Home /News /south-gujarat /

સુરતમાં Coronaથી ફફડાટ: 24 કલાકમાં 276 લોકોને ચોંટ્યો Corona, 11ના મોત, જાણો - ક્યાં કેટલા કેસ

સુરતમાં Coronaથી ફફડાટ: 24 કલાકમાં 276 લોકોને ચોંટ્યો Corona, 11ના મોત, જાણો - ક્યાં કેટલા કેસ

સુરતમાં 181 જયારે ગ્રામીણ વિસ્તારમાં 95 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 11969 પર પહોંચી છે, જયારે આજે 11 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 532 પર પહોંચ્યો છે

સુરતમાં 181 જયારે ગ્રામીણ વિસ્તારમાં 95 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 11969 પર પહોંચી છે, જયારે આજે 11 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 532 પર પહોંચ્યો છે

સુરતમાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 276 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 181 જયારે ગ્રામીણ વિસ્તારમાં 95 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 11969 પર પહોંચી છે, જયારે આજે 11 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 532 પર પહોંચ્યો છે, તેવામાં આજે 150 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.

કોરોના વાઇરસને લઇને લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 276 દર્દી નોંધાયા છે જેમાં શહેર વિસ્તારમાં 181 કેસ નોંધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 9729 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 95 કેસ સાથે દર્દી સંખ્યા 2240 પર પહોંચી છે.

કુલ દર્દી સંખ્યા 11969 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે 11 દર્દીના કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક 532 થયો છે. જેમાંથી 83 મૃત્યુ જિલ્લાના છે અને 449 શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી 116 જ્યારે જિલ્લામાં આજે 34 દર્દીને રજા આપતા, કુલ 150 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 7893 જેમાં ગ્રામીય વિસ્તારના 1369 દર્દી છે.

આ પણ વાંચોમોટા સમાચાર: Online Shopping કરનાર માટે ખુશખબર, 27 જુલાઈથી લાગુ થશે આ નવા નિયમ

ક્યા વિસ્તારમાં કેટલા કેસ?

આજે સેન્ટ્રલ ઝોન 17, વરાછા એ ઝોનમાં 21, વરાછા બી 15, રાંદેર ઝોન 43, કતારગામ ઝોનમાં 23 લીંબાયત ઝોનમાં 15, ઉધના ઝોનમાં 13 અને અથવા ઝોનમાં 34 કેસ નોંધાયા.

આ પણ વાંચોસુરત: 'કઈંક કરો નહીં તો હું અહીં જ મરી જઈશ', તેવો Video બનાવનાર રત્નકલાકારનું મોત થતા હાહાકાર

જોકે ગતરોજ કતારગામ ઝોનમાં અને વરાછા ઝોનમાં સક્ર્મણ પરમાણુ ઘટી રહીયુ છે ત્યારે રાંદેર અને અઠવા ઝોનમાં સતત વધી રહીયુ છે ત્યારે તંત્રની ચિંતા પણ સતત વધી રહી છે. અહીંયા કોરોનાગાઈડઇન પાલન નથી થતું તેવું લાગી રહ્યુ છે, તંત્ર દ્વારા ટિમો બનાવી માસ્ક અને સોશિયલ ડિસ્ટનના ભંગ બદલ દંડની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે

જિલ્લામાં કેટલા કેસ

જોકે જિલ્લામાં ચોર્યાસીમાં 10, ઓલપાડ 12, કામરેજ 23, પલસાણા 18, બારડોલી 18, મહુવા 2, માંડવી 6, માંગરોળ 5, અને ઉમરપાડામાં 1 કેસ નોંધાતા સુરત જિલ્લા આરોગ્ય વિભાગ પણ દોડતું થઇ ગયું છે. થોડા દિવસ પહેલા આજ રીતે કેસ વધુ આવ્યા બાદ નિયત્રંણ હતું, પણ આજે ફરી એકવાર કેસ વધતા તંત્રની ચિંતા વધી છે.
Published by:kiran mehta
First published:

Tags: Surat corona big updates, Surat corona bulletin, Surat corona cases, Surat corona deaths, Surat corona effect, Surat coronavirus cases, Surat coronavirus updates

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन