કોરોના મહામારીની કામગીરી: માર્ચ-એપ્રિલમાં નિવૃત થઈ રહેલા SMCના 7 અધિકારીઓની સેવા લંબાવાઈ


Updated: April 3, 2020, 8:15 PM IST
કોરોના મહામારીની કામગીરી: માર્ચ-એપ્રિલમાં નિવૃત થઈ રહેલા SMCના 7 અધિકારીઓની સેવા લંબાવાઈ
ઓફિસમાં દરેક કર્મચારી પર નજર રાખવી જરૂરી બનશે. જો કોઇ પણ દર્દીમાં શરદી જેવા સામાન્ય લક્ષણ પણ દેખાય. તો તેને તરત ઘરે મોકલી દેવો જોઇએ. અને તે વ્યક્તિના સંપર્કમાં આવેલા તમામ લોકોને પણ ઘરે મોકલી દેવા જોઇએ. આ વ્યક્તિ વર્કપ્લેસમાં જ્યાં બેસે છે તે જગ્યાને પણ સારી રીતે સેનિટાઇઝ કરવું જોઇએ.

કોરોના વાયરસની વૈશ્વિક મહામારીની ગંભીરતા અને ગુજરાતમાં વધી રહેલા કેસો જોતા રાજ્ય સરકારે આગામી 31 માર્ચ અને 30 એપ્રિલે નિવૃત્ત થતા કર્મચારીઓની સેવા આગામી 31 મે સુધી લંબાવી દીધી છે.

  • Share this:
સુરતઃ રાજ્ય સરકારે આગામી 31 માર્ચ અને 30 એપ્રિલે નિવૃત્ત થઇ રહેલા કર્મચારીઓને આગામી 31 મે 2020 સુધી સેવા લંબાવવાનો નિર્ણય કરતા સુરત મહાપાલિકાએ પણ કોરોના મહામારી સંલગ્ન કામગીરી સાથે સંકળાયેલા અને 31 માર્ચે નિવૃત્ત થઇ રહેલા 7 કર્મચારીઓની સેવા 31 મે 2020 સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે.

આ સાથે છેલ્લા પાંચ વર્ષમાં નિવૃત્ત થયેલા મનપાના મેડીકલ અને પેરા મેડીકલ (આરોગ્ય વિભાગ સંલગ્ન) અધિકારીઓ, કર્મચારીઓને તેઓની સંમતિ આધારિત જરૂર પડ્યે કામગીરી માટે બોલાવવાનો નિર્ણય પણ કર્યો હોવાનું આજે મનપા કમિશ્નરે જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ-lockdownમાં બાવળાના 11 લોકોને વોલીબોલ રમવું ભારે પડ્યું, ડ્રોન કેમેરામાં ઝડપાતા થઈ ફરિયાદ

કોરોના વાયરસની વૈશ્વિક મહામારીની ગંભીરતા અને ગુજરાતમાં વધી રહેલા કેસો જોતા રાજ્ય સરકારે આગામી 31 માર્ચ અને 30 એપ્રિલે નિવૃત્ત થતા કર્મચારીઓની સેવા આગામી 31 મે સુધી લંબાવી દીધી છે. સુરત મનપાએ હાલ 31 માર્ચે નિવૃત્ત થઇ રહેલા 7 કર્મચારીઓની સેવા લંબાવવાનો નિર્ણય કર્યો છે, એમ કમિશ્નરે જણાવ્યું હતું. નોંધનીય છે કે તેઓને અત્યારથી જ સેવા લંબાવવામાં આવ્યા અંગેનો પત્ર પણ પાઠવી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ-lockdown: રસ્તા ઉપર જ પ્રસૂતિ પીડાથી તડપતી હતી મહિલા, કોન્સ્ટેબલ બન્યો 'ભગવાન'

આ સાત કર્મચારીઓમાં આકારણી અધિકારી સુરેશ ભારતી ઉપરાંત પ્લેટફોર્મ કંપાઉંડ આસિસ્ટન્ટ, નર્સ સેનેટરી ઇન્સ્પેક્ટર, મધ્યસ્થ કાર્યાલય ખાતે કોવીડ-૧૯ની કામગીરી સાથે સંકળાયેલ ક્લાર્ક સહીતના કર્મચારીઓનો સમાવેશ થાય છે. જયારે છેલા પાંચ વર્ષમાં મનપાના આરોગ્ય વિભાગ, સ્મીમેર, મસ્કતી હોસ્પિટલ સંલગ્ન મેડીકલ, પેરામેડીકલ સ્ટાફમાંથી જે નિવૃત્ત થયા હોય એવા તમામના સંપર્ક કરવામાં આવી રહ્યા છે.આ પણ વાંચોઃ-lockdownનું ઉલ્લંઘન કરતા પિતા સામે પુત્રની ફરિયાદ, પોલીસે નોંધી FIR

તેઓના અનુભવનો લાભ લેવા માટે અને સેવા માટે તેઓની સંમતિને આધીન જરૂર પડ્યે આ નિવૃત્ત કર્મચારીઓને પણ બોલાવવામાં આવશે. હાલ તેઓની આગોતરી સંમતિ લેવામાં આવી રહી છે.
First published: April 3, 2020, 8:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading