Home /News /south-gujarat /

સુરતઃ યુથ ફોર ગુજરાત ટુર્નામેન્ટની મેચનો વિવાદ, ટીમ સાથે સેટિંગ કર્યાની અફવા ફેલાવવા મુદ્દે ફૂટબોલના ખેલાડી ઉપર ચપ્પુ વડે જીવલેણ હુમલો

સુરતઃ યુથ ફોર ગુજરાત ટુર્નામેન્ટની મેચનો વિવાદ, ટીમ સાથે સેટિંગ કર્યાની અફવા ફેલાવવા મુદ્દે ફૂટબોલના ખેલાડી ઉપર ચપ્પુ વડે જીવલેણ હુમલો

પ્રતિકાત્મક તસવીર

અફવા મુદ્દે સદ્દામે તેના ભાઇ દાનીશ ઉર્ફે મીનુને જાણ કરતા તેણે મંજુરઅલી સાથે રાંદેર ટાઉનમાં નેમત નામની ચાની લારી પર બે દિવસ અગાઉ ઝઘડો કર્યો હતો.

સુરતઃ શહેરના રાંદેર સુલ્તાનીયા જીમખાના ગ્રાઉન્ડ (Ground of Rander Sultania Gymkhana) પર ફુટબોલ ઓક્શન અંતર્ગત યુથ ફોર ગુજરાત (Youth for Gujarat) નામની ટુર્નામેન્ટ મેચ (Tournament match) રમાઈ હતી. જેમાં ટીમ સાથે સેટીંગ કર્યાની અફવા ફેલાવવાના મુદ્દે ફૂટબોલના ખેલાડી (Football player) પર ચપ્પુ વડે હુમલો (Attack with Knife) કરી ઇજા પહોંચાડતા મામલો રાંદેર પોલીસ સ્ટેશનમાં (Rander police station) પહોંચ્યો છે. જેથી પોલીસે આ મામેલ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મોરાભાગળ સ્થિત અજય પટેલની હોસ્પિટલ સામે મેમણ નગરમાં રહેતો મંજુરઅલી લીયાક્તઅલી કુરેશ નવસારીની દીનશા દાબુ લો કોલેજમાં અભ્યાસ કરે છે. રાંદેર સુલ્તાનીયા જીમખાના ગ્રાઉન્ડ પર છેલ્લા કેટલાક દિવસથી ફુટબોલ ઓક્શનનું આયોજન કરી અલગ-અલગ ટીમ બનાવી યુથ ફોર ગુજરાત નામની ટુર્નામેન્ટ રમાય રહી છે.

ટુર્નામેન્ટમાં રમી રહેલી ટીમ પૈકી એક ટીમમાંથી મંજુરઅલી પણ રમી રહ્યો છે અને હરીફ ટીમ સાથે મંજુરઅલીએ સેટીંગ કર્યાની અફવા ફેલાય હતી. જેથી મંજુરઅલીએ અફવા ફેલાવનાર સદ્દામ ઉર્ફે ગલ્લા નામના યુવાનને અફવા અંગે પુછ્યું હતું. પરંતુ સદ્દામે અફવા ફેલાવ્યાનો ઇન્કાર કર્યો હતો.

આ પણ વાંચોઃ-દાહોદનો ચેતવણીરૂપ કિસ્સો! પત્ની સાથે રેલવે અધિકારી કેક લેવા બજાર ગયા, બર્થડેના દિવસે જ બાળકોને બાનમાં લઈ ચલાવી રૂ.32.50 લાખની લૂંટ

અફવા મુદ્દે સદ્દામે તેના ભાઇ દાનીશ ઉર્ફે મીનુને જાણ કરતા તેણે મંજુરઅલી સાથે રાંદેર ટાઉનમાં નેમત નામની ચાની લારી પર બે દિવસ અગાઉ ઝઘડો કર્યો હતો. દરમ્યાનમાં ગત રાત્રે મંજુરઅલી અને તેના મિત્ર અફઝલ શેખ સાથે મોટરસાઇકલ પર પાલનપુર પાટિયા જઇ રહ્યા હતા.

આ પણ વાંચોઃ-Dhanteras 2020: ધનતેરસના દિવસે કઈ વસ્તુ ખરીદવી અને કઈ વસ્તુથી રહેવું દૂર

આ પણ વાંચોઃ-કમ્પ્યુટર બાબાના આશ્રમમાંથી આલીશાન બાથરુમ, તલવારો અને બંદૂક મળી, 80 કરોડની જમીન ઉપર કર્યો હતો કબ્જો

ત્યારે રામનગર પાકીઝા સોસાયટીના નાકા પાસે અટકાવી દાનીશ અને તેના મિત્રએ કાલના ઝઘડા માટે શું કરવાનું છે એમ કહી ઝપાઝપી કરી ચપ્પુ વડે મંજુરઅલીના જમણા પગની જાંઘમાં ચપ્પુનો ઘઆ મારી ભાગી ગયા હતા. ઘટના અંગે મંજુરઅલીએ દાનીશ વિરૂધ્ધ રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.



ઉલ્લેખનીય છે કે સુરતમાં સામાન્ય બાબતોમાં પણ અસામાજિક તત્વો ઘાતક હથિયારો વડે લોકો ઉપર લોહિયાળ હુમલો કરતા સહેજ પણ અચકાતા નથી. આવા અનેક કિસ્સાઓ સુરત શહેરમાં પોલીસ ચોપડે નોંધાતા રહે છે.
Published by:ankit patel
First published:

Tags: ગુજરાત, પોલીસ ફરિયાદ, સુરત, હુમલો

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन