સુરતમાં coronaનો હાહાકાર, વધુ 275 લોકો થયા કોરોના પોઝિટિવ, જાણો કયા વિસ્તારમાં કેવી સ્થિતિ?


Updated: September 19, 2020, 8:16 PM IST
સુરતમાં coronaનો હાહાકાર, વધુ 275 લોકો થયા કોરોના પોઝિટિવ, જાણો કયા વિસ્તારમાં કેવી સ્થિતિ?
પ્રતિકાત્મક તસવીર

આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 275 દર્દી નોંધાયા છે. જેમાં શહેર વિસ્તારમાં 168  કેસ નોધાયા છે.

  • Share this:
સુરતઃ શહેરમાં કોરોનાના દર્દી (corona patient) સતત વધી રહ્યા છે. ત્યારે આજે વધુ 275 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ (coronavirus) આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 168 જયારે ગ્રામીણ વિસ્તારમાં 107 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા  25957 પર પહોંચી છે, જયારે આજે 5 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 892 પર પહોંચ્યો છે. તેવામાં આજે 266  દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.

કોરોના વાઇરસને લઇને લોકડાઉનમાં (lockdown) છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે. આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 275 દર્દી નોંધાયા છે. જેમાં શહેર વિસ્તારમાં 168  કેસ નોધાયા છે. આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 19553 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 107  કેસ સાથે દર્દી સંખ્યા 6404 પર પહોંચી છે.

કુલ દર્દી સંખ્યા 25957 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે 5 દર્દીના કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક 892 થયો છે. જેમાંથી  235 મૃત્યુ જિલ્લાના છે અને 657 શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી 165 જ્યારે જિલ્લામાં આજે 101  દર્દીને રજા આપતા, કુલ 266 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 22568 જેમાં ગ્રામીય વિસ્તારના 5172 દર્દી છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ સોના-ચાંદીની નવી કિંમતો જાહેર, ફટાફટ જાણી લો આજના નવા ભાવ

ક્યા વિસ્તારમાં કેટલા કેસ?
આજે સેન્ટ્રલ ઝોન 12 , વરાછા એ ઝોનમાં 21, વરાછા બી 2 15, રાંદેર ઝોન 25,  કતારગામ ઝોનમાં 22, લીબાયત ઝોનમાં 17, ઉધના ઝોનમાં 16 અને અઠવા ઝોનમાં 40 કેસ નોંધાયા.આ પણ વાંચોઃ-3 યુવતીઓનો પ્રયણ ત્રિકોણ! એક-બીજા સાથે રહેવા માટે છોડ્યું ઘર અને પછી આવ્યો આવો વળાંક

આ પણ વાંચોઃ-મધ્ય પ્રદેશની ઘટના! ખજાના માટે ખાડો ખોદ્યો, શરતના કારણે બે લોકોએ ગુમાવવો પડ્યો જીવ

જોકે ગતરોજ કતારગામ ઝોનમાં અને વરાછા ઝોનમાં સંક્રમણનું પ્રમાણ ઘટી રહ્યું છે. ત્યારે રાંદેર અને અઠવા ઝોનમાં સતત વધી રહ્યું છે   ત્યારે  તંત્રની ચિંતા પણ સતત વધી રહી છે. અહીંયા કોરોનાગાઈડઇન પાલન નથી થતું તેવું લાગી રહ્યુ છે, તંત્ર દ્વારા ટીમો બનાવી માસ્ક અને સોશિયલ ડિસ્ટનના ભંગ બદલ દંડની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

જોકે જિલ્લામાં ચોર્યાસી 14 ઓલપાડ 14 કામરેજ 17, પલસાણા 19 બારડોલી 13 ,મહુવા 3 માંડવી 7 અને માંગરોળ 7 અને ઉમરપાડા 13 કેસ નોંધાતા જિલ્લામાં સતત કેસ વધી રહિયા છે. પોઝિટિવ કેસ સામે આવતા અને કોરોના વાઇરસ આવ્યા બાદ સુંરત જિલ્લા આરોગ્ય વિભાગ પણ દોડતું થઇ ગયું છે. થોડા દિવસ પહેલા આજ રીતે કેસ વધુ આવ્યા બાદ નિયત્રંણ હતું, પણ આજે ફરી એકવાર કેસ વધતા તંત્રની ચિંતા વધી છે.
Published by: ankit patel
First published: September 19, 2020, 8:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading