સુરતમાં corona કહેર: આજે બપોર સુધીમાં જ 120 કેસ, નરેન્દ્ર ગાંધીનું Coronaથી મોત


Updated: August 2, 2020, 5:31 PM IST
સુરતમાં corona કહેર: આજે બપોર સુધીમાં જ 120 કેસ, નરેન્દ્ર ગાંધીનું Coronaથી મોત
પ્રતિકાત્મક તસવીર

સુરત મહાનગરપાલિકાના ભૂતપૂવ સ્થાયી ચેરમેન નરેન્દ્ર ગાંધી અને્ તેમના પત્ની ચેપગ્રસ્ત થતા સારવાર માટે હોસિ્ુપટલમાં ખસેડવામાં આવ્યા હતા

  • Share this:
સુરતમાં જીવલેણ કોરોનામાં સપડાયેલા દર્દીર્અોનો મોતનો સીલસીલો યથાવત રહ્નો છે. આજે સવારે સુરત મહાનગરપાલિકાના ભૂતપૂર્વ સ્થાયી સમિતિના ચેરમેન નરેન્દ્ર ગાંધીનું કોરોનામાં મોત નિપજ્યું છે. નરેન્દ્ર ગાંધી એક અઠવાડિયાથી મહાવીર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ હતા. દરમિયાન આજે તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

આ ઉપરાંત સુરતમાં આજે સવારે કોરોના વધુ ૧૨૦ કેસ નોધાયા છે. જેમાં શહેરમાં ૯૧ અને ગ્રામ્યમાં ૨૯ કેસ છે, સુરતમાં કુલ પોઝિટિવ કેસનો આંકડો ૧૪,૦૪૫ ઉપર પહોંચ્યો છે અને મરણાંક ૬૦૯ થયો છે. સુરતમાં જુલાઈ મહિનામાં ૬૦૧૧ પોઝિટિવ કેસ નોધાયા હતા અને ૨૩૯ દર્દીઓના મોત નિપજ્યા હતા.

રાજયમાં અમદાવાદ બાદ સુરત કોરોના હોટસ્પોટ બન્યુ છે. અનલોક બાદ સુરતમાં કોરોનાઍ જે રફતાર પકડી છે ત્યારથી પાછુ વળીને જાયુ નથી. જાણે અનલોક બાદ મળેલી છુટછાટમાં તેને પણ છુટ મળી ગઈ હોય તેમ રોકેટની ગતિઍ આગળ વધી રહ્ના છે. કોરોના ઝપડમાં સુરતના તમામ ઝોન વિસ્તાર આવી ચુક્યો છે. અને રોજના કેસમાં સતત વધારો થઈ રહ્ના છે સાથે દર્દીઓના મોતમાં પણ ચિંતાજનક રીતે વધારો થતા તંત્રમાં બારે ચિંતાનો મોજુ ફરી વળ્યું છે.

માત્ર જુલાઈ મહિનામાં અનલોકમાં મળેલી છુટછાટમાં ૬૦૧૧ કોરોના સંક્રમીત બન્યા હતા અને કોરોનામાં સપડાયેલા ૨૩૯ દર્દીઓના મોત નિપજ્યા છે. સુરત મહાનગરપાલિકાના ભૂતપૂવ સ્થાયી ચેરમેન નરેન્દ્ર ગાંધી અને્ તેમના પત્ની ચેપગ્રસ્ત થતા સારવાર માટે હોસિ્ુપટલમાં ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન એક સપ્તાહ સુધીની સારવાર બાદ આજે સવારે નરેન્દ્ર ગાંધીનું મહાવીર હોસ્પિટલમાં નિધન થયું છે.

નરેન્દ્ર ગાંધી સુરત પીપલ્સ બેન્કના પણ ચેરમેન હતા. આ ઉપરાંત આજે સવારે સુરત શહેરમાં વધુ ૯૧ પોઝિટિવ કેસ આવતા કુલ પોઝિટિવ કેસનો આંકડો ૧૧,૨૮૧ થયો છે અને મરણાંક ૪૯૭ જયારે ગ્રામ્યમાં સવારે ૨૯ કેસ સામે આવતા કુલ કેસનો આંકડો ૧૭૬૪ થયો છે, અને મરણાંક અત્યાર સુધીમાં ૧૧૨ થયો છે.
Published by: kiran mehta
First published: August 2, 2020, 5:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading