સુરતમાં કોરોનાનો અજગર ભરડો: એક જ દિવસમાં વધુ 61 પોઝિટિવ કેસો, જિલ્લાના આંકડો 200ને પાર


Updated: April 18, 2020, 11:12 PM IST
સુરતમાં કોરોનાનો અજગર ભરડો: એક જ દિવસમાં વધુ 61 પોઝિટિવ કેસો,  જિલ્લાના આંકડો 200ને પાર
મૈક્સ હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ.સંદીપ બુદ્ધિરાજાએ જણાવ્યું કે આ સારવારમાં પ્લાઝ્મા ટેકનોલોજી સફળ સાબિત થઇ ચૂકી છે. વ્યક્તિનું લોહી લેવામાં આવ્યું હતું તે ત્રણ સપ્તાહ પહેલા જ ઠીક થઇ ચૂક્યા છે.

શુક્રવારે 46 પોઝિટિવ કેસો બાદ આજે વધુ 61 પોઝિટિવ કેસો સામે આવતાં શહેરમાં ગભરાટ ફેલાય ગયો છે. છેલ્લાં છ દિવસમાં શહેરમાં 16oથી વધુ કેસો નોધાયા છે.

  • Share this:
સુરતઃ કોરોનાનો (coronavirus) હાહાકાર હવે સુરત શહેરને (surat) ધ્રુજવી રહ્યો છે. શુક્રવારે 46 પોઝિટિવ કેસો બાદ આજે વધુ 61 પોઝિટિવ કેસો સામે આવતાં શહેરમાં ગભરાટ ફેલાય ગયો છે. છેલ્લાં છ દિવસમાં શહેરમાં 16oથી વધુ કેસો નોધાયા છે. અને શહેરમાં કોરોના પોઝિટિવનો આંક વધીને 194 થઇ ગયો છે. જયારે સુરત જિલ્લામાં આઠ કેસ ભેગા કરીયે તો સુરતનો આંકડો 200 પાર પહોચી ગયો છે.

કોરોનાગ્રસ્ત વધુ બે દરદીઓનું આજે મૃત્યુ થયું છે. શહેરમાં કોરોનાથી મૃત્યુઆંક વધીને 7 પર પહોચી ગયો છે. લિંબાયત અને સેન્ટ્રલ ઝોન બાદ હવે વરાછા-એ ઝોન પણ ભયજનક વિસ્તારની યાદીમાં આવી ગયો છે. મનપા કમિશનર પાનિએ જણાવ્યું કે, શહેરમાં હજુ કોરોનાના પોઝિટિવ દરદીઓની સંખ્યા વદી શકે છે. શહેરીજનોએ ગભરાવવાની નહીં ફક્ત સતર્ક રહેવાની અને તકેદારી રાખવાની જરૂર છે.

આ પણ વાંચોઃ-covid-19: કોમામાં થઈ મહિલાની પ્રસૂતિ, 6 દિવસ બાદ જાણવા મળ્યું કે પુત્રી જન્મી

મનપા દ્વારા હોટસ્પોટ વિસ્તારોમાં ક્લ્સ્ટર બનાવી સેમ્પલિંગની કામગીરી આક્રમક બનાવી છે. આજે બપોરે ચાર વાગ્યા સુધી જ 928 સેમ્પલો લેવાયા હતા. સેન્ટ્રલ અને લીંબાયત ઝોનમાં પોઝિટિવ દરદીઓના કોન્ટેક્ટ ટ્રેસિંગમાં 52 ટીમો કાર્યરત છે. જ્યારે બન્ને ઝોનમાં કુલ 114 સર્વેલન્સ ટીમો ડોર ટૂ ડોર સર્વેમાં લાગી છે. આજે સેન્ટ્રલ ઝોનમાંથી 196 અને લીંબાયત ઝોનમાંથી 224 સેમ્પલો લેવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ-સરકારનો મહત્વનો નિર્ણય, 20 એપ્રિલે માત્ર ગ્રામ્ય વિસ્તારના જ ઔધોગિક એકમો ચાલુ થશે

સેમ્પલિંગની ઝૂંબેશ ઘણી જ આક્રમક ઢબે આગળ ધપી રહી છે. પરિણામે પોઝિટિવ કેસો પણ આક્રમક ઢબે બહાર આવી રહ્ના છે. શહેરમાં હોટસ્પોટ વિસ્તારો સિવાય સ્લમ પોકેટો પણ મનપાના ટાર્ગેટ પર છે. સ્લમ પોકેટોમાં 2o ડોક્ટરો સહિતની ટીમો સર્વેલન્સની કામગીરીમાં અલગથી કામે લાગી છે. સ્મીમેર લેબમાં અત્યાર સુધી 122 સેમ્પલોના ટેસ્ટિંગ થયા છે. જે પૈકી બે પોઝિટિવ આવ્યા છે. એક-બે દિવસમાં સ્મીમેર લેબમાં 3oo થી 35o સેમ્પલોનું ટેસ્ટિંગ શક્ય બની શકશે. જેથી શહેરમાં રોજ 1 હજારથી વધુ સેમ્પલોનું કલેક્ïશન મનપા માટે લેવું હિતાવહ બની રહે તેમ છે.આ પણ વાંચોઃ-અમદાવાદઃ લોકડાઉનની ફરજમાં તડકાથી બચવા પોલીસ માટે મુસ્લિમ યુવકે બનાવી ડિજિટલ છત્રી, જાણો વિશેષતા

આ પૂર્વે રાંદેર, લિંબાયત, ઉધના, વરાછા-એ, અઠવા અને સંપૂર્ણ સેન્ટ્રલ ઝોન વિસ્તારના કુલ 163559ઘરોમાં 7,44,o14 વ્યક્તિઓને નવી સુચના ન મળે ત્યાર સુધી હોમ ક્વોરેન્ટાઇન કરવાનો નિર્ણય કરાયો હતો. ગતરોજ રાંદેર ઝોનમાં ઊગત-સાઇટ એન્ડ સર્વિસ અને જહાંગીરાબાદ વિસ્તારમાં 729ઘરોના 4ooo લોકો તથા વરાછા ઝોન-એમાં કૃષ્ણનગર, દિનદયાળનગર, શ્રીરામનગરમાં 3oo6 ઘરોના 13251 લોકોને હોમ ક્વોરેન્ટાઇન કરવાનો જાહેરનામું મનપા કમિ. એ પ્રસિદ્ધ કર્યુ છે. હાલ શહેરના 7,61,295 નાગરિકો કોરોનાને કારણે હોમ ક્વોરેન્ટાઇન કરાયા છે.
First published: April 18, 2020, 11:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading