાયરસનો (coronavirus) પ્રકોપ સુરતમાં વર્તાઈ રહ્યો છે. દિવસેને દિવસે સુરતમાં કોરોનાના (surat corona update) કેસમાં વધારે થઈ રહ્યો છે. ત્યારે ટેક્ષટાઇલ માર્કેટ (Textile market) વિસ્તાર પોઝિટિવિટીનું કોરોના કેસોનું  પ્રમાણ વધુ હોવાથી મનપા દ્વારા ટેક્ષટાઇલ માર્કેટોમાં 10 સ્ટેટિક ટીમો ટેસ્ટિંગ માટે કાર્યરત કરવામાં આવી છે. છેલ્લાં 7 દિવસથી કાર્યરત સ્ટેટિક ટીમો દ્વારા અત્યાર સુધી 8500થી વધુ લોકોના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે પૈકી 182થી વધુ પોઝિટિવ કેસો મળી આવ્યા છે. તમામને ગંભીરતાને આધારે સારવાર શરૂ કરવામાં આવી છે અથવા હોમ ક્વોરેન્ટાઇન કરી ટ્રીટમેન્ટ શરૂ કરાઇ છે.

સુરત મનપા દ્વારા સેન્ટ્રલ ઝોન, વરાછા ઝોન-એ અને લિંબાયત ઝોન વિસ્તારમાં સ્થિત ટેક્ષટાઇલ માર્કેટોમાં પોઝિટિવિટીનું પ્રમાણ ખૂબ જ વધુ હોવાથી તમામ માર્કેટોને આવરી લેવાય તે રીતે 10 અલાયદા ટેસ્ટિંગ સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે. લિંબાયત ઝોનમાં 4, સેન્ટ્રલ ઝોનમાં 4 અને વરાછા ઝોન-એમાં બે ટીમો કાર્યરત છે.

આ સ્ટેટિક ટીમો દ્વારા અત્યાર સુધી 8000થી વધુ લોકોના ટેસ્ટ કર્યા છે. જે પૈકી 182  પોઝિટિવ કેસો મળ્યા છે. ઉલ્લેખનીય છેકે ટેક્ષટાઇલ માર્કેટમાં કામ કરતા લોકો એસઓપીનું પાલન નહિ કરતા હોવાનું પણ સામે આવ્યું હતું. જેથી મનપા દ્વારા કડકાયથી આ વિસ્તારમાં કામ લેવામાં આવી રહાયું છે. હાલમાં સુરત શહેરમાં વધિ રહેલું કોરોના સંક્રમણ મનપા માટે માથોનો દુખાવો બની ગયું છે.

આ  પણ વાંચોઃ-સુરતઃ પોલીસ સ્ટેશન નજીક મેદાનમાં ક્રિકેટ રમતા યુવકો ઉપર પોલીસ ત્રાટકી, 100થી વધુની અટકાયત કરી દંડ વસૂલ્યો

મનપાની 10 ટીમો દ્વારા કરવામાં આવેલ તપાસમાં સૌથી વધુ કેસ લિંબાયત ઝોન વિસ્તારની માર્કેટમાં મળી આવ્યા હતા. જયારે ત્યારે બાદ સેન્ટ્રલ ઝોન અને વરાછા એ ઝોનમાં પોઝિટિવ કેસ મળી આવ્યા હતા. મનપા દ્વારા ટેક્ષટાઇલ માર્કેટમાં સંપુર્ણ એસઓપીનું પાલન કરવાની સુચના આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ-યુવતીને બંધક બનાવીને દેહવ્યાપાર કરાવતા હતા પતિ પત્ની, લોકોએ ઢોર માર મારી કર્યા લોહીલુહાણઆજે રવિવારે સુરતમાં વધુ 269 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 160 જયારે ગ્રામીણ વિસ્તારમાં 109 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 28258 પર પહોંચી છે, જયારે આજે 3 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 914 પર પહોંચ્યો છે, તેવામાં આજે 305 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.

આ પણ વાંચોઃ-પતિ અને બાળકોને નશીલો પદાર્થ ખવડાવી રોજ રાત્રે ડોક્ટર પ્રેમી સાથે કરતી હતી રંગરલીયા, ભાંડો ફૂટતા થઈ જોવાજેવી

કોરોના વાઇરસને લઇને લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 269 દર્દી નોંધાયા છે જેમાં શહેર વિસ્તારમાં 160 કેસ નોઁધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 20967 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 109 કેસ સાથે દર્દી સંખ્યા 7291 પર પહોંચી છે.

કુલ દર્દી સંખ્યા 27989 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે 2 દર્દીના કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક 914 થયો છે. જેમાંથી 244 મૃત્યુ જિલ્લાના છે અને 670 શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી 183 જ્યારે જિલ્લામાં આજે 122 દર્દીને રજા આપતા, કુલ 305 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 24855 જેમાં શહેર વિસ્તરમાં 18864 જયારે ગ્રામીય વિસ્તારના 5991 દર્દી છે.
Published by: ankit patel
First published: September 27, 2020, 10:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading