Home /News /south-gujarat /

સુરત : Corona કર્ફ્યૂ અને અન્ય રાજ્યોનાં Lockdownના કારણે જરી ઉદ્યોગ ઠપ, રોજનો 2 કરોડનો ફટકો

સુરત : Corona કર્ફ્યૂ અને અન્ય રાજ્યોનાં Lockdownના કારણે જરી ઉદ્યોગ ઠપ, રોજનો 2 કરોડનો ફટકો

અંદાજે 500થી વધુ વેપારી 2-2.5 લાખ કારગરી સુરતના જરી ઉદ્યોગ પર નભે છે.

દક્ષિણ ભારતમાં સુરતની ઝરીની મોટી માંગ, દક્ષિણમાં મોટા ભાગે લૉકડાઉનની સ્થિતિ, 2-2.5 લાખ કારીગરો માટે સંકટનો સમય

કોરોના મહારમારી (Coronavirus) વચ્ચે તમામ ઉધોગ ની હાલત દિવસવેને દિવસે બગડી રહી છે ત્યારે એક સમયે સુરતની શાન ગણાતાજરીઉધોગ (Surat ZARI industry) અને અન્ય રાજયમાં લોકડાઉનના (Lockdown) લીધે કરોડો રૂપિયાનું નુકસા કરી રહ્યો છે. મરણ પથારીએ પહોંચેલો આ ઉધોગ હાલ બંધ થવાના આરે છે ત્યારે આ સમયે આ ઉધોગ દરોજની બે કરોડ કરતા વધુની નુકસારી કરી રહ્યો છે.

સુરત આમતો ઉધોગો માટે જાણીતું છે ત્યારે અહીંયા કાપડ અને ડાયમંડની સાથે સુરતની એક જમાનામાં શાન ગણાતોજરીઉધોગ છેલ્લા કેટલાક સમયથી મરણ પાથરીએ પહોંચી ગયો હતો તેને જીવનદાન મળ્યું હતું. પણ જેરીતે કોરોનાવાયરસને લઈને બીજા ઉધોગને અસર જોવા મળી છે ત્યારે આ ઉધોગમાં સુરતનો સૌથી પરંપરાગત ઉદ્યોગ તરીકે જાણીતા જરીઉદ્યોગની માઠી બેઠી છે.

આ પણ વાંચો : સુરત : પોલીસકર્મી મહાવીરસિંહનો Viral Video, વૈભવીકારમાં આતશબાજી કરી ઊજવ્યો B-Day થયો વિવાદ

આ પણ વાંચો : નવસારી : પીકઅપ ડાલાની ટક્કરે આશાસ્પદ યુવકનું મૃત્યુ, મોતનો વિચલિત કરતો Live Video વાયરલ

એક સમયે સુરતમાંજરીઉદ્યોગ સુરતની શાન ગણાતો હતો. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી સુરતનોજરીઉદ્યોગ મરણ પથારીએ પડ્યો છે ત્યારે આ ઉધોગમાં છેલ્લા કેટલાક સમયથી ઉઘાર આવતા હતા પણ હાલમાં ચાલેલા કોરોના લઈને વેપારી ઉધાર આપે છે અથવા તો માંગ પ્રમાણે માલ તૈયાર કરીને બેસે છે.પણ સૌથી વધુ માંગ એવા દક્ષિણ ભારતમાં લોકડાઉનની અસર સુરતનાજરીઉધોગ પર જોવા મળી રહી છે.

સુરતનોજરીઉદ્યોગ મોટાભાગે દક્ષિણ ભારત પર નિર્ભર છે. પરંતુ અત્યારે ઝરીના એકમોની હાલત વધુ દયનીય બની ગઇ છે. દક્ષિણ ભારતમાં લોકડાઉન લંબાતાજરીઉદ્યોગના ઓર્ડર પણ અટવાઈ ગયા છે. બીજી બાજુ રો મટિરિયલ્સના ઊંચા ભાવની સાથે જૂનું પેમેન્ટ પણ ક્લિયર ન થતા એકમો કેવી રીતે શરૂ કરવા તે એક મોટો પડકાર બની ગયો છે.

આ પણ વાંચો : સુરત : ભરવાડ શખ્સની દાદાગીરીનો Viral Video, કામરેજની વિજય હોટલમાં મચાવ્યો આતંક

આ પણ વાંચો : 59 વર્ષના લાઇનમેનનો જુવાનડાઓને શરમાવે એવો Live Video, વાયર રીપેર કરવા તળાવમાં 100 ફૂટ જેટલું તરીને થાંભલે ચઢ્યા

ગુજરાત સરકારે 21 મી તારીખથી વેપાર-ધંધા શરૂ કરવા પરવાનગી તો આપી દીધી છે, પરંતુ હજી પણ રાજ્ય બહારના બજારો બંધ હોવાથી ધંધાર્થીઓને વેપાર કરવો મુશ્કેલ થઈ ગયો છે. લોકડાઉનને કારણે સમગ્ર વેપાર સાયકલને અસર થઈ છે. સુરતની સાથોસાથ દક્ષિણના વેપારીઓની પણ વેપાર સાઈકલ ખોરવાઈ ગઈ છે. જેને કારણે જૂનું પેમેન્ટ ક્લિયર નહીં થવાની સાથે નવા ઓર્ડરો આવતા અને એકમો શરૂ થતા હજી એક મહિનાથી વધુ સમય વીતી જશે.

સુરતની જરીની સૌથી વધુ માંગ દક્ષિણ ભારતના રાજ્યોમાં છે


સુરતની વાત કરીએ તો સુરત શહેરમાં બે હજારથી વધુ જરીના એકમો છે. જેની સાથે અંદાજે 1 લાખથી પણ વધુ કાર્યકરો સંકળાયેલા છે. 21 મીથી સરકારે વેપાર-ધંધા શરૂ કરવા માટે પરવાનગી આપી દીધી છે. પરંતુ સમગ્ર કાપડ ઉધોગ માટે પણ નવું પ્રોડક્શન શરૂ કરવુ મુશ્કેલ બન્યું છે. જેમાં વેલ્યૂ એડિશન માટેની સ્થિતિ વધુ દયનીય બની છે. ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા દોઢ લાખ પરિવારો પણ દયનિય સ્થિતિમાં મુકાઈ ગયા છે.

આ પણ વાંચો : સુરત : નામચીન ચિયા મલિકે રાત્રિ કર્ફ્યૂમાં B-Day ઊજવ્યો, Viral Videoએ પોલીસને કરી દોડતી, કાયદાની 'ઐસી કી તૈસી'

આ પણ વાંચો :  સુરત : બૂટલેગરના પ્રસંગમાં 'ખાખી મહેમાન' ત્રાટક્યા, Video Viral થતા કાર્યવાહી, ઉડાડ્યા હતા નિયમોના ધજાગરા

એમ્બ્રોઇડરીની જેમ જરી ઉદ્યોગને એકમોને પણ હજુ સંપૂર્ણ રીતે કાર્યરત થતા એક મહિનાથી વધુ સમય લાગશે. સ્થાનિક જરી ઉત્પાદકોનું કહેવું છે કે, રમજાન અને લગ્ન સિઝનમાં સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ હતી જેના કારણે વેપાર મળી શક્યો નથી ત્યારે રોજના જે 400 પાર્સલ જતા હતા તે હવે તદ્દન બંધ થઈ ગયા છે. રોજના 2 કરોડના ટર્ન ઓવર હાલ ઝીરો થઈ ગયું છે.

આ ઉધોગ આગામી દિવસોમાં શરૂ થાય તો આ ઉધોગ સાથે જોડાયેલા વેપારી આઠે કારીગરોની હાલત દયનીય બનશે અને જો આજ પરિસ્થિતિ રહીતો આગામી દિવસમાં આ ઉધોગ મરણ પથારીએ પહોંચી જાય તો નવાઈની વાત નહીં
Published by:Jay Mishra
First published:

Tags: Business news, Corona Curfew, COVID-19, Lockdown, Surat business, Surat ZARI, સુરત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन