સુરત: કોરોના પોઝિટિવ રિપોર્ટ સાંભળીને યુવાને કહ્યું,'નોકરી પતાવીને યુપી જવાનો છું, હું સારવાર માટે નહીં આવુ'


Updated: July 11, 2020, 2:19 PM IST
સુરત: કોરોના પોઝિટિવ રિપોર્ટ સાંભળીને યુવાને કહ્યું,'નોકરી પતાવીને યુપી જવાનો છું, હું સારવાર માટે નહીં આવુ'
પ્રતિકાત્મક તસવીર

સચીન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર 6 દિવસ સચિન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

  • Share this:
સુરત : દર્દી કોરોના પોઝિટિવ આવ્યો હોવાની બાબતે સચીન પબ્લિક હેલ્થ સેન્ટરના સુપરવાઇઝરે દર્દીને જાણ કરી હતી. જેમા સામે દર્દીએ જવાબ આપતા જણાવ્યું કે, હું અત્યારે ચલથાણની કંપનીમાં કામ કરૂ છું અને સામાન લઈને થોડીવારમાં ટ્રેનમાં બેસી વતન યુપી જવાનો છું. હું આવીશ નહિ, બસ આ વાતને લઈને સુપરવાઇઝરે ડોકટરને જાણ કરી હતી. જેથી ડોકટર દર્દીના ઘરે તપાસ માટે ગયા પણ  તે મળી આવ્યો ન હતો.  છેવટે સચીન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર 6 દિવસ સચિન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

સુરતના છેવાડે આવેલ સચિન પીએચસી ખાતે ગત તા. 2 જુલાઇના રોજ સચિન ખાતે આવેલએપરેલ પાર્ક રહેતો  શત્રુધ્ન રામબિહારી યાદવને તાવ આવવાની સાથે શ્વાસ લેવામાં તકલીફ સહિત કોરોનાના લક્ષણો હોવાથી પીએચસીના હેલ્થ ઓફિસર ડૉ. હિમાશું ગામીતે તેનો કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો.

તા. 4ના રોજ શત્રુધ્નનો કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવતા ડો. હિમાશુંએ આ અંગેની જાણ પીએચસીના મેડિકલ ઓફિસર ડૉ. નૂપાંગ હરિશચંદ્ર કીકાગણેશને કરી હતી  જેને લઈને તબીબ  નૂપાંગે કોરોના પોઝિટિવ શત્રુધ્નની સારવાર માટે સુપરવાઇઝર અશ્વીન સોલંકીને સંર્પક કરવા માટે જણાવ્યું હતું. જેથી અશ્વીને શત્રુધ્નનો મોબાઇલ ફોન પર કોરોના પોઝિટિવ હોવાનું અને તુરંત જ સારવાર માટે આવવાનું જણાવ્યું હતું. પરંતુ શત્રુધ્નએ ચલથાણ ખાતે તે જયાં નોકરી કરે છે ત્યાં કામ કરી રહ્યો છે અને થોડી વારમાં ટ્રેનમાં બેસી વતન યુપી જવાનો છું અને હું આવવાનો નથી એમ કહી ફોન કટ કરી દીધો હતો.

આ પણ વાંચો- 10 હજાર રૂપિયાથી સસ્તા 5 સ્માર્ટફોન! પાવરફુલ બેટરી, અદ્ઘભૂત કેમેરા સાથે 4GB રેમ

શત્રુધ્નનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તે જીવતા બોમ્બ સમાન હતો અને બીજાને પણ સંક્રમિત થાય તેવી ગંભીર સ્થિતી હોવા છતા પીએચસી સેન્ટરના સ્ટાફે દિલ્હીથી સુપરવિઝન માટે આવેલી ટીમ સાથે વ્યસ્ત હોવાથી જે તે વખતે આ અંગેની કોઇને જાણ કરી ન હતી.

આ પણ જુઓ - 

6 દિવસ બાદ આમામલે અધકારી દ્વારા સચિન ગતરોજ  રોજ સચિન પોલીસ મથકમાં શત્રુધ્ન વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ દોડતી થઇ ગઇ છે.

આ પણ વાંચો - સુરતમાં વધતા કોરોનાના કેસો સામે બે હૉસ્પિટલોની બેદરકારી આવી સામે, અપાઇ નોટિસ
Published by: Kaushal Pancholi
First published: July 11, 2020, 1:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading