Home /News /south-gujarat /

સુરત : 24 કલાકમાં વધુ 63ને ચોંટ્યો Corona, જાણો કયા વિસ્તારમાં વકર્યો કોરોના?

સુરત : 24 કલાકમાં વધુ 63ને ચોંટ્યો Corona, જાણો કયા વિસ્તારમાં વકર્યો કોરોના?

પ્રતિકાત્મક તસવીર

આજે વધુ બે લોકોનો કોરોનાએ ભોગ લીધો, જોકે, 43 લોકોએ કોરોનાને પછાડીને જંગ જીતી

સુરતમાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 63 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા ઓછી થઈ. સુરતમાં 59  જયારે ગ્રામીણ વિસ્તારમાં 4 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 2419 પર પહોંચી છે, જયારે આજે બે લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 89 પર પહોંચ્યો છે, તેવામાં આજે 43 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.

કોરોના વાઇરસને લઇને લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 63  દર્દી નોંધાયા છે જેમાં શહેર વિસ્તારમાં 59 કેસ નોઁધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા  2238   જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 4  કેસ સાથે દર્દી સંખ્યા 181 પર પહોંચી છે.કુલ દર્દી સંખ્યા  2419   પર પહોંચી ગઈ છે, તેવામાં આજે બે દર્દીના કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક 89 થયો છે.

આ પણ વાંચો :  અમદાવાદ : કોરોના કાળમાં ટ્યૂમરના દર્દીએ 380 કિમીની સફર કરી, સિવિલના 'દેવદૂતો'એ દર્દમાંથી ઉગાર્યા

જેમાંથી બે મૃત્યુ જિલ્લાના છે અને 87 મોત શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી 39  જ્યારે જિલ્લામાં આજે 4 દર્દી રજા આપતા,  કુલ 43 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 1519 થઈ છે. જેમાંથી જિલ્લાના 100 દર્દીઓ પણ કોરોના સામે જંગ જીતવામાં સફળ રહ્યાં છે.

ક્યા વિસ્તારમાં કેટલા કેસ?

આજે સેન્ટ્રલ ઝોન 10, વરાછા એ ઝોનમાં 5, વરાછા બી 1, રાંદેર ઝોન 3, કતારગામ ઝોનમાં 20, લીબાયત ઝોનમાં 14, ઉધના ઝોનમાં 2 અને અથવા ઝોનમાં 4 કેસ નોંધાયાઆમતો લિબાયત ઝોન અને કતારગામ ઝોન દર્દી સંખ્યા વધતા તંત્ર ની ચિંતા વધી હતી તેવામાં લિબાયત ઝોન દર્દી સંખ્યા ગતરોજ બાદ આજે ફરી એકવાર બધી છે તેવામાં  કતારગામ ઝોનમાં સતત દર્દી સંખ્યા વધી રહી છે ત્યારે લિબાયત બાદ સતત કતારગામ ઝોન દર્દી સતત વધારો થઈ રહીયો છે તેને લઇને તંત્ર સાથે કતારગામ વિસ્તાર ના લોકો ચિંતા વધી રહી છે જ્યારે આજે સુરત ગ્રામ્ય વિસ્તાર માં  ઓલપાડ બારડોલી કામરેજ અને માંગરોળ ખાતે એક એક કેસ સામે આવ્યો છે.
Published by:Jay Mishra
First published:

Tags: Surat Coronavirus, Surat coronavirus updates, Surat covid cases, સુરત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन