સુરત: બપોર સુધીમાં જ 169 Corona પોઝિટિવ કેસ, ગ્રામ્ય વિસ્તારમાં કેસ વધતા ચિંતા વધી

સુરત: બપોર સુધીમાં જ 169 Corona પોઝિટિવ કેસ, ગ્રામ્ય વિસ્તારમાં કેસ વધતા ચિંતા વધી
સુરત શહેરમાં કોરોનાને લઇને હાલમાં આરોગ્ય વિભાગ ખુબજ કડકાઇથી કામ કરી રહ્યું છે. આવા સમયે કોરોના કેસો ઘટવા જોઇએ એની જગ્યાએ કોરોના સંક્રમણ એક સરેરાશ આંક સાથે વધી રહ્યો છે.

સુરત શહેરમાં કોરોનાને લઇને હાલમાં આરોગ્ય વિભાગ ખુબજ કડકાઇથી કામ કરી રહ્યું છે. આવા સમયે કોરોના કેસો ઘટવા જોઇએ એની જગ્યાએ કોરોના સંક્રમણ એક સરેરાશ આંક સાથે વધી રહ્યો છે.

  • Share this:
સુરત શહેરમા કોરોનાનો કહેર યથાવત છે. સુરતમાં કોરોનાના કેસો ઘટવાનું નામ નથી લેતા આવા સમયે રોજ કોરોના સંક્રમણનો કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. 15 સપ્ટેમ્બર બપોર સુધીમાં 169 કેસો નોધાયા છે. જામાં સૌથી વધારે કેસો સુરત ગ્રામ્ય વિસ્તારોમાં નોધાયા છે. ગ્રામ્યમાં બપોર સુધીમાંજ 95 કેસો નોધાયા છે. જયારે શહેરી વિસ્તારમાં 74 કેસો નોધાયા છે.

સુરત શહેરમાં કોરોનાને લઇને હાલમાં આરોગ્ય વિભાગ ખુબજ કડકાઇથી કામ કરી રહ્યું છે. આવા સમયે કોરોના કેસો ઘટવા જોઇએ એની જગ્યાએ કોરોના સંક્રમણ એક સરેરાશ આંક સાથે વધી રહ્યો છે.સુરત શહેરમાં બપોર સુધીમાં 74 કેસો છે પરંતુ ગ્રામ્યમાં આ આંકડો બપોર સુધીમાં જ 95 પર પહોચ્યો છે, જે સાંજ સુધીમાં 100ને પાર કરી દેશે. સુરત ગ્રામ્યમાં કામરેજ , ચૌયાસી અને ઓલપાડ વિસ્તારમાં સૌથી વધુ કેસો નોંધાય રહ્યો છે. જયારે શહેરી વિસ્તારમાં અઠવા , રાંદેર અને વરાછા બી ઝોનમાં સૌથી વધારે કેસો મળી આવ્યા છે.

સુરતમાં સરેરાસ રોજના 250 થી વધુ કેસો આવી રહ્યા છે. આજના કેસની વાત કરીએ તો સુરત શહેરમાં કુલ કેસોનો આકડો 24784 પર પહોચ્યો છે. જેમાં શહેરમાં વધી 18825 થયો છે જયારે મૃત્યુઆંક 650 પર પહોચ્યો છે. જયારે ગ્રામ્યમાં કેસ વધી 5839 પર પહોચ્યા છે અને અત્યાર સુધીનો મૃત્યુઆંક 224 થયો છે. છેલ્લા ઘણાસમયથી શહેરની સરખામણીમાં ગામડાના કેસો પણ વધી રહ્યા છે જે આરોગ્ય વિભાગ માટે ચિંતાનું કારણ બનીને સામે આવ્યું છે.
Published by:kiran mehta
First published:September 15, 2020, 15:22 pm

ટૉપ ન્યૂઝ